Home /News /entertainment /

અપકમિંગ ફિલ્મ 'કબીર સિંહ'નું ગીત વાયરલ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

અપકમિંગ ફિલ્મ 'કબીર સિંહ'નું ગીત વાયરલ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

    શાહિદ કપુર સ્ટારર ફિલ્મ કબીર સિંહનું ટ્રેલર રીલિઝ થયું છે. ત્યારબાદ હવે આ ફિલ્મનું સોન્ગ બેખયાલી ટૂંક સમયમાં જ રીલિઝ થશે, જો કે આ ગીત રીલિઝ પહેલા જ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. સોશિયલ મીડિયા યૂઝર્સ આ ગીતને પોત-પોતાના અંદાજમાં ડબિંગ કરી વીડિયો શેર કરી રહ્યાં છે.

    વર્ષ 2017માં આવેલી તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક કબીર સિંહને હવે હિન્દીમાં રીલિઝ કરવામાં આવશે અને 21 જુને આ ફિલ્મ રીલિઝ થનારી છે. આ ફિલ્મમાં શાહીદ એક માથાફરેક યુવકના રોલમાં જોવા મળશે. જે પોતાની પ્રેમીકાને ગુમાવી ચૂક્યો છે. આ ફિલ્મમાં હિરોઇનના રોલમાં કિયારા અડવાણી છે.






    ફિલ્મમાં સદમાથી પરેશાન ડોક્ટર કબીર સિંહ નશાની લતમાં ઝકળાઇ જાય છે અને નશા અને ગુસ્સાનો ઓવરડોઝ કેવી રીતે આ ભટકી ગયેલા યુવકના જીવનને આગળ લાવે છે તે આ ફિલ્મની કહાની છે. વાત ટ્રેલરની કરીએ તો તેમાં શાહીદના બે અલગ-અલગ લૂક દેખાડવામાં આવ્યા છે અને તે એક્શન સીનની સાથે સાથે કેટલાક ઇમોશનલ સીન પણ કરે છે. કેટલાક લોકોએ નશાને વધારો આપવાને વાતને લઇને આ ફિલ્મને વખોડી પણ છે.




    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Internet

    આગામી સમાચાર