Home /News /entertainment /Video : સ્ટાઇલ મારવાના ચક્કરમાં ઉંધે માથે પડી ઉર્ફી જાવેદ, જુઓ એવું તો શું થયું કે લોકો લઇ રહ્યાં છે મજા
Video : સ્ટાઇલ મારવાના ચક્કરમાં ઉંધે માથે પડી ઉર્ફી જાવેદ, જુઓ એવું તો શું થયું કે લોકો લઇ રહ્યાં છે મજા
ઉર્ફી જાવેદ સાથે થયું કંઇક એવું કે લોકો લઇ રહ્યાં છે મજા
Urfi Javed Video : પોતાની બોલ્ડનેસ અને હૉટ કપડાં માટે ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ ફરી એકવાર ટોક ઑફ ધ ટાઉન બની છે. હકીકતમાં તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે હીંચકા ખાતી વખતે ઉંધા માથે પટકાઇ હતી. તેનો આ વીડિયો જોઇને લોકો ખૂબ મજા લઇ રહ્યાં છે.
Urfi Javed : પોતાની બોલ્ડ અદાઓ અને હૉટ કપડાં માટે ફેમસ ઉર્ફી જાવેદ આજકાલ પોતાના એક સૉન્ગને કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેનું એક સોન્ગ રીલીઝ થયું છે. આ સોન્ગને ફેન્સના કંઇ ખાસ રિએક્શન નથી મળી રહ્યાં. આ વચ્ચે જ તેનો એક વીડિયો સામે આવ્યો છે, જે જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.
હકીકતમાં, આ વીડિયોમાં જોઇ શકાય છે કે ઉર્ફી ઝૂલો ઝૂલી રહી છે અને સ્ટાઇલ મારી રહી છે. જો કે ઝૂલો ઝૂલતી વખતે ઉર્ફીને સ્ટાઇલ મારવી ભારે પડી છે. જો કે, ઝૂલો ઝૂલતી વખતે તેનું બેલેન્સ ડગમગી ગયું અને ઉંધે માથે ધડામ થઇ ગઇ. તેનો આ વીડિયો જોઇને લોકો ખૂબ મજા લઇ રહ્યાં છે અને કમેન્ટ્સ કરી રહ્યાં છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું કે, તેને પડવા દેવા જેવી હતી.
ઉર્ફી જાવેદે પોતાની સાથે ઘટેલી આ ઘટનાનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો પોસ્ટ કરીને ઉર્ફીએ લખ્યું, આ તો ખરેખર હાય હાય થઇ ગયું હતું. વીડિયોમાં જોઇ શકાય છે કે ઉર્ફી સોન્ગનું શુટિંગ કરી રહી છે. તે ઓરેન્જ કલરની સાડી અને બ્રા પહેરીની ઝૂલો ઝૂલી રહી છે અને આસપાસ ઘણા ડાન્સર્સ પણ છે.
ઝૂલો ઝૂલતી વખતે ઉર્ફી સ્ટાઇલ મારે છે અને અચાનક તેનું બેલેન્સ ડગમગી જાય છે. તેવામાં તે પોતાની જાતને સંભાળી નથી શકતી અને નીચે ખાબકે છે. તેની આસપાસ રહેલા ડાન્સર્સ તેને પકડવાનો પ્રયાસ કરે છે. તેનો આ વીડિયો જોઇને લોકો મજા લઇ રહ્યાં છે અને ખૂબ કમેન્ટ્સ કરી રહ્યાં છે.
ઉર્ફી જાવેદને નીચે પડતા જોઇને લોકો જોરદાર કમેન્ટ્સ કરી રહ્યાં છે. એકે લખ્યું, ઝૂલો પણ આને સહન ન કરી શક્યો. એકે મજા લેતા લખ્યું, બહેન તને કંઇ થઇ જાત તો અમારા એન્ટરટેઇનમેન્ટનું શું થાત. એકે લખ્યું, સારુ થયું, આને તો ઝૂલો પણ પસંદ નથી કરતો.
અન્ય એક યુઝરે લખ્યું, દીદી એવી તો શું મજબૂરી હતી કે કોઇપણ વસ્તુને કપડાં સમજીને પહેરી લે છે. એકે લખ્યું, થોડા દિવસ પછી જ્યારે તે પોતાનું પાસ્ટ જોશે તો રિયાલીટી ચેક કરીને તેને પોતાને શરમ આવશે. એક યુઝરે લખ્યું, હવે આ શું બતાવવા માંગે છે. એક ગુસ્સો કરતાં લખ્યું, એકવાર આ હાથમાં આવી ગઇ તો તેને બોમ્બથી ઉડાવી દઇશ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર