Indian Idol 12: દીકરાનાં બચાવમાં ઉતરેલાં ઉદિત નારાયણે અમિત કુમાર પર ઉઠાવ્યાં સવાલ

PHOTO- @UditNarayan instagram

સિંગિગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 12' (Indian Idol 12) ગત થોડા સમયથી વિવાદોથી ઘેરાયેલો છે. શોનાં હોસ્ટ આદિત્ય નારાયણને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જેને શો દરમિયાન કિશોર કુમાર (Kishore Kumar)નાં દીકરા અમિત કુમારને ટોન્ટ માર્યો હતો.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિંગિંગ રિાયલિટી શો 'ઇન્ડિયન આઇડલ 12' (Indian Idol 12) ગત થોડા સમયથી વિવાદોમાં છે. શોનાં હોસ્ટ આદિત્ય નારાયણને હાલમાં ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. તેણે શો દરમિયાન કિશોર કુમાર (Kishore Kumar)નાં દીકરા અમિત કુમારને ટોન્ટ માર્યો છે. એવામાં દીકરાનાં પક્ષમાં બોતા ઉદિત નારાયણે કહ્યું કે, આદિત્યની અંદર આજે પણ બાળપણ છે આજ કારણ છે કે, તે અન્ય લોકોની જેમ ચૂપ નથી રહી શકતો. આજ કારણ છે કે, આખો વિવાદ તેની ઉપર આવી ગયો છે.

    ઉદિત નારાયણે (Udit Narayan)દીકરાનાં બચાવમાં કહ્યું કે, આદિત્યની અંદર હજુ પણ બાળપણ છે અને તે ઘણો જ ઇમોશનલ માણસ છે. એવામાં શો સાથે જોડાયેલાં હોવાને કારણે તે ઘણો સેન્સીટીવ થઇ ગયો છે. જ્યારે આખા શોમાં કોઇએ કંઇ ન કહ્યું પણ હવે આખો વિવાદ આદિત્ય પર આવી ગયો છે. આદિત્ય શોનો માત્ર એન્કર છે. તો વિવાદ આખો તેનાં ઉપર ઢોળવો યોગ્ય નથી. કારણ કે તેની કોઇ ભૂલ નથી. મને લાગે છે કે, શોનાં મુખ્ય લોકોએ આ મુદ્દે વાત કરવી જોઇએ. પણ તેમણે એન્કરને કેમ સામે મુક્યો. આ સમયે સૌએ તેને સાથ આપવો જોઇએ. હું પણ હાલમાં તેને કંઇ જ નથી કહી રહ્યો. કારણ કે પહેલેથી જ લોકોએ તેને નિશાને લઇ લીધો છે.

    અમિત કુમાર મામલે વાત કરતાં ઉદિત નારાયણે કહ્યું કે, જ્યારે આપે શોમાં આવવા માટે હામી ભરી હતી તો બહાર આવીને આવું કંઇ ન કહેવું જોઇએ. મને માલૂમ છે કે, આ વાત કહી હું આદિત્યની જેમ ફસાઇ જઇશ. જ્યારે અમિત મારા ભાઇથી કમ નથી. હું આ મામલે તેની સાથે પણ વાત કરીશ. અમને લોકોને બોલાવવામાં આવે છે કે અમે સામને વાળાની પ્રતિભાને વેગ આપીએ.. તેનાં અમને પૈસા મળે છે.

    શું તો આખો વિવાદ?- શોનાં મેકર્સે કિશોર કુમાર (Kishore Kumar) પર એક ખાસ એપિસોડ તૈયાર કર્યો હતો. જેમાં આ મહાન ગાયકનાં દીકરા અમિત કુમાર (Amit Kumar)ને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યાં હતાં. બાદમાં અમિતે શો મેકર્સની પોલ ખોલી દીધી અને કહ્યું કે, તેને શોનાં સ્પર્ધકોનાં વખાણ કરવાંમાટે કહેવામાં આવ્યં હતું. જ્યારે મને કોઇની પણ ગમે તેવી પરફોર્મન્સ પસંદ આવી ન હતી. લેટેસ્ટ એપિસોડમાં કુમાર સાનૂ અને અનુરાધા પોડવાલ મહેમાન તરીકે આવ્યા હતાં. શો દરમિયાન જ્યારે કુમાર સાનૂ એક સ્પર્ધકનાં વખાણ કરતો હતો ત્યારે આદિત્યએ તેને સવાલ ક્યો હતો કે, શું તમને શોનાં મેકર્સ તરફથી સ્પર્ધકોનાં વખાણ કરવાં તો નથી કહેવામાં આવ્યું ને? ત્યારે કુમાર સાનૂએ ના પાડી હતી અને કહ્યું હતું કે, આ સ્પર્ધકો ખરેખરમાં ઘણાં જ પ્રતિભાશાળી છે.. તેમનાં વખાણ હું દિલથી કરી રહ્યો છું. જોકે, આ બાદ આદિત્ય નારાયણ સોશિયલ મીડિયા પર ખુબજ ટ્રોલ થયો છે.
    Published by:Margi Pandya
    First published: