આપને જણાવી દઈએ કે, ઉર્ફીને આટલા ટ્રાંસપરેંટ ડ્રેસ પહેરીને જોઈ યુઝર્સનું માથું ફરી ગયું હતું. તે ઉર્ફીના આ વીડિયો પર કમેન્ટ કરીને ગેટ વેલ સૂન લખી રહ્યા છે.
urfi javed: ફૈશન આઈકોન ઉર્ફી જાવેદ એક વાર ફરી ચર્ચાનો વિષય બની છે. હકીકતમાં દર વખતની માફક આ વખતે પણ તેણે પોતાની ફૈશન દ્વારા સૌને ચોંકાવી દીધા છે. જ્યાં થોડા દિવસ પહેલા તેણે બીડ્સ અને સ્ટોન્સથી બનેલી બિકિની પહેરી હતી. તો વળી આ વખતે તે ટ્રાંસપરેન્ટ ડ્રેસમાં દેખાઈ છે. સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઉર્ફીએ બ્લેક શીર ડ્રેસ પર ડ્રેગન બનીને પોતાના બ્રેસ્ટ કવર કર્યા છે. જો કે, ઉર્ફીનો આ એક્સપેરિમેંટલ તેને એટલો ટાઈટ થઈ રહ્યો હતો કે, તે સારી રીતે ચાલી પણ શકતી નહોતી.
યૂઝર્સે ટ્રોલ કરી
આપને જણાવી દઈએ કે, ઉર્ફીને આટલા ટ્રાંસપરેંટ ડ્રેસ પહેરીને જોઈ યુઝર્સનું માથું ફરી ગયું હતું. તે ઉર્ફીના આ વીડિયો પર કમેન્ટ કરીને ગેટ વેલ સૂન લખી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ગેટ વેલ સૂન..આ બીમાર મગજની છે. બીજા યુઝર્સે લખ્યું કે, અલ્લાહ કે વાસ્તે ઉર્ફી બાજી છોડ દો યે સબ. અમુકે લખ્યું કે, દીદી કા માનિસક સંતુલન ઠીક નહીં હૈ. બેચારી દીદી.
અહીં ઉલ્લેખનિય છે કે, ઉર્ફી જાવેદનું નામ એવા સેલેબ્રિટિઝની યાદીમાં આવે છે, જે ટ્રોલ્સને ડર્યા વિના પોતાના મનની વાત કરે છે. જી હાં, ઉર્ફી જાવેદ દર વખતે કોઈને કોઈ ચિંતા કર્યા વિના નવા નવા એક્સપેરિમેન્ટ કરતી રહે છે. તેણે ખુદ એક વાર કહ્યું હતું કે, તેણે આ વાતથી કોઈ ફરક નથી પડતો કે કોઈ તેના વિશે શું વિચારે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર