Home /News /entertainment /Video : સાડી પહેરીને ઉર્ફીએ લૂંટી મહેફિલ, કેમેરા સામે પોઝ આપતી વખતે જ સરકી ગયો પાલવ અને....
Video : સાડી પહેરીને ઉર્ફીએ લૂંટી મહેફિલ, કેમેરા સામે પોઝ આપતી વખતે જ સરકી ગયો પાલવ અને....
ઉર્ફીનો એક નવો વીડિયો સામે આવ્યો છે
દર વખતે વેસ્ટર્ન લુકમાં જોવા મળતી ઉર્ફીએ આ વખતે સાડી પહેરી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. એક્ટ્રેસે પિંક અને ઓરેન્જ ફ્લોરલ સાડી પહેરી હતી. આ દરમિયાન ઉર્ફીએ પાપારાઝીની સામે જોરદાર પોઝ આપ્યો હતો.
ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ અવારનવાર ચર્ચાનો વિષય રહે છે. ઉર્ફીને લઈને દરરોજ કોઈને કોઈ સમાચાર સામે આવે છે. ઉર્ફી જાવેદ પોતાના દરેક નવા લુકને લઈને સોશિયલ મીડિયા પર હંગામો મચાવે છે. એક્ટ્રેસ તરીકે તેની કરિયરની શરૂઆત કરનાર ઉર્ફી હવે તેના પોતાના કામ કરતાં વધુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લાઇમલાઇટ મેળવે છે.
તે જ્યાં પણ જાય છે, પાપારાઝી તેને ઘેરી લે છે અને તેને ઘણા પ્રશ્નો પૂછે છે. ઉર્ફી જાવેદ વીડિયો તેના અતરંગી અને ખૂબ જ બોલ્ડ ડ્રેસિંગ સેન્સને લઈને સતત ચર્ચામાં રહે છે.
દરરોજ તે પોતાના આઉટફિટ્સ સાથે એવો નવો અખતરા કરે છે કે જોનારાની આંખો ખુલ્લી રહી જાય છે. તેના નવા લૂકના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આ દરમિયાન હવે ઉર્ફીનો એક નવો વીડિયો સામે આવ્યો છે.
હકીકતમાં, ઉર્ફી જાવેદ તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. દર વખતે વેસ્ટર્ન લુકમાં જોવા મળતી ઉર્ફીએ આ વખતે સાડી પહેરી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. એક્ટ્રેસે પિંક અને ઓરેન્જ ફ્લોરલ સાડી પહેરી હતી. આ દરમિયાન ઉર્ફીએ પાપારાઝીની સામે જોરદાર પોઝ આપ્યો હતો. તે જ સમયે, ઉર્ફી જાવેદના ફેન્સ ફ્લોરલ સાડીમાં તેના આ અંદાજને પસંદ કરી રહ્યા છે.
ત્યાં તે પાપારાઝીને પોઝ આપતી જોવા મળે છે. જેવી તે પોઝ આપવા માટે આગળ વધે છે કે તરત જ તેનો પલ્લુ સરકી જાય છે. આવું એક વાર નહિ પણ ઘણી વાર થાય છે. વીડિયો જોઈને સ્પષ્ટપણે ખબર પડે છે કે ઉર્ફીને તેની સાડી સંભાળવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ઉર્ફીની સાડી વારંવાર સરકી રહી છે. પછી તેનો સ્ટાફ આવે છે અને તેને મદદ કરે છે. આ સાડીમાં એક્ટ્રેસે ઈન્સ્ટા સ્ટોરી પર એક તસવીર પણ શેર કરી છે. આ સાથે તેણે લખ્યું કે ભલે ફ્લાઈટ મિસ થઈ જાય તો પણ મને મેકઅપ પસંદ છે.
ઉર્ફી જાવેદના આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાના રિએક્શન આપી રહ્યા છે. કેટલાક લોકો તેના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને ટ્રોલ કરતા પણ જોવા મળી રહ્યા છે.
રિષભ નામના યુઝરે લખ્યું કે લાગે છે કે હવે ઠંડી આવી ગઈ છે. રેખા નામના યુઝરે લખ્યું કે આ ચમત્કાર ક્યાંથી થયો. એક યુઝરે લખ્યું, 'ગરીબ પાસે સેફ્ટી પિન ન હતી... બકવાસ એટીટ્યુડ .' રીમા નામના યુઝરે લખ્યું કે 'તેના શરીરને કપડાં પહેરવાની આદત નથી.. તેથી જ કપડાં ઉડી રહ્યા છે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર