Home /News /entertainment /

upcoming web series 2022 : આ 10 દમદાર વેબ સીરિઝના Part-2-3 2022માં આવશે, દર્શકો આતુરતાથી જોઈ રહ્યા છે રાહ

upcoming web series 2022 : આ 10 દમદાર વેબ સીરિઝના Part-2-3 2022માં આવશે, દર્શકો આતુરતાથી જોઈ રહ્યા છે રાહ

અપકમિંગ વેબ સિરીઝ 2022

upcoming web series 2022 : વેબ સિરીઝ દર્શકો માટે આનંદના સમાચાર છે, જે વેબ સિરીઝ તમને ખુબ પસંદ આવી હતી, તેના પાર્ટ - 2 અને પાર્ટ - 3 ટૂંક સમયમાં રિલીઝ થશે. તો જુઓ કઈ-કઈ દમદાર વેબ સિરીઝ 2022માં તેના બીજા-ત્રીજા પાર્ટ સાથે રિલિઝ થશે.

વધુ જુઓ ...
    upcoming web series 2022 : ભારતમાં છેલ્લા 5 વર્ષોમાં ‘ઓટીટી પ્લેટફોર્મે (OTT Platforms) દર્શકોમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. દેશનો યુવાવર્ગ થિયેટર કરતા Netflix, Amazon, Sony Liv અને Zee 5 જેવા OTT પ્લેટફોર્મની મેમ્બરશીપ લેવાનું વધુ પસંદ કરી રહ્યો છે. કોરોનાને કારણે OTT પ્લેટફોર્મ અરબોનો બિઝનેસ કરી રહ્યા છે. વર્ષ 2022 માં અનેક વેબ સીરિઝની નવી સીઝન જોવા મળી શકે છે. અહીંયા વર્ષ 2022 માં રિલીઝ થનાર વેબ સીરિઝ વિશે જાણકારી આપવામાં આવી છે. તમારે આ 10 દમદાર વેબ સીરિઝ (Top 10 Web Series) જોવાનું ચૂકવું જોઈએ.

    • વર્ષ 2022માં આવનાર વેબ સીરિઝ


    મિર્ઝાપુર 3 (Mirzapur 3)

    મિર્ઝાપુર એક સફળ ફ્રેન્ચાઈઝી બની ગઈ છે. આ ફ્રેન્ચાઈઝીની છેલ્લી બે સીઝન સુપરહિટ હતી. વર્ષ 2020 માં ‘મિર્ઝાપુર 2’ રિલીઝ થઈ હતી. મિર્ઝાપુર સીઝન 3 નવેમ્બર, 2022ના રોજ રિલીઝ થઈ શકે છે. તમે આ વેબ સીરિઝ એમેઝોન પ્રાઈમ વિડીયો (Amazon Prime Video) પર જોઈ શકો છો.

    આશ્રમ 3 (Ashram 3)

    બોબી દેઓલની આશ્રમ વેબ સીરિઝ વિવાદોમાં રહેવાની સાથે સાથે હિટ પણ રહી હતી. આ વેબ સીરિઝની બંને સીઝન ખૂબ જ હિટ રહી હતી. આશ્રમ 3નું શુટીંગ અંતિમ ચરણમાં છે. આ વેબ સીરિઝની સીઝન 3 જૂન, 2022એ રિલીઝ થઈ શકે છે, જે તમે MX Player પર જોઈ શકો છો.

    ફોર મોર શોટ્સ પ્લીઝ (Four more shots please)

    એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયેલ વેબ સીરિઝ ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ની બે સીઝન સુપરહિટ રહી હતી. મેકર્સે સપ્ટેમ્બર 2021માં ત્રીજી સીઝનની જાણકારી આપી હતી. ફોર મોર શોટ્સ પ્લીઝની સીઝન 3નું શુટીંગ અંતિમ ચરણમાં છે, જે જુલાઈ 2022માં રિલીઝ થઈ શકે છે.

    પંચાયત 2 (Panchayat 2)

    ધ વાયરલ ફીવર (TVF)ની કોમેડી વેબ સીરિઝ પંચાયત સુપરહિટ રહી હતી. પંચાયત 2નું શુટીંગ પૂર્ણ થઈ ગયું છે. આ વેબ સીરિઝ મે 2022માં રિલીઝ થઈ શકે છે, જે તમે એમેઝોન પ્રાઈમ વિડીયો પર જોઈ શકશો.

    દિલ્હી ક્રાઈમ 2 (Delhi Crime 2)

    આ ફ્રેન્ચાઈઝીની પહેલી સીરિઝ નિર્ભયા કેસ પર બની હતી અને તે સુપરહિટ સાબિત થઈ હતી. આ વેબ સીરિઝ નેટફ્લિક્સની હિટ સીરિઝમાંથી એક છે. વેબ સીરિઝ દિલ્હી ક્રાઈમ 2નું શુટીંગ પૂર્ણ થઈ ગયું છે, જે એપ્રિલ 2022માં Netflix પર રિલીઝ થઈ શકે છે.

    બ્રીથ: ઈન ટૂ ધ શેડો 2 (Breathe: In the Shadow 2)

    અભિષેક બચ્ચનની 'Breathe: Into the Shadows' વેબ સીરિઝ એક એવા સીન સાથે પૂર્ણ થઈ કે જેના બીજા પાર્ટનો લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બ્રીથ: ઈન ટૂ ધ શેડો વેબ સીરિઝની બીજી સીઝન જૂન 2022માં 240થી વધુ દેશોમાં એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ કરવામાં આવશે.

    અસુર 2 (Asur 2)

    અરશદ વારસીની વેબ સીરિઝ ‘અસુર 2’ ની ખૂબ જ રાહ જોવામાં આવી રહી છે. આ વેબ સીરિઝની પહેલી સીઝન સુપરહિટ રહી હતી. ‘અસુર 2’ નું શુટીંગ અંતિમ ચરણમાં છે, જે ઓગસ્ટ 2022માં રિલીઝ થઈ શકે છે. તમે Voot Select પર ‘અસુર 2’ જોઈ શકો છો.

    મેડ ઈન હેવન 2 (Made in Heaven 2)

    એમેઝોન પ્રાઈમની સુપરહિટ વેબ સીરિઝ 'Made in Heaven' વર્ષ 2019માં રિલીઝ કરવામાં આવી હતી. ઝોયા અખ્તરે નિર્દેશિત કરેલ વેબ સીરિઝ મેડ ઈન હેવનની બીજી સીઝનની દર્શકો ખૂબ જ આતુરતાથી જોઈ રહ્યા છે. આ વેબ સીરિઝ નવેમ્બર 2022 સુધીમાં રિલીઝ થઈ શકે છે.

    જામતારા 2 (Jamtara 2)

    Netflixની સુપરહિટ વેબ સીરિઝ 'Jamtara: Sabka Number Ayega'ની બીજી સીઝન ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. આ વેબ સીરિઝમાં ઝારખંડના એક નાના ગામમાંથી આવેલ Phishing Racket સમગ્ર દેશમાં લોકોને કેવી રીતે લૂંટે છે તે દર્શાવવામાં આવ્યું છે.

    મસાબા મસાબા 2 (Masaba Masaba 2)

    વર્ષ 2020 માં રિલીઝ થયેલ નીના ગુપ્તાની 'Masaba Masaba' વેબ સીરિઝ તેમની પુત્રી મસાબા ગુપ્તાના જીવન પર આધારિત હતી. જેમાં માતા અને પુત્રીના સંબંધો અંગે દર્શાવવામાં આવ્યું છે. આ વેબ સીરિઝનની બીજી સીઝનની દર્શકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વેબ સીરિઝ ઓક્ટોબર 2022માં રિલીઝ થશે.
    First published:

    Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Upcoming Movies, Web Series

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन