Home /News /entertainment /Social, Comedy, Horror અને Thriller...આ અઠવાડિયે આવી રહી છે આ ફિલ્મો અને વેબ સિરીઝ, Kota Factory મોસ્ટ ફેવરિટ

Social, Comedy, Horror અને Thriller...આ અઠવાડિયે આવી રહી છે આ ફિલ્મો અને વેબ સિરીઝ, Kota Factory મોસ્ટ ફેવરિટ

‘કોટા ફૅક્ટરી’ની બીજી સીઝનની (Kota Factory Second Season) ચાહકો આતુરતાથી રાહ જોઈ બેઠાં છે.

Upcoming Movies & Web Series: નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ વીડિયો, MX પ્લેયર સહિતના OTT પ્લેટફોર્મમાં માણો આ મુવીઝ અને સીરીઝ

  Upcoming Movies & Web Series: પહેલાં થિએટરમાં કઈ-કઈ ફિલ્મો રિલીઝ થવાની છે તેની ઇંતેજારી રહેતી પણ કોરોનાને (Corona Pandemic) કારણે થિએટર રિલીઝથી અનિશ્ચિતતાએ દર્શકોને ઓટીટી (OTT Platform) તરફ વાળ્યા છે. વિવિધ ડિજિટલ પ્લૅટફૉર્મ્સ (Digital Platforms) મારફતે જાણે બધી બાજુએથી કન્ટેન્ટ આવી રહ્યું છે. હવે વ્યૂઅર્સને રિજનલ, ભારતીય, અને ઇન્ટરનેશનલ વેબ શો (International Web Series) વિશે જાણવાની ઉત્કંઠા રહે છે.

  સપ્ટેમ્બરની (September 2021) શરૂઆતમાં ‘મની હાઈસ્ટ’ (Money Heist), ‘સેક્સ એજ્યુકેશન’ (Sex Education), ‘લુસીફર’ (Lucifer), ‘મુંબઈ ડાયરીઝ 26/11’ (Mumbai Diaries 26/11) વગેરે સિરીઝ રિલીઝ થઈ ચૂકી છે. આ અઠવાડિયે જોકે કોઈ મોટી કે ચર્ચિત ફિલ્મ રિલીઝ નથી થવાની પણ ‘કોટા ફૅક્ટરી’ની બીજી સીઝનની (Kota Factory Second Season) ચાહકો આતુરતાથી રાહ જોઈ બેઠાં છે. જાણો કયા ઓટીટી પ્લૅટફૉર્મ પર કઈ વેબ સિરીઝ કે ફિલ્મ આવી રહી છે.

  23 સપ્ટેમ્બર એટલે કે આજે એમએક્સ પ્લેયર (MX Player) પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’નું (Movie: PM Narendra Modi) સ્ટ્રીમિંગ થશે. આ ફિલ્મ 2019માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મમાં વિવેક ઓબેરોયે પીએમ મોદીનું (Narendra Modi) પાત્ર ભજવ્યું છે. તો તેનું નિર્દેશન ઉમંગ કુમારે કર્યું છે. ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવાની જાહેરાત પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે કરવામાં આવી હતી.

  તો આજે ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney + Hotstar) પર અંગ્રેજી વેબ સિરીઝ ‘ઑનલી મર્ડર્સ ઇન ધ બિલ્ડીંગ’ (Only Murders In The Building) રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સ્ટીવ માર્ટિન, માર્ટિન શોર્ટ અને સેલેના ગોમેઝ મુખ્ય કલાકારો છે. આ એક કૉમેડી મિસ્ટ્રી સિરીઝ છે જેને હૉફ માર્ટિન અને જૉન હૉફમેને ક્રિએટ કરી છે.

  24 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ (Netflix) પર વેબ સિરીઝ ‘કોટા ફૅક્ટરી’ની બીજી સીઝન (Kota Factory Second Season) આવવાની છે. પહેલી સીઝન 2019માં ટીવીએફ પ્લે પર રિલીઝ થઈ હતી. આ સિરીઝ આઈઆઈટીની તૈયારી કરતા વિદ્યાર્થીઓની વાત કરે છે. અત્યંત વખણાયેલી આ સિરીઝની બીજી સીઝન વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર કેન્દ્રિત હશે તેમ કહેવાય છે. ‘કોટા ફૅક્ટરી’ જિતેન્દ્ર કુમાર, મયુર મોરે, અહેસાસ ચન્ના, આલમ ખાન વગેરે મહત્વના રોલમાં છે.

  આ પણ જુઓ, PHOTOS: સલમાનથી લઇ રિયા સુધી.. જેલ ગયા બાદ ઇમેજ સુધારવાં ખુબ મહેનત કરી છે આ સેલેબ્સે

  ફ્રીડા પિન્ટો અને લૉગન માર્શલ ગ્રીનની ફિલ્મ ‘ઇન્ટ્રુઝન’ (Intrusion) પણ નેટફ્લિક્સ પર આવતી કાલે રિલીઝ થવાની છે. તો સુપરનેચરલ હોરર સિરીઝ ‘મિડનાઈટ માસ’ (Midnight Mass) પણ આ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે જેમાં કેટ સીગલ અને જૅક ગિલફોર્ડ મુખ્ય ભૂમિકામાં છે.

  આ પણ વાંચો, સારા અલી ખાને મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારાના દર્શન કર્યા, કહ્યું- ‘સર્વ ધર્મ સમભાવ’

  અન્ય લીડિંગ પ્લૅટફૉર્મ ઍમેઝોન પ્રાઈમ વિડીયો (Amazon Prime Video) પર 24 સપ્ટેમ્બરે ‘બર્ડ્ઝ ઑફ પૅરેડાઈઝ’ (Birds of Paradise) રિલીઝ થશે જેનું નિર્દેશન સારા અડીના સ્મિથે કર્યું છે. ‘બ્રાઈટ બર્નિંગ સ્ટાર્સ’ નામની નૉવેલ પર બેસ્ડ આ ફિલ્મમાં ડાયના સિસ્વર્સ, ક્રિસ્ટીન ફ્રૉસેથ અને જૅકલીન બિસેટ જેવા કલાકારો છે. આ ફિલ્મ કૅટ અને મેરીન નામના પાત્રોની ભાવનાત્મક રિલેશનશિપ અને જર્ની પર આધારિત છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Entertainment, Kota Factory season 2, Movies, Mumbai Diaries, Ott, Web Series

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन