Home /News /entertainment /છી...આ શું? કંઈ ના મળ્યુ તો ઉર્ફીએ ટોયલેટ પેપરનો બનાવ્યો ડ્રેસ, ખુદ તેની બહેન પણ ચોંકી ગઈ
છી...આ શું? કંઈ ના મળ્યુ તો ઉર્ફીએ ટોયલેટ પેપરનો બનાવ્યો ડ્રેસ, ખુદ તેની બહેન પણ ચોંકી ગઈ
ઉર્ફી જાવેદે ફરી લોકોને ચોંકાવ્યા
ઉર્ફી જાવેદની ઓળખ પોતાની બોલ્ડનેસ અને અતરંગી કપડાં છે. એક્ટ્રેસે થોડા દિવસ પહેલા એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં એક્ટ્રેસે ઘણી હદો પાર કરી દીધી છે. તેનો આ નવો લુક જે વસ્તુથી બન્યુ છે, તે જોઈને તમે પણ માથું ખંજવાડતા થઈ જશો.
મુંબઈઃ ઉર્ફી જાવેદ આમતો એક ટીવી એક્ટ્રેસ છે, પરંતુ તેનું 'ટિકીટ ટૂ ફેમ' તેની એક્ટિંગ અથવા શો નહીં પણ તેની અતરંગી ફેશન સેન્સ અને અજીબોગરીબ કપડાં છે. ઉર્ફી જાવેદ દરરોજ સોશિયલ મીડિયા પર નવા ફોટો અને વીડિયો અને ફોટો શેર કરતી રહે છે અને આ કારણે ઉર્ફી હંમેશા ચર્ચામાં રહે છે.
ઉર્ફીએ થોડા સમય પહેલા એક નવો વીડિયો શેર કર્યો છે, જેમાં એક્ટ્રેસે તમામ હદ પાર કરી દીધી છે. આ વખતે ઉર્ફીએ જે ડ્રેસ બનાવ્યો છે, તે ટોયલેટ પેપરથી તૈયાર કરવામાં આવ્યો છે. ઉર્ફીનો આ લુક સૌ કોઈને ચોંકાવી દે છે. સોશિયલ મીડિયા યુઝર્સ તો ઉર્ફીની 'કલાકારી'થી હેરાન થાય જ છે પરંતુ આ વખતે તેની પોતાની બહેન પણ ખૂબ શૉક્ડ છે.
ઉર્ફી જાવેદે આ વીડિયોની શરુઆતમાં તેની બહેનની સાથે થઈ છે જે પોતાની મમ્મીને બૂમ પાડી રહી છે અને પુછી રહી છે કે ટોયલેટ પેપર ક્યાં છે, જે તેણે એક દિવસ પહેલા જ ખરીદ્યા હતાં. ત્યારબાદ તેને એવો ખ્યાલ આવે છે કે ક્યાંક ઉર્ફીએ તો આ ટોયલેટ પેપર નથી લઈ લીધાં ને? ત્યારબાદ વીડિયોમાં ઉર્ફી સામે આવે છે જે ટોયલેટ પેપરવાળો ડ્રેસ પહેરીને ફ્લોન્ટ કરી રહી છે.
કંઈ ના મળ્યુ તો ઉર્ફીએ ટોયલેટ પેપરનો બનાવ્યો ડ્રેસ
જણાવી દઈએ કે ઉર્ફી જાવેદે આ વખતે તમામ હદ પાર કરી દીધી છે, તમે જે વસ્તુ માટે વિચારી પણ ના શકો, એક્ટ્રેસે આ વખતે એવી વસ્તુથી ડ્રેસ બનાવી છે. ઉર્ફી જાવેદના આ નવા ડ્રેસનું મટીરિયલ ટોયલેટ પેપર છે. ઉર્ફીએ એક ફૂલોવાળું ટોપ અને મિની સ્કર્ટ પહેરેલું છે. બંને ફક્ત ટોયલેટ પેપરથી તૈયાર કરવામાં આવ્યો છે.
ઉર્ફીએ આ પહેલા કીવી ફળનું ટૉપ બનાવ્યુ હતું અને તમામ લોકોને ચોંકાવી દીધા હતાં. એક્ટ્રેસ એકવાર ફરી ખૂબ જ અતરંગી અંદાજમાં જોવા મળી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર