રશ્મિ રોકેટથી લઇને સરદાર ઉધમ સિંહ સુધી, આ ફિલ્મો બનાવશે તમારા દશેરા વિકેન્ડને ધમાકેદાર

અમેઝોન પ્રાઇમ વીડિયો પર શૂજીત સરકારે નિર્દેશિત ફિલ્મ સરદાર ઉધમ સિંહ રીલીઝ થનાર છે, જેમાં જાણીતા અભિનેતા વિક્કી કૌશલ નજરે આવશે

Dussehra Weekend- ઓટીટી (OTT)પર દર્શકોને મનોરંજન આપવા ઘણી વેબસીરિઝ અને ફિલ્મો (Web series & Films)તૈયાર છે

  • Share this:
દશેરા (Dussehra)વિકેન્ડ (Weekend)હવે નજીક જ છે અને તમારા માટે મનોરંજનનો પટારો પણ તૈયાર છે. કારણે કે ઓટીટી (OTT)પર દર્શકોને મનોરંજન આપવા ઘણી વેબસીરિઝ અને ફિલ્મો (Web series & Films)તૈયાર છે. આગામી 22 ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં થિએટરો ખુલવા જઇ રહ્યા છે, પરંતુ તમામ ફિલ્મો ઓટીટી તરફ વળી રહી છે. તો ચાલો જોઇએ કઇ ફિલ્મો ક્યારે રિલીઝ થશે.

રશ્મિ રોકેટ

બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂ (Taapsee Pannu)ની ફિલ્મ રશ્મિ રોકેટ આ શુક્રવારે ઝી5 પર રીલીઝ થઇ રહી છે. આપને જણાવી દઇએ કે આ ફિલ્મમાં તાપસી એક રેસરનું પાત્ર નિભાવશે, જે જેન્ડર ટેસ્ટિંગ સામે ઝૂઝતી નજર આવશે. અને આ ફિલ્મ સ્પોર્ટ્સમાં થનાર જેન્ડર ટેસ્ટિંગના મહત્વના મુદ્દાઓ ઉઠાવે છે. ફિલ્મમાં અભિષેક બેનર્જી, પ્રિયાંશુ પેનયુલી, સુપ્રિયા પાઠક અને મનોજ જોશી મહત્વના પાત્રો નિભાવશે.

સરદાર ઉધમ સિંહ

અમેઝોન પ્રાઇમ વીડિયો પર શૂજીત સરકારે નિર્દેશિત ફિલ્મ સરદાર ઉધમ સિંહ રીલીઝ થનાર છે, જેમાં જાણીતા અભિનેતા વિક્કી કૌશલ નજરે આવશે. દર્શકોમાં આ ફિલ્મને લઇને ઘણો ઉત્સાહ છે.

લિટલ થિંગ્સ

જાણીતી સીરીઝ લિટલ થિંગ્સના ચોથા અને લાસ્ટ સિઝનનું ટ્રેલર થોડા દિવસો પહેલા રીલીઝ થયું છે, યુવાનોમાં બે કપલની સીધી-સાદી અને અટપટી રોમાન્સ સ્ટોરીઓ આજકાલ ખૂબ પ્રચલિત છે. આ ચર્ચિત વેબ સીરીઝમાં મિથિલા પાલકર અને ધ્રુવ સહગલ મુખ્ય રોલમાં છે. નેટફ્લિક્સ પર લિટલ થિંગ્સની ચોથી સિઝન સ્ટ્રીમ થશે.

આ પણ વાંચો - અમદાવાદ આવશે 'રશ્મિ રોકેટ' અહીં ખેલૈયાઓ સાથે ઉજવશે નવરાત્રી

સનક- હોપ અંડર ધ સીઝ

ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સનક- હોપ અંડર ધ સીઝ રિલીઝ થશે. એક હોસ્પિટલમાં સ્થાપિત આ હોસ્ટેજ ડ્રામામાં વિદ્યુત જામવાલ અને રૂક્મિણિ મૈત્રા મુખ્ય ભૂમિકા નિભાવશે. નેહા ધૂપિયા સનકમાં એક ઓફિસરનું પાત્ર નિભાવશે.

યુ

નેટફ્લિક્સ પર રોમેન્ટિક અંગ્રેજી સીરીઝ Youની ત્રીજી સિઝન આવી રહી છે. તો ડિઝની પ્લસ હોટસ્ટાર પર અંગ્રેજી ફિલ્મ ફ્રી ગાય(Free Guy) રિલીઝ થશે. આ સાયન્સ ફિક્શન કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં રાયન રેનોલ્ડ્સ, જોડી કોમર, જોઇ કીરી, ઉત્કર્ષ અંબુદકર મહત્વના પાત્રો નિભાવશે. ફિલ્મનું નિર્દેશન શોન લેવીએ કર્યુ છે.

તબ્બર

સોની લિવ પર તબ્બર વેબ સીરીઝ આવી રહી છે. આ એક ફેમિલી થ્રિલર છે, જેમાં પવન મલ્હોત્રા, સુપ્રિયા પાઠક, રણવીર શૌરી અને કંવલજીત સિંહ મહત્વની ભૂમિકામાં દેખાશે. સીરીઝનું નિર્દેશન અજીત પાસ સિંહે કર્યુ છે.

16 ઓક્ટોબરે આ ફિલ્મો અને વેબ સીરીઝ થશે રીલીઝ

એમએક્સ પ્લેયર પર વેબ થ્રિલર વેબ સીરીઝ સનક-એક જૂનૂવ રિલીઝ થઇ રહી છે. આ વેબ સીરીઝમાં રોહિત રોય ને એંદ્રિતા રે મુખ્ય ભૂમિકા નિભાવશે. સીક્રેટ વાઇફ સ્વેપિંગ ગ્રુપ્સની સ્ટોરી પર આધારિત સીરીઝનું નિર્દેશન કૃષ્ણા ભટ્ટે કર્યુ છે, જ્યારે નિર્માતા મહેશ ભટ્ટ અને વિક્રમ ભટ્ટ છે
First published: