આગામી વર્ષે પડદા પર રિલીઝ થશે કેટરીનાની આ ફિલ્મો, જાણો બજેટ અને રિલીઝ ડેટ
આગામી વર્ષે પડદા પર રિલીઝ થશે કેટરીનાની આ ફિલ્મો, જાણો બજેટ અને રિલીઝ ડેટ
કેટરીના કૈફની આગામી ફિલ્મો
કેટરીના (Katrina Kaif)એ તેનું કરિયર ખૂબ નાની ઉંમરે શરૂ કર્યુ હતું અને ટીનેજર તરીકે તેનો પહેલો મોડલિંગ (Modeling) અસાઇનમેન્ટ મેળવ્યો હતો. જે બાદ તેણે ક્યારેય પાછું વળીને ન જોયું અને બ્રિટનની ટોપ મોડેલ બની હતી
બોલીવૂડ અભિનેત્રી કેટરીના કૈફ (Katrina Kaif) તેના લગ્ન(Marriage)ને લઇને આજકાલ ખૂબ ચર્ચાઓમાં છે. અભિનેતા વિકી કૌશલ (Vicky Kaushal) સાથે તેણીએ રાજસ્થાનમાં શાહી લગ્ન સમારોહ યોજીને સાત ફેરા લીધા હતા. બંનેના લગ્ની તસવીરો પણ હાલ ઇન્ટરનેટમાં છવાયેલી છે. આ વચ્ચે તેના ફેન્સ કેટરીનાની આગામી ફિલ્મો(Upcoming Films) વિશે જાણવા આતુર છે. તે પહેલા આપણે તેના કરિયર(Film Career) પર એક નજર કરીએ.
કેટરીનાએ તેનું કરિયર ખૂબ નાની ઉંમરે શરૂ કર્યુ હતું અને ટીનેજર તરીકે તેનો પહેલો મોડલિંગ (Modeling) અસાઇનમેન્ટ મેળવ્યો હતો. જે બાદ તેણે ક્યારેય પાછું વળીને ન જોયું અને બ્રિટનની ટોપ મોડેલ બની હતી. ત્યાર બાદ બોલીવૂડમાં પોતાની કિસ્મત અજમાવવા તે ભારત આવી અને ફિલ્મ મેકર કૈઝાદ ગુસ્તાદે એક ફેશન ઇવેન્ટમાં કેટરીનાને જોઇ અને પોતાની ફિલ્મ બૂમ (2003)માં તેને કાસ્ટ કરી હતી. જોકે, આ ફિલ્મે પડદા પર કંઇ ખાસ દેખાવ કર્યો નહીં.
ત્યાર બાદ કેટરીનાના જીવનનો સૌથી મોટો વળાંક આવ્યો હતો. સલમાન ખાને તેને પોતાની ફિલ્મ મેને પ્યાર ક્યું કિયા (2005)માં કાસ્ટ કરી અને ફિલ્મ હીટ રહી. આ ફિલ્મની સફળતા બાદ કેટરીનાને અનેક નવા પ્રોજેક્ટ મળવા લાગ્યા. કેટરીનાએ તેના કરીયરમાં અમુક બ્લોકબસ્ટર ફિલ્મ્સ જેવી કે, નમસ્તે લંડન(2007), વેલકમ(2007), સિંઘ ઇઝ કિંગ(2008), અજબ પ્રેમ કી ગજબ કહાની (2009), રાજનીતિ(2010) અને ઝીંદગી ના મિલેગી દોબારા (2011), ટાઇગર ઝીંદા હે (2017) અને ભારત (2019)માં કામ કર્યુ છે.
કેટરીનાની આવનારી નવી ફિલ્મો
હાલમાં કેટરીના કૈફ અને અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી આવી રીલીઝ થઇ છે, જેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.
ફોન ભૂત
આ ફિલ્મમાં અભિનેત્રી કેટરીના કૈફ સાથે ઇશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી જોવા મળશે. જે 15 જુલાઇ, 2022માં રીલીઝ થશે.
જી લે જરા
ફરહાન અખ્તરની ફિલ્મ દિલ ચાહતા હેના હાલમાં જ 20 વર્ષ પૂર્ણ થયા છે અને આજે પણ આ ફિલ્મ દર્શકોને રોમાંચિત કરે છે. ફરહાને આ અવસરે એક રોડ ટ્રિપ ડ્રામાની જાહેરાત કરી છે, જેમાં કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા લીડ રોલમાં હશે. આ ફિલ્મ પણ વર્ષ 2022માં રીલીઝ થશે.
ટાઇગર 3
ટાઇગર સીરીઝના ત્રીજા ભાગ સાથે સલમાન ખાન અને કેટરીના કૈફ ફરી એકવાર પડદા પર દેખાશે. તેમણે ફિલ્મનું પહેલું શિડ્યુલ રશિયમાં શરૂ કર્યુ છે અને ઇમરાન હાશ્મી પણ ફિલ્મમાં મહત્વનો રોલ નિભાવશે.
આદિત્ય ધારની ફિલ્મ
કરણ જોહર અને સલમાન ખાન એક ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે, જેમાં ખેલાડી અક્ષય કુમારની સાથે કેટરીના કૈફ લીડ રોલમાં જોવા મળશે. જોકે, હાલ આ અફવાઓનું કોઇ ખંડન કરાયું નથી.
રાજનીતિ 2
પ્રકાશ ઝા રાજનીતિ 2 સાથે વધુ એક રાજનૈતિક ડ્રામા લાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મ 2010માં આવેલી રાજનીતિ ફિલ્મની સિક્વલ હશે, જેમાં કેટરીના કેફ અને રણબીર કપૂર નજરે પડ્યા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર