એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આજે બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચનનો 45 મો જન્મદિવસ છે. અભિષેકનો જન્મ 5 ફેબ્રુઆરી, 1976ના રોજ થયો હતો. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અભિષેક બચ્ચનની ફિલ્મ 'લુડો' રિલીઝ થઈ હતી. આ ઉપરાંત તેણે વેબ સિરીઝ 'બ્રીધ' ની બીજી સીઝનમાં પણ કામ કર્યું હતું, જેમાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. વર્ષ 2020માં અભિષેક કોરોના સામે લડ્યા બાદ પરત આવ્યો. અભિષેકના જન્મદિવસ પર અહીં જાણીએ તેના જીવનની કેટલીક રમુજી વાતો...
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જન્મ પ્રમાણપત્ર પર જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચનનું નામ અભિષેક નહીં પણ 'બાબા બચ્ચન' છે. આ વાત બહુ ઓછા લોકો જાણે છે. આજે પ્રિયંકા ચોપડા ને આખું બોલીવુડ 'પિગી ચોપ્સ'ના નામે જાણે છે. પ્રિયંકાને આ નામ અભિષેકે જ આપ્યું હતું. અભિષેક વિશે બીજી એક રસપ્રદ વાત એ છે કે તે પ્લેબેક સિંગર પણ છે. તેણે 2005માં રિલીઝ થયેલ ફિલ્મ 'બ્લફમાસ્ટર'માં એક ગીત પણ ગાયું હતું. આ સિવાય તેણે ઘણી રેપ પણ ગાઇ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક ફિલ્મોમાં આવતા પહેલાં LIC એજન્ટ હતો, પરંતુ બાદમાં તેણે પોતાના પિતાની જેમ બોલીવુડમાં પ્રવેશ કર્યો. અમિતાભ બચ્ચનના 'ડોન' ફિલ્મના આઇકનિક ગીત 'ખૈકે પાન બનારસ વાલા' ના ડાન્સ સ્ટેપ્સ અભિષેકના નાનપણથી લેવામાં આવ્યા હતા. અભિષેક રમત-ગમતમાં ડાન્સ કરતા હતા.
અભિષેક- ઐશ્વર્યા બોલિવૂડની સૌથી ચર્ચિત જોડીમાંની એક છે. બહુ ઓછા લોકો જાણે છે કે, અભિષેકે ઐશ્વર્યાને કેવી રીતે પ્રપોઝ કરી હતી. ઉલ્લેખનીય છે કે, તેણે ફિલ્મ ગુરુના સેટ પર ઉપયોગમાં લેવાયેલી રિંગ આપીને એશને પ્રપોઝ કર્યું હતું.
તમને જણાવી દઇએ કે અભિષેક બચ્ચને પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2000માં ફિલ્મ રેફ્યુજીથી કરી હતી, જેમાં કરીના કપૂરે પણ તેના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નહીં, પરંતુ તે વર્ષની 5મી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. 2010થી અભિષેકની ફિલ્મો ફ્લોપ થવા લાગી હતી. જે બાદ વર્ષ 2018માં 'મનમર્જીયાં' થી કમબેક કર્યું. જે બાદ, તેણે ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું અને વેબ સિરીઝ 'બ્રીધ: ઈન્ટુ ધ શેડોઝ' માં તેને ખૂબ પસંદ કરવામાં આવી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર