Home /News /entertainment /વાયરલ થયો વિચિત્ર આઉટફીટ સાથે Urfi Javedનો નવો વિડીયો, આ મોંઘુદાટ ફળ કાપીને બનાવ્યું બિકીની ટોપ

વાયરલ થયો વિચિત્ર આઉટફીટ સાથે Urfi Javedનો નવો વિડીયો, આ મોંઘુદાટ ફળ કાપીને બનાવ્યું બિકીની ટોપ

પોતાની ફેશન સેન્સના કારણે ઉર્ફી જાવેદ હંમેશા લાઇમલાઇટમાં રહે છે.

હાલમાં જ ઉર્ફી એક વિચિત્ર પોસ્ટ માટે ફરી ચર્ચામાં આવી છે. આ પોસ્ટમાં તેણે તેના નવા આઉટફિટને ફ્લોન્ટ કર્યો છે. આ વખતે ઉર્ફીએ એક ફળને કાપી તેનાથી બિકીની ટોપ બનાવ્યું છે. તેનો આ ડ્રેસ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જો કે તેની આ પ્રકારની ફેશન સેન્સને લઈ એકબાજુ જ્યા ઉર્ફીને લોકો વખાણે છે, તો બીજી તરફ તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે.

વધુ જુઓ ...
    ઉર્ફી જાવેદ (Urfi Javed) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર કોઈને કોઈ પોસ્ટ શેર કરતી જ રહે છે અને લોકોને પણ તેની પોસ્ટમાં ખૂબ રસ પડતો હોય છે. પોતાની ફેશન સેન્સના કારણે ઉર્ફી જાવેદ હંમેશા લાઇમલાઇટમાં રહે છે. ઉર્ફી જાવેદ જે પણ કપડાં પહેરે છે, એક અથવા બીજા કારણોસર તે લોકોમાં ચર્ચાનો વિષય બની જ જાય છે. તે કોઈપણ વસ્તુમાંથી તેના કપડા બનાવી લે છે.

    હાલમાં જ ઉર્ફી આવી જ એક વિચિત્ર પોસ્ટ માટે ફરી ચર્ચામાં આવી છે. આ પોસ્ટમાં તેણે તેના નવા આઉટફિટને ફ્લોન્ટ કર્યો છે. આ વખતે ઉર્ફીએ એક ફળને કાપી તેનાથી બિકીની ટોપ બનાવ્યું છે. તેનો આ ડ્રેસ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જો કે તેની આ પ્રકારની ફેશન સેન્સને લઈ એકબાજુ જ્યા ઉર્ફીને લોકો વખાણે છે, તો બીજી તરફ તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે.

    આ પણ વાંચો:  આ 8 એક્ટ્રેસીસ વચ્ચે છે 36નો આંકડો, કોઇ ફિલ્મ તો કોઇ બોયફ્રેન્ડના કારણે બની 'દુશ્મન', એકબીજાનું મોઢુ પણ જોવા નથી તૈયાર

    ઉર્ફી જાવેદે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોની શરૂઆતમાં તે કંઈક ખાતી જોવા મળે છે અને આ વિડીયો ઝૂમ આઉટ થતાં જ તે કિવીનું બિકીની ટોપ પહેરેલી નજરે પડે છે.








    View this post on Instagram






    A post shared by Uorfi (@urf7i)






    જણાવી દઈએ કે કિવીના બિકીની ટોપ સાથે તેણે બ્લેક ટ્રાઉઝર પેર કર્યું છે. ઉર્ફીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોના કેપ્શનમાં ઉર્ફીએ લખ્યું- 'ગેસ કરો કે આ ટોપ શેનુ બનેલું છે.

    આ પણ વાંચો:  સાડીનો પાલવ લહેરાવીને રાની ચેટર્જીએ મચાવ્યો ખળભળાટ, જોવા જેવી છે ભોજપુરી એક્ટ્રેસની એક એક અદા

    આ વિડીયો વાયરલ થતા જ તેને બંને પ્રકારના રિસ્પોન્સ મળી રહ્યાં છે. એકબાજુ જ્યાં લોકો તેની પ્રશંસા કરી રહ્યાં છે, તો બીજી તરફ તેને ટ્રોલ પણ કરવમાં આવી રહી છે. એક યુઝરે ઉર્ફીના ટ્રોલ કરતા લખ્યું- 'દેવી તમે કંઈપણ કરી શકો છો'. એક અન્ય યુઝરે લખ્યું - 'આજથી કીવી ખાવાનુ બંધ.' આ સિવાય બીજાએ લખ્યું- 'આવો આઉટફિટ પહેરતા પહેલા શરમ આવવી જોઈએ'.



    અન્ય એક યૂઝરે લખ્યું, 'પૈસા માટે કંઈપણ'. અન્ય એક યૂઝરે તેને ટ્રોલ કરતા લખ્યું, 'ઘઉં વેચીને રિચાર્જ કરાવ્યું હતું. ખબર ન હતી કે આ બધું જોવુ પડશે.' લોકોની આ કોમેન્ટ્સ વાંચીને એક વાત કન્ફર્મ થાય છે કે આ વખતે પણ લોકોને ઉર્ફીની આ ફેશનસેન્સ પસંદ આવી નથી. ઉર્ફી અગાઉ બ્રોકન હાર્ટના ટોપના તેના આઉટફીટને કારણે લાઈમલાઈટમાં આવી હતી.
    First published:

    Tags: Urfi javed bold, Urfi javed bold photos, Urfi Javed Instagram, Urfi javed look