Home /News /entertainment /Kaun Banega Crorepati 13: ભારતીય ઈતિહાસના પ્રશ્નએ પ્રાંશુ ત્રિપાઠીને કરોડપતિ બનતા અટકાવ્યો

Kaun Banega Crorepati 13: ભારતીય ઈતિહાસના પ્રશ્નએ પ્રાંશુ ત્રિપાઠીને કરોડપતિ બનતા અટકાવ્યો

પ્રાંશુ ત્રિપાઠીને અમિતાભ બચ્ચન દ્વારા ગીફ્ટ આપવામાં આવી હતી.

કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) આજે ઘર-ઘરમાં ખુબ પ્રસિદ્ધ થઇ ચૂક્યું છે. આ શોમાં આવ્યા પછી ઘણા લોકોના સપના પુરા થયા છે. આ શોમાં મિડલક્લાસ ફેમિલીમાંથી આવતા ઘણા લોકો કરોડપતિ પણ બની ચુક્યા છે.

નવી દિલ્હી:  કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) આજે ઘર-ઘરમાં ખુબ પ્રસિદ્ધ થઇ ચૂક્યું છે. આ શોમાં આવ્યા પછી ઘણા લોકોના સપના પુરા થયા છે. આ શોમાં મિડલક્લાસ ફેમિલીમાંથી આવતા ઘણા લોકો કરોડપતિ પણ બની ચુક્યા છે. ત્યારે કૌન બનેગા કરોડપતિના નવા એપિસોડમાં રોલઓવર સ્પર્ધક મધ્ય પ્રદેશના પ્રાંશુ ત્રિપાઠી (Pranshu Tripathi) જોવા મળે છે. જે એક શિક્ષક છે. જયારે એપિસોડ દરમિયાન અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) તેમને પૂછે છે કે, તેઓ સ્કૂલમાં ભણાવવા સિવાય બીજું શું કરે છે. ત્યારે પ્રાંશુ તેમને જવાબ આપતા કહે છે કે, તેને ક્રિકેટ રમવું ખુબ જ ગમે છે અને તે ક્રિકેટ રમ્યા વગર એક પણ દિવસ રહી નથી શકતા.

પ્રાંશુએ બધાનું ધ્યાન અમિતાબ બચ્ચનના શૂટ તરફ આકર્ષિત ત્યારે કર્યું જયારે તેને કહ્યું કે તે પણ બંધ ગળાના શૂટ પહેરવાનું પસંદ કરે છે. જયારે અમિતાબ બચ્ચન અને પ્રાંશુની વાત ચાલી રહી હતી તે દરમિયાન પ્રાંશુએ એવી વાત કરી દીધી કે બધા આશ્ચર્યચકિત થઇ ગયા. તેણે કહ્યું કે અમિતાભ બચ્ચનના શૂટનું ચોરસ પોકેટ ખુબ બેકાર છે.

ત્યારબાદ શોને આગળ વધારતા હોસ્ટ અમિતાભ બચ્ચને ત્રીજો પ્રશ્ન કમ્પ્યુટર સ્ક્રીન પર મુક્યો. પ્રાંશુએ ત્રીજો પ્રશ્નનો સાચો ઉત્તર આપ્યો અને તે ચોથા પ્રશ્ન પર પહોંચ્યા. તેમનો પ્રશ્ન હતો કે "અંશુમન નામનો અર્થ શું છે?" અને તેનો સાચો જવાબ "સૂર્ય" હતો. પરંતુ તેઓ આ પ્રશ્નના ઉત્તરમાં થોડા મુંજવાયેલા હોવાથી પહેલી લાઈફ લાઈન ઓડિયન્સ પોલનો ઉપયોગ કર્યો હતો.

આ દરમિયાન તેમની લાઈફ પર એક વિડીયો બતાવ્યો હતો, જેમાં તેમનો ક્રિકેટ પ્રતિનો લગાવ જોવા મળે છે. જેમાં એ પણ જોવા મળી રહ્યું છે કે તેમના મિત્રોએ તેમને સિક્સર કિંગનું ઉપનામ આપ્યું છે. આ વિડીયો જોયા પછી અમિતાભ બચ્ચન પ્રાંશુને પૂછ્યું છે કે, તમે ક્રિકેટ ફિલ્ડમાં આગળ વધવાનો પ્રયત્ન કેમ નથી કરતા. ઉપરાંત બીગ બીએ તેમના વધુ વખાણ કરતા જણાવ્યું કે તેમની સાઈડ પ્રોફાઈલ મહેન્દ્ર સિંહ ધોની જેવી છે.

