Undekhi 2 Review: બીજી સીઝનમાં રોમાંચ જાળવી રાખવામાં અનદેખી 2 અસફળ રહી
Undekhi 2 Review: બીજી સીઝનમાં રોમાંચ જાળવી રાખવામાં અનદેખી 2 અસફળ રહી
અનદેખી 2 રિવ્યૂ
Undekhi 2 Review : વેબ સીરિઝની પહેલી સીઝનમાં અટવાલ પરિવારનો મોભી શરાબના નશામાં ડુબેલો રહે છે, તેનુ પાત્ર હર્ષ છાયાએ ભજવ્યું હતું. DCP ઘોષનું પાત્ર દિવ્યેન્દુ મુખર્જીએ ભજવ્યું હતું. આ વેબ સીરિઝની બીજી સીઝન રિલીઝ કરવામાં આવી છે. બીજી સીરિઝમાં ખૂબ જ વધુ પાત્ર ભરી દેવામાં આવ્યા છે અને સ્ટોરીને ખૂબ જ ખેંચવામાં આવી છે. જેના કારણે વેબ સીરિઝને જોતા જોતા કોઈપણ વ્યક્તિ બોર થઈ શકે છે
Undekhi 2 Review: વર્ષ 2020માં સોની લીવે ‘અનદેખી’ નામની વેબ સીરિઝ રિલીઝ કરી હતી. આ વેબ સીરિઝ મોહિંદરપાલ સિંહની કહાની પર આધારિત હતી. આ વેબ સીરિઝને ખૂબ જ ઓછા દર્શકો મળ્યા હતા. સોની લીવ પર અન્ય વેબ સીરિઝ રિલીઝ થતા અનેક લોકોએ આ વેબ સીરિઝ જોઈ હતી. આ કહાનીમાં મનાલીનો એક માફિયા પરિવાર દીકરીના લગ્નમાં શરાબ પીને ડાન્સ કરે છે અને ડાન્સ કરનાર છોકરીને ગોળી મારી દે છે.
આખો પરિવાર તેમના આ અપરાધને છુપાવાની કોશિશ કરે છે. સ્થાનિક પોલીસ સાથે વાતચીત કરતા આ મામલો ઠંડો પડવાની તૈયારીમાં જ હતો. તે પરિવારની નવી પુત્રવધુ અને લગ્નની વિડીયોગ્રાફી કરનાર ટીમના કારણે મામલો ફરી ગરમ થઈ જાય છે. બંગાળમાંથી DCP ને મોકલવામાં આવે છે અને બંને તરફથી શક્તિ પ્રદર્શન કરવામાં આવે છે. કોઈપણ પ્રકારે ગુનો સાબિત કરવામાં આવતો નથી. વેબ સીરિઝની પહેલી સીઝનમાં અટવાલ પરિવારનો મોભી શરાબના નશામાં ડુબેલો રહે છે, તેનુ પાત્ર હર્ષ છાયાએ ભજવ્યું હતું. DCP ઘોષનું પાત્ર દિવ્યેન્દુ મુખર્જીએ ભજવ્યું હતું.
બંને અભિનેતાઓએ ખૂબ જ શાનદાર અભિનય કર્યો હતો. આ વેબ સીરિઝની બીજી સીઝન રિલીઝ કરવામાં આવી છે. બીજી સીરિઝમાં ખૂબ જ વધુ પાત્ર ભરી દેવામાં આવ્યા છે અને સ્ટોરીને ખૂબ જ ખેંચવામાં આવી છે. જેના કારણે વેબ સીરિઝને જોતા જોતા કોઈપણ વ્યક્તિ બોર થઈ શકે છે.
અનદેખીની પહેલી સીઝનમાં અટવાલ પરિવારના શાનદાર શક્તિ પ્રદર્શનને કારણે દર્શકોને આ વેબ સીરિઝ ખૂબ જ પસંદ આવી હતી. બીજી સીઝનમાં અટવાલ પરિવારની લડાઈ દર્શાવવામાં આવે છે. મનાલીમાં ઈઝરાયલની દવા કંપનીની આડમાં ડ્રગ્સનો બિઝનેસ કરવામાં આવતો હતો. આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ સુધી પહોંચી ગયો.
પહેલી સીઝનમાં હર્ષ છાયાનો અભિનય તમામ કલાકારો પર ભારે પડ્યો હતો. દિવ્યેન્દુએ પણ ખૂબ જ શાનદાર એક્ટીંગ કરી છે. બીજી સીઝનમાં હર્ષ છાયાના પાત્રનો કોઈ કેરેક્ટર ગ્રાફ નહોતો. હર્ષ છાયા તમામ એપિસોડમાં શરાબ પીતા, ગાળો આપતા અને પરિવારના તમામ સભ્યોનું અપમાન કરતા જોવા મળ્યા છે. બીજી સીઝનમાં દિવ્યેન્દુએ પણ એક સાધારણ પોલીસની જેમ તપાસ કરી છે. અનદેખી-2 માં રિંકૂ અટવાલ (સૂર્યા શર્મા) એ ખૂબ જ પ્રભાવશાળી પાત્ર ભજવ્યું છે.
સૂર્યાની પર્સનાલિટી ખૂબ જ જબરદસ્ત છે, જેના કારણે તેઓ કોઈ શહેરના ઉત્તરાધિકારી જેવા લાગે છે. તેઓ કોઈનાથી ડરતા નથી અને હિંસા તેમના વ્યવહારમાં વણાયેલી છે. તેઓ પોતાના પરિવારની શક્તિથી ખૂબ જ સારી રીતે પરિચિત છે. સૂર્યાની એક્ટીંગ જોઈને તેમને ભવિષ્યમાં નેગેટીવ રોલ મળી શકે છે. લકી (વરુણ ભગત), તેજી ગ્રેવાલ (આંચલ સિંહ) અને સમર્થ (નંદિશ સિંહ સિંધુ) એ આ વેબ સીરિઝમાં ખૂબ જ શાનદાર અભિનય કર્યો છે. કેટલાક અભિનેતાઓએ આ વેબ સીરિઝમાં ઓવર એક્ટિંગ કરીને સીઝનનો સત્યાનાશ કરી દીધો છે.
દર્શકો આ વેબ સીરિઝમાં દિવ્યેન્દુ અને હર્ષ વચ્ચેની શાનદાર લડાઈની રાહ જોતા હતા. અનદેખી-2માં ક્લાઈમેક્સ એટલી હદે ફિલ્મી હતું કે, એક્શન પણ નકલી લાગવા લાગી હતી. વેબ સીરિઝમાં નાના નાના પાત્રને પણ મહત્વ આપી શકાય છે. તમામ પાત્રોને મહત્વ આપવાને કારણે કહાનીના હાર્દને પ્રાથમિકતા આપી શકાતી નથી.
દમન અટવાલ (અંકુર રાઠી) અને તેજી ગ્રેવાલના લગ્ન થયા બાદ બંને પાત્રોમાં ખૂબ જ અજીબ અજીબ ફેરફાર આવે છે. પહેલી સીઝનમાં તેજીને પોતાના સાસરિયાપક્ષની આપરાધિક ગતિવિધિઓ અયોગ્ય લાગે છે અને દિવ્યેન્દુને સાથ આપે છે. બીજી સીઝનમાં તેજી ખોટી રીતે અટવાલ પરિવારના મોભીનો હોદ્દો પ્રાપ્ત કરવા માટેના પ્રયાસ કરે છે.
કોઈપણ પાત્રમાં આટલી હદે ફેરફાર આવવા લાગે તે ખૂબ જ અજીબ લાગે છે. કોયલ (અપેક્ષા પોરવાલ) નો ટ્રેક સારો થઈ શકતો હતો. પરંતુ કોયલનું પાત્ર બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રીમાં મેયાંગ ચાંગ સાતે ખૂબ જ અજીબોગરીબ લાગે છે. આદિવાસી નર્તકીથી એક ઘાતકી હત્યારી બનવાની સફર અટપટી હતી. લકી અને ટિમ્માનું પાત્ર વેબ સીરિઝમાં શા માટે રાખવામાં આવ્યું છે તે ખ્યાલ આવતો નથી. બીજી સીઝનમાં અનેક એવા પાત્ર છે જેમનું કોઈ મહત્વ નથી. માત્ર 10 એપિસોડ કરવા માટે નકામા પાત્રને વેબ સીરિઝમાં નાખવામાં આવ્યા છે.
એમેઝોન પ્રાઈમના પ્રસિદ્ધ ક્રિકેટ શો ઈનસાઈડ એજની લેખન મંડલીમાં શામેલ અમેય સારડા અને ઓલ્ટ બાલાજી શો અપહરણની લેખિકા અનાહતા મેનને આ સીઝનની વાર્તા લખી છે. અનાહતા સાથે દીપક સહગલે આ વેબ સીરિઝનો સ્ક્રીનપ્લે લખ્યો છે. સુમિત બિશ્નોઈએ આ વેબ સીરિઝના ડાયલોગ લખ્યા છે.
આ વેબ સીરિઝમાં મર્જી પગડીવાલાએ સિનેમેટોગ્રાફી કરી છે જે ખૂબ જ સારી છે. સુધીર અચારી અને સૌરભ પ્રભુદેસાઈએ આ વેબસીરિઝનું એડિટિંગ કર્યું છે. અનદેખી 2 જોવાથી તમે બોર થઈ જશો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર