Video: સની લિયોનનું કામ જોઇ તેનાં ટેલેન્ટ પર ફિદા થઇ જશો તમે

વીરમાદેવી'નાં મેકર્સે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યુ હતું. પોસ્ટરમાં સની ઘોડા પર બેઠેલી એક યોદ્ધાનાં રોલમાં નજર આવે છે

વીરમાદેવી'નાં મેકર્સે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યુ હતું. પોસ્ટરમાં સની ઘોડા પર બેઠેલી એક યોદ્ધાનાં રોલમાં નજર આવે છે

  • Share this:
    મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન હાલમાં તેની ફિલ્મ વીરમાદેવીની તૈયારીઓમાં લાગેલી છે. પહેલી વખત તમીલ ફિલ્મમાં કામ કરનારી સની આ ફિલ્મને લઇને ઘણી જ એક્સાઇટેડ છે અને તેનાં માટે તનતોડ મહેનત કરી રહી છે. તેની આ તૈયારીઓ ટૂંક સમયમાં સ્ક્રિન પર નજર આવશે. હાલમાં સોશિયલ મીડિયા પર તેની એક ઝલક ચાહકોને ખુબ પસંદ આવશે. સની લિયોને તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે આ વીડિયોમાં સની ઘુડસવારી કરતી નજર આવે છે.

    તેની ઘુડસવારીનો અંદાજ જોઇને તમે સમજી જશો કે તેણે આ તમામ શીખવામાં કેટલી મહેનત કરી હશે. ઘોડો દોડાવવાની સાથે ધોડો રોકવામાં પણ સનીનો અંદાજ કામલનો છે. આપને જાણીને વિશ્વાસ નહીં થાય કે સનીએ આ હુનર લોસ એન્જેલસમાં શીખ્યુ છે. તે બાદ તેણે ભારતમાં પણ તેના ક્લાસિસ લીધા. આ તમામ તે એટલે કરી રહી છે જેથી તે ઘુડસવારીનાં સ્ટંટ જાતે ફિલ્મમાં નીભાવે.

    આપને જણાવી દઇએ કે થોડા દિવસ પહેલાં જ 'વીરમાદેવી'નાં મેકર્સે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યુ હતું. પોસ્ટરમાં સની ઘોડા પર બેઠેલી એક યોદ્ધાનાં રોલમાં નજર આવે છે. બોલ્ડ રોલ્સ અને આઇટમ નંબર્સ બાદ હવે સની એક અલગજ અવતારમાં નજર આવશે.




    Published by:Margi Pandya
    First published: