Home /News /entertainment /Unseen Video: સુશાંત અને રિયાનો 'રોલ્ડ સિગારેટ'નાં કશ લેતો વીડિયો થયો વાયરલ
Unseen Video: સુશાંત અને રિયાનો 'રોલ્ડ સિગારેટ'નાં કશ લેતો વીડિયો થયો વાયરલ
રોલ્ડ સિગારેટ પીતો રિયાનો વીડિયો વાયરલ
સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સુશાંત ભક્તિ ગિત ગાય છે. અને તેનાં ખાસ મિત્રોની વચ્ચે બેઠેલો છે. રિયા પણ ત્યાં હાજર છે. બંને એક જ સિગારેટમાંથી કશ લેતા નજર આવે છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત અને તેની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનો એક વીડિયો હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સુશાંત તેનાં ખાસ મિત્રોની સાથે રોલ્ડ સિગારેટ પીતો નજર આવે છે. આ વીડિયોમાં સુશાંત તેનાં ખુબજ નજીકનાં મિત્રોની સાથે તેનાં ઘરે જ છે. તે એક ભક્તિ ગીત ગાઇ રહ્યો છએ. આ ગીત ગાતા ગાતા તે સિગારેટનાં કશ લે છે જ્યારે રિયા વીડિયોમાં સિગરેટનાં કશ લેતી નજર આવે છે.
આ વીડિયોની વધુ તપાસ કરતાં માલૂમ પડ્યું કે, આ ગ્રુપમાંથી બેઠેલો એક વ્યક્તિ સુશાંતને પુછે છે, 'શું આ ચરસ છે?' જેનાં જવાબમાં સુશાંત કહે છે આ VFX છે. આપને જણાવી દઇએ કે, VFX ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાપરવામાં આવતી એક ઇફેક્ટ છે જેની મદદથી તમે કંઇપણ વસ્તુને સ્પેશલ ઇફેક્ટ આપી શકો છો. રિયા ત્યારે બોલે છે કે આ રોલ્ડ સિગારેટ છે.
જે આ વીડિયો બનાવી રહ્યો હતો તે વ્યક્તિ બોલે છે, આ તો હર્બલ સ્ટિક છે. જે બાદ સુશાંત ફરી મસ્તીનાં મૂડમાં બોલે છે આ તો VFX છે. રિયા બોલે છે.. 'આઇ લવ યુ'. જેનાં જવાબમાં સુશાંત કહે છે. 'આઇ હોપ સો'
આ વીડિયો ઝી ન્યૂઝ દ્વારા શેર કર કરવાંમાં આવ્યો છે. ઇન્ડિયા.કોમનાં રિપોર્ટ મુજબ, સુશાંત એક ભક્તિ ગીત ગાઇ રહ્યો છે. અને તે નશામાં છે. આ વીડિયોમાં તેનો ફ્લેટમેટ સેમ્યુઅલ પણ છે. જે ગીટાર વગાડી રહ્યો છે. સિદ્ધાર્થ પિઠાની પણ છે. જે ઇન્સ્ટ્રૂમેન્ટ વગાડી રહ્યો છે.
14 જૂન 2020નાં મળી સુશાંતની લાશ આપને જણવી દઇએ કે, 14 જૂન 2020નાં સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેનાં મુંબઇ સ્થિત ઘરેથી મળી આવ્યો હતો. જે બાદ તેની તપાસ મુંબઇ પોલીસ કરી હતી. અને બાદમાં આ કેસ CBIનાં હાથમાં ગયો હતો. જેમાં પૈસા અંગેની વાત સામે આવતા આ કેસ EDનાં હાથમાં ગયો જેમાં ડ્રગ્સ એંગલ ખુલતા આ કેસની તપાસ NCB કરી રહી છે.
11 સપ્ટેમ્બરનાં રિયાની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી આ મામલે રિયા ચક્રવર્તી તેનાં ભાઇ શોવિક ચક્રવર્તી અને અન્ય ચાર લોકોની ધરપકડ થઇ ગઇ છે. તમામ વિરુદ્ધ ડ્રગ્સ લેવાનો, વેંચવાનો અને ખરિદવાનો આરોપ છે. આ મામલે તમામે જામીન અરજી દાખલ કરી હતી જોકે, સેશન્સ કોર્ટ દ્વારા તે રિજેક્ટ કરવામાં આવી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર