એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડને પારિવારિક અને પરંપરાગત ફિલ્મો આપનાર ફિલ્મમેકર સૂરજ બડજાત્યા આજે પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સૂરજ બડજાત્યા એ ડિરેક્ટર છે, જેમણે પ્રેક્ષકોને પ્રેમથી પરિચય કરાવ્યો. પ્રેમના પાત્રથી સલમાન ખાનને ઘરે-ઘરે પ્રખ્યાત બનાવવાનો શ્રેય સૂરજ બડજાત્યાને જાય છે. 22 ફેબ્રુઆરી 1964ના રોજ જન્મેલા સૂરજ બડજાત્યાએ 1989માં ફિલ્મ 'મૈં પ્યાર કિયા'ના નિર્દેશનથી તેની ફિલ્મી કારકીર્દિની શરૂઆત કરી હતી. આ ફિલ્મે અભિનેતા સલમાન ખાનને સુપરસ્ટાર બનાવ્યો હતો.
સૂરજ બડજાત્યાનો પરિવાર લાંબા સમયથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. સૂરજ બડજાત્યાએ સહ-દિગ્દર્શક તરીકે બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. મૈંને પ્યાર કિયા કફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરનાર સૂરજની પ્રથમ ફિલ્મ જ વર્ષની સૌથી મોટી હિટ સાબિત થઈ. આ ફિલ્મ પછી સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ ક્યારેય પાછળ જોયું નહીં.
આ પછી ફરી એકવાર સલમાન ખાન અને સૂરજ બડજાત્યાની જોડીએ ફિલ્મ 'હમ આપકે હૈ કૌન'માં કામ કર્યું. ફિલ્મ 'નાદિયા કે પાર'ની રીમેક 'હમ આપકે હૈ કૌન'માં 14 ગીતો હતાં. આ ફિલ્મમાં પણ સલમાન ખાનનું નામ પ્રેમ હતું. આ ફિલ્મ જોયા પછી દેશમાં લગ્નની ઉજવણી કરવાની રીત બદલાઈ ગઈ હતી.
ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' પછી સૂરજ બડજાત્યાએ 'હમ આપકે હૈ કૌન', 'હમ સાથ સાથ હૈ', 'વિવાહ' અને 'પ્રેમ રતન ધન પાયો' સહિતની ઘણી ફિલ્મ્સનું નિર્દેશન કર્યું છે. તેમની 32 વર્ષની કારકિર્દીમાં સૂરજ બડજાત્યાએ કુલ સાત ફિલ્મ્સનું નિર્માણ અને નિર્દેશન કર્યું. સલમાન ખાનને સ્ટાર બનાવવાનો શ્રેય પણ સૂરજ બડજાત્યાને જાય છે. અત્યાર સુધીમાં સલમાન ખાને તેમની જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું, તેમાં ઘણું નામ કમાયું છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર