Urfi Javed Bikini Video : ઉર્ફી જાવેદ (Urfi Javed) સ્કાય કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. તે તેના ભીના ઝુલ્ફો હલાવી રહી છે. ઉર્ફી સ્વિમિંગ પૂલની અંદરથી બહાર આવીને ગ્લેમર બીખેરી રહી
Urfi Javed Bikini Video : ઉર્ફી જાવેદ (Urfi Javed) પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. આ દરમિયાન તેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેની બોલ્ડનેસ જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં ઉર્ફી સ્વિમિંગ પૂલમાંથી ડોલતી બહાર આવતી જોવા મળી રહી છે.
વીડિયોમાં ઉર્ફી જાવેદ સ્કાય કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. તે તેના ભીના ઝુલ્ફો હલાવી રહી છે. ઉર્ફી સ્વિમિંગ પૂલની અંદરથી બહાર આવીને ગ્લેમર બીખેરી રહી છે. તેનો આ વીડિયો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ઉર્ફી સ્ટાઈલથી તેના ચાહકો તેના પર ફીદા થઈ ગયા છે. વીડિયો જોઈ ફેન્સ કોમેન્ટ કરી સુંદરતાના સતત વખાણ કરી રહ્યા છે. ગણતરીના કલાક પહેલા શેર કરાયેલા આ વીડિયોને હવે 50 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તો આવો, તમે પણ જુઓ ઉર્ફી જાવેદનો આ વાયરલ વીડિયો-
તમને જણાવી દઈએ કે, ઉર્ફી ત્યારે ચર્ચામાં આવી જ્યારે તે ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી'નો ભાગ બની હતી. જો કે, ઉર્ફી આ શોમાં વધુ અદ્ભુત કંઈ દેખાડી શકી ન હતી, પરંતુ તેને આ શોથી ઘણી લોકપ્રિયતા મળી હતી અને ઉર્ફી તેનો ઘણો ફાયદો ઉઠાવતી જોવા મળી હતી. પબ્લિક પ્લેસ હોય કે એરપોર્ટ ઉર્ફી દરેક જગ્યાએ તેની ડ્રેસિંગ સેન્સથી દરેકની નજર તેના તરફ ખેંચી રહી છે.
ઉર્ફી જાવેદ પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સભાન છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર ફિટનેસ સંબંધિત વીડિયો પોસ્ટ કરતી રહે છે. બહુ ઓછા લોકો જાણે છે કે, ઉર્ફી એક સારી ગાયક પણ છે. તેને રેપિંગની મજા આવે છે. મુંબઈ આવતા પહેલા ઉર્ફીએ દિલ્હીની એક કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે પણ થોડા દિવસ કામ કર્યું છે. તેણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી શો 'દેધી-મેધી ફેમિલી'થી કરી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર