Home /News /entertainment /

Upcoming Films : 2022માં લાલ સિંહ ચઢ્ઢાથી લઈ આદિપુરુષ અને રક્ષાબંધન જેવી ફિલ્મોની થશે Box office પર ટક્કર

Upcoming Films : 2022માં લાલ સિંહ ચઢ્ઢાથી લઈ આદિપુરુષ અને રક્ષાબંધન જેવી ફિલ્મોની થશે Box office પર ટક્કર

અપકમિંગ ફિલ્મ

Upcoming Films : નિર્માતાઓ તેમના પ્રોજેક્ટ્સની તારીખો નક્કી કરવા માટે ઉતાવળમાં છે. તેથી બોક્સ ઓફીસ (Box Office)  પર મોટી ફિલ્મોની ટક્કર થઈ શકે છે. આજે અહીં એવી પાંચ ટક્કર અંગે જાણકારી આપવામાં આવી

    કોરોના મહામારી (Coronavirus) ના કારણે ફિલ્મ ઉદ્યોગ (Film industry)ને પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. અનેક પ્રોજેકટ અધૂરા છે. જે પ્રોજેકટ પુરા થઈ ગયા હોય તેને રિલીઝ (Movie release) કરવામાં મુશ્કેલી પડી રહી છે. થિયેટરો મહિનાઓથી બંધ હતા. જેથી ઘણી ફિલ્મોને OTT પ્લેટફોર્મ (OTT Platform) પર રિલીઝ કરવાની ફરજ પડી હતી. જોકે, હવે ફરી એકવાર પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને સિનેમા હોલને 50 ટકા ઓક્યુપન્સી સાથે ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં નાની મોટી અનેક ફિલ્મો (Upcoming Movie) નું રિલીઝ કરવાની ઉતાવળ થઈ રહી છે. નિર્માતાઓ તેમના પ્રોજેક્ટ્સની તારીખો નક્કી કરવા માટે ઉતાવળમાં છે. તેથી બોક્સ ઓફીસ (Box Office)  પર મોટી ફિલ્મોની ટક્કર થઈ શકે છે. આજે અહીં એવી પાંચ ટક્કર અંગે જાણકારી આપવામાં આવી છે.

    બચ્ચન પાંડે અને શમશેરા વચ્ચે ટક્કર

    બોક્સ ઓફિસ પર અક્ષય કુમાર અને રણબીર કપૂરની ટક્કર રાહ જોવા લાયક રહેશે. બચ્ચન પાંડે અને શમશેરા 18 માર્ચે સ્ક્રીન પર એકબીજા સાથે શિંગડા ભરાવતા જોવા મળશે. અક્ષયની બચ્ચન પાંડે તમિલ ફિલ્મ જિગરઠંડાની રિમેક છે, એમાં કૃતિ સેનન અને જેક્લીન ફર્નાન્ડીઝ મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે શમશેરાનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સ કરી રહી છે. તેમાં રણબીર, સંજય દત્ત અને વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

    લાલ સિંહ ચઢ્ઢા અને KFG વચ્ચે ટક્કર

    આમિર ખાન અને કરીના કપૂર ખાન અભિનીત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા 2022ની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક છે. તે લાંબા સમયથી સમાચારોમાં છે અને ચાહકો આ ફિલ્મના જાદુને જોવા માટે રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ હોલિવૂડની ક્લાસિક ફોરેસ્ટ ગમ્પની ઓફિશિયલ રિમેક છે અને 14મી એપ્રિલે રિલીઝ થવાની છે. જોકે ત્યારે જ યશની મચ અવેઇટેડ KGF ચેપ્ટર 2 સાથે બોક્સ ઓફિસ પણ રિલીઝ થશે. આ ફિલ્મનો પહેલો ભાગ KGF ચેપ્ટર 1 બ્લોકબસ્ટર હિટ રહ્યો હતો. યશની સાથે KGF ચેપ્ટર 2માં સંજય દત્ત અને રવીના ટંડન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

    રનવે 34 અને હીરોપંતી 2 વચ્ચે ટક્કર 

    ડ્રામા થ્રિલર પ્લોટ સાથેની રનવે 34 સત્ય ઘટનાઓથી પ્રેરિત ફિલ્મ છે. આ ફિલ્મમાં અજય દેવગણ, અમિતાભ બચ્ચન, રકુલ પ્રીત સિંહ, બોમન ઇરાની, કેરી મિનાટી, આકાંક્ષા સિંહ જેવી દમદાર સ્ટારકાસ્ટ છે. આ ફિલ્મ 29 એપ્રિલે રિલીઝ થશે અને ટાઇગર શ્રોફની હીરોપંતી 2 સાથે બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર જોવા મળશે. હીરોપંતી 2 ફિલ્મ ટાઇગર અને કૃતિની ડેબ્યૂ ફિલ્મની સિક્વલ હોવાનું કહેવાય છે, પરંતુ હીરોપંતી 2માં તારા સુતરિયા લીડિંગ લેડી હશે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પણ છે.

    આદિપુરુષ અને રક્ષાબંધનની ટક્કર 

    અતરંગી રે પછી અક્ષય ફરી એકવાર રક્ષાબંધન માટે આનંદ એલ રાય સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 11 ઓગસ્ટના થિયેટરમાં રિલીઝ થશે અને ઓમ રાઉતની આદિપુરુષ સાથે શિંગડા ભરાવશે. આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ, અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. બાહુબલી 1 અને 2 બાદ પ્રભાસે ઉત્તરી ભારતમાં પણ જોરદાર ફેન ફોલોઇંગ મેળવ્યું છે.

    ગણપત: પાર્ટ 1 અને મેરી ક્રિસમસની ટક્કર

    ગણપત: પાર્ટ 1માં ટાઇગર અને કૃતિ સેનન જોવા મળશે. ક્રિસમસ પહેલા આ જોડી તેમના ચાહકોને આ ફિલ્મ આપવાની તૈયારીમાં છે. ત્યારે 23 ડિસેમ્બરે તેમને કેટરિના કૈફ અભિનીત મેરી ક્રિસમસ સાથે હરીફાઈનો સામનો કરવો પડશે. શ્રીરામ રાઘવનની આ ફિલ્મમાં વિજય સેતુપતિ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Upcoming Movies

    આગામી સમાચાર