ત્યાર બાદ પ્રાંશુને 40,000 રૂપિયા માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે "આંખના રંગીન ભાગને શું કહેવામાં આવે છે?" ત્યારે તેણે ફરી એક લાઈફ લાઈન ફ્લિપ ધ ક્વેશ્ચન પસંદ કરીને રાજનીતિ વિષયને પસંદ કર્યો. જેમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે "આમાંથી કોણ ભોપાલની લોકસભાના સદસ્ય રહ્યા છે અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પણ?" પ્રાંશુએ આ પ્રશ્નો તેનો સાચો ઉત્તર "ઉમા ભારતી" આપ્યો.

શો આગળ વધ્યો તેમ-તેમ પ્રાંશુ ખુબ જ શાનદાર પ્રદર્શન કરતો રહ્યો. પ્રાંશુ 6,40,000 રૂપિયાના પ્રશ્નનો સાચો જવાબ આપી આગળ વધ્યા. એટલું જ નહીં અમિતાભ બચ્ચનને પ્રાંશુને તેમના ફેવરેટ ક્રિકેટર રોહિત શર્મા સાથે વિડીયો કોલ દ્વારા વાત કરાવી. ક્રિકેટર રોહિત શર્માને જોઈ પ્રાંશુ ભાવુક થઈ ગયા. જયારે પ્રાંશુને રોહિત શર્મા સાથે વાત કરવા કહ્યું ત્યારે તેમને કહ્યું કે " ભગવાન સાથે કોઈ કેવી રીતે વાત કરી શકે છે." તેમનો રોહિત શર્મા માટેનો આદર અને સાચો પ્રેમ સામે આવ્યો. આ દરમિયાન રોહિત શર્માએ પ્રાંશુને ગ્લોવ્સ ગિફ્ટમાં આપ્યા હતા.

શોમાં આગળ વધતા અમિતાભ બચ્ચને આગળ પ્રશ્નો પૂછ્યા અને તેમાં સાચા જવાબ આપી પ્રાંશુ 25 લાખ રૂપિયા જીતી ગયા. હવે 50 લાખ રૂપિયા માટેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો અને ત્યાં તેઓ અટવાઈ ગયા. તેમનો પ્રશ્ન હતો "જમીન પર અથવા પાણીની નીચે રહેલી પૃથ્વીની સૌથી લાંબી પર્વત શૃંખલા કઈ છે?" જેમાં તેઓ લાઈફલાઈન 50:50 વાપરે છે. પરંતુ હજુ પણ જવાબમાં ગુંચવાયેલા છે. તેથી તેઓ આ જ પ્રશ્ન બાકી રહેલી લાઈફલાઈન "આસ્ક ધ એક્સપર્ટ" વાપરે છે અને તે સાચો જવાબ "મીડ-ઓશન રેન્જ" આપી 50 લાખ રૂપિયા જીતી જાય છે.

હવે તેમને 1 કરોડ રૂપિયાનો પ્રશ્ન પૂછવામાં આવે છે, "શાહી જહાજ ગંજ-એ-સવાઈ, જેને બ્રિટિશ સમુદ્રી ડાકુ હેનરી એવરીએ લુંટ્યું હતું, તે કયા ભારતીય શાસકની સંપત્તિ હતી?" ખુબ વિચાર્યા બાદ તેમણે જોખમ ન લેવાનો વિચાર્યું અને ગેમને છોડવાનો નિર્ણય કર્યો. ભારતીય ઈતિહાસના આ પ્રશ્નએ પ્રાંશુ ત્રિપાઠીને આ સીઝનનો કરોડપતિ બનતા અટકાવ્યો.
Published by:kuldipsinh barot
First published:

Tags: Aamitabh Bachchan, Kaun Banega Crorepati 13, KBC 13

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन