Home /News /entertainment /ઉર્ફી જાવેદને પ્રાઇવેટ પાર્ટ બતાવવા માગે છે આ શખ્સ, એક્ટ્રેસે આ રીતે ધોળા દિવસે બતાવી દીધાં તારા
ઉર્ફી જાવેદને પ્રાઇવેટ પાર્ટ બતાવવા માગે છે આ શખ્સ, એક્ટ્રેસે આ રીતે ધોળા દિવસે બતાવી દીધાં તારા
ઉર્ફી સાથે પંગો લેવો આ શખ્સને પડ્યો ભારે!
Urfi Javed : એક શખ્સ ઉર્ફી જાવેદને ફોન કરીને ખૂબ જ અશ્લીલ વાતો કરી રહ્યો હતો. તેનાથી પરેશાન થઇને એક્ટ્રેસે તેને એવો જોરદાર જવાબ આપ્યો કે તેણે કદાચ તેનો નંબર પણ બદલવો પડે.
Urfi Javed : ઇન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદના જેટલા ફેન્સ છે, તેનાથી વધુ તો ટ્રોલર્સ તેને પરેશાન કરે છે. કારણ છે તેની ડ્રેસિંગ સેંસ. બિગબૉસ ઓટીટીની એક્સ કન્ટેસ્ટન ઉર્ફી ક્યારે શું પહેરીને સામે આવી જાય તેનો અંદાજો લગાવવો મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય છે. એક્ટ્રેસ દર વખતે પોતાની નવી અને અતરંગી ડ્રેગથી લોકોના હોશ ઉડાવી દે છે. ક્યારેક ફૂલ તો ક્યારેક ફોટો અને ક્યારેક કપડા છોડીને ફક્ત પેઇન્ટથી જ બૉડી રંગીને ડ્રેસ બનાવી લેવો, ઉર્ફી માટે ચપટી વગાડવા જેવું કામ છે. તેના આવા જ વિચિત્ર ડ્રેસના કારણે તેને પરેશાન કરનારાઓની લિસ્ટ લાંબી થતી જાય છે.
આમ તો ઉર્ફીને આ ટ્રોલર્સથી વધુ કંઇ ફેર નથી પડતો પરંતુ ક્યારેક કોઇ એટલી હદ પાર કરી નાંખે છે કે એક્ટ્રેસે જડબાતોડ જવાબ આપવો જ પડે છે. હાલમાં જ તેનું એક ઉદાહરણ પણ સામે આવ્યું. ચાલો જાણીએ એવું તો શું બન્યું...
હકીકતમાં, ટ્રોલર્સની લિસ્ટમાં કેટલાંક લોકો એવા પણ છે જે ગંદી માનસિકતાનો શિકાર હોય. આ વખતે ઉર્ફીને આવા જ એક શખ્સ સાથે પંગો પડ્યો. આ શખ્સ ફોન કરીને વારંવાર અશ્લીલ વાતો કરીને એક્ટ્રેસને પરેશાન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ જેવું અમે કહ્યું કે, આવા લોકોની સાન ઠેકાણે લાવવાનું ઉર્ફીને સારી રીતે આવડે છે. તેણે આ કૉલરને એવો જવાબ આપ્યો કે બીજી વખત ફોન કરવાનું તો દૂર, બની શકે કે તેણે પોતાનો ફોન નંબર પણ બદલવો પડે.
ફોન પર કરતો હતો અશ્લીલ વાતો
આ શખ્શ ઉર્ફીને ફોન કરીને અશ્લીલ વાત કરી અને પોતાના પ્રાઇવેટ પાર્ટને પણ ડિસ્કસ કર્યું. તેનાથી પરેશાન થઇને ઉર્ફીએ કૉલરના નંબરનો એક સ્ક્રીનશૉટ લઇને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરી દીધો. આ સાથે જ તેણે લખ્યું, તું જે પણ હોય, જો તને લાગતુ હોય કે તુ મને કૉલ કરીને પરેશાન કરીશ અથવા સેક્શુઅલ વાતો કરીશ તો આ બિલકુલ નહી. હું પોલીસ કેસ જરૂર કરીશ. એક્ટ્રેસે ફેન્સ સાથે વાત કરતા આગળ લખ્યું, જો તમે લોકો બોર થઇ રહ્યાં હોય તો પ્લીઝ આને કૉલ કરી લો અને તેની પસંદગીની વાતો કરી લો. પોતાના પ્રાઇવેટ પાર્ટ વિશે વાત કરવી તેને ખૂબ જ પસંદ છે .
ઉર્ફીએ આ સેમી ન્યૂડ લુકમાં ફેન્સના દિલોની ધડકન વધારી દીધી
હવે એક્ટ્રેસના આ પગલાના ખૂબ વખાણ થઇ રહ્યાં છે. જો કે આવું પહેલીવાર નથી બન્યું, તેની પહેલા પણ ઘણીવાર ઉર્ફી આવા ખુલાસા કરી ચુકી છે. ઉર્ફી કોઇ ડર વિના આવા લોકોને એક્સપોઝ કરતી આવી છે. એક ઇન્ટરવ્યુમાં ઉર્ફીએ કહ્યું કે, એકવાર તેને કોઇ વેબ સીરીઝમાં બોલ્ડ સીન્સ કરવા માટે ઘણો ફોર્સ કરવામાં આવ્યો હતો. વેબ સીરીઝના નિર્માતાએ પહેલા તેને આ વિશે કોઇ જાણકારી આપી ન હતી. પરંતુ શૂટ દરમિયાન જ્યારે તે સેટ પર પહોંચી તો લોકો તેને ફોર્સ કરવા લાગ્યા.
ઘર સુધી મોકલ્યા હતા ગુંડા
આ વિશે ઉર્ફીએ જણાવ્યું હતું કે, તે જાણતા હતાં કે મારી આગળ-પાછળ કોઇ નથી અને તેનો જ ફાયદો ઉઠાવી રહ્યાં હતા. છેલ્લે મે સીરીઝ કરવાથી ઇનકાર કરી દીધો અને તરત જ ત્યાંથી નીકળી ગઇ. પરંતુ વાત અહીં પતી નહીં. જ્યારે હું સેટ પર ન ગઇ તો એ લોકોએ મારા ઘરે ગુંડા મોકલ્યા. પરંતુ સદનસીબે તે સમયે ઉર્ફી ઘરે ન હતી. જણાવી દઇએ કે ઉર્ફી જાવેદ 15 ઓક્ટોબરે પોતાનો 25મો જન્મદિવસ ઉજવશે. જો કે એક્ટ્રેસે અત્યારથી જ બર્થ ડે સેલિબ્રેશન શરૂ કરી દીધું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર