Home /News /entertainment /

Sankranthi 2023: પ્રભાસ, રામ ચરણ અને જુનિયર NTRની આ ફિલ્મોની Box Office પર ટક્કર થશે?

Sankranthi 2023: પ્રભાસ, રામ ચરણ અને જુનિયર NTRની આ ફિલ્મોની Box Office પર ટક્કર થશે?

પ્રભાસ, રામચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ સંક્રીંતી 2023ની આસપાસ રિલીઝ થશે

Upcoming Movie : પ્રભાસ (Prabhas) ની આદિપુરૂષ (Adipurush), રામ ચરણ (ram charan) ની આરસી15 (RC15) અને જેઆર એનટીઆર (JR NTR) ની ફિલ્મ એમ આ ત્રણ મોટા સ્ટાર્સની ફિલ્મો આવતા વર્ષે મકરસંક્રાંતિ 2023 (Sankranti 2023) ની આસપાસ રિલીઝ થાય તેવી પૂરી શક્યતા છે.

વધુ જુઓ ...
    Upcoming Movie : દર વર્ષની જેમ સંક્રાંતિ 2023 (Sankranthi 2023) પર ટોલીવુડ (Tollywood) માં બોક્સ-ઓફિસ પર ફિલ્મોની ટક્કર જોવા મળશે. સંક્રાંતિ 2023ને લગભગ 10 મહિનાની વાર છે, પરંતુ નિર્માતાઓ તહેવારની સિઝનનો લાભ લેવા થવા માટે રિલીઝ ડેટ (Release date)ને લોક કરી રહ્યા છે. જેના પરિણામે ખ્યાતનામ સ્ટાર્સની ફિલ્મોની ટક્કર જોવા મળી શકે છે.

    સંક્રાંતિ 2023 (Sankranti 2023) પર રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મોની લિસ્ટમાં સૌથી પહેલા દેશના લોકપ્રિય સ્ટાર પ્રભાસ (Prabhas) ની આદિપુરુષ (Adipurush) છે. આ ફિલ્મની ટીમે જાહેરાત કરી છે કે, આ ફિલ્મ 12 જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થશે. બોલીવૂડના દિગ્દર્શક ઓમ રૂથની આ ફિલ્મનું બજેટ આશરે 300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. કાસ્ટ અને ક્રૂએ શૂટિંગ પૂરું કરી લીધું છે અને હાલ તેઓ પોસ્ટ પ્રોડક્શનના કામમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સની સિંઘ લક્ષ્મણાના, કૃતિ સેનોન સીતા માતા અને સૈફ અલી ખાન રાવણના પાત્રમાં જોવા મળશે.

    આ દરમિયાન પ્રભાસની આદિપુરુષને ટક્કર આપવા માટે વધુ બે ફિલ્મો રિલીઝ થવાની છે. રામ ચરણ (ram charan) અભિનિત અને શંકર દિગ્દર્શિત RC15 ની રિલીઝ ડેટ પણ સંક્રાંતિ 2023ની આસપાસ હોવાનું કહેવાય છે. દિલ રાજુ નિર્મિત આ ફિલ્મનું બજેટ 250 કરોડ રૂપિયા છે. તેમાં કિયારા અડવાણી હિરોઇન છે. જ્યારે એસ.થામન આ ફિલ્મમાં સંગીત આપી રહ્યા છે.

    બીજી તરફ જુનિયર NTR (JR NTR) અને કોરાટલા શિવાની આગામી ફિલ્મના નિર્માતાઓ પણ સંક્રાંતિ 2023ના શુભ મુહૂર્ત દરમિયાન તેમની ફિલ્મનું પ્રીમિયર કરવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ એપ્રિલમાં ફિલ્મનું નિયમિત શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મ રાજકીય ઘટનાઓ આસપાસ છે. જેમાં જુનિયર NTR વિદ્યાર્થી નેતા તરીકે જોવા મળશે.

    આ પણ વાંચોPrabhas ને કિસિંગ સીન કરવા અને શર્ટ ઉતારવામં આવે છે શરમ, કહ્યું- 'પણ હું...'

    આ ત્રણે ફિલ્મો ઓલ ઇન્ડિયા રિલીઝ થવાની છે. જેથી સંક્રાંતિ 2023માં જોરદાર ટક્કર જોવા મળી શકે છે. આદિપુરુષે શૂટિંગ પૂરું કરી લીધું હોવાથી એને મોકૂફ રાખવાની કોઇ યોજના નથી. આ ફિલ્મ સંક્રાંતિની આસપાસના થિયેટરોમાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જ્યારે રામ ચરણની RC15એ 50 ટકાથી વધુ શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. જેથી બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર જોવા મળી શકે છે. જો કે, જુનિયર NTRના પ્રોજેક્ટ વિશે કશું કહી શકાય તેમ નથી, કારણ કે તેણે હજુ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું નથી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Prabhas, Prabhas Films, Prabhas hindi Films, Prabhas Movies, South Cinema, South Cinema News, Upcoming Movies

    આગામી સમાચાર