Home /News /entertainment /

Udit Narayan Birthday : 10 વર્ષ સંઘર્ષ બાદ સુપરહિટ ગીત આપ્યું અને ભાગ્ય બદલાયું, ઉદિત નારાણની રસપ્રદ વાતો

Udit Narayan Birthday : 10 વર્ષ સંઘર્ષ બાદ સુપરહિટ ગીત આપ્યું અને ભાગ્ય બદલાયું, ઉદિત નારાણની રસપ્રદ વાતો

ઉદિત નારાયણ જન્મદિવસ

બહુ ઓછા લોકો જાણે છે કે ઉદિત નારાયણે બે લગ્ન (Udit Narayan Marriage) કર્યા છે. તેણે પોતે વર્ષો સુધી તે બાબત ગુપ્ત રાખી હતી.

    નવી દિલ્હી : 90ના દાયકાથી બોલીવુડ (Bollywood)માં પોતાના સુરીલા અવાજનો જાદુ ફેલાવનાર ગાયક (Singer) ઉદિત નારાયણે (Udit Narayan)સેંકડો સુપરહિટ ગીતો (Songs) ગાયા છે. હિન્દી ઉપરાંત તેણે તમિલ, મલયાલમ, કન્નડ, ભોજપુરી અને બંગાળી ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. ચાર વખત નેશનલ એવોર્ડ (National Award) જીતનાર ઉદિત નારાયણનો જન્મ (Birth) 1 ડિસેમ્બર 1955ના રોજ થયો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે ઉદિત નારાયણે બે લગ્ન (Marriage) કર્યા છે. તેણે પોતે વર્ષો સુધી તે બાબત ગુપ્ત રાખી હતી.

    ઉદિત નારાયણને નેપાળ સાથે ગાઢ સંબંધ છે

    ઉદિત નારાયણનું પૂરું નામ ઉદિત નારાયણ ઝા છે. તેમનો જન્મ બિહારના સુપૌલ જિલ્લામાં થયો હતો. નેપાળ સાથે તેના ગાઢ સંબંધ છે. તેણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત હિન્દી નહીં પણ નેપાળી ફિલ્મથી કરી હતી. આ ફિલ્મનું નામ હતું 'સિંદૂર'.

    10 વર્ષે ઉદિત નારાયણે પહેલું સુપરહિટ ગીત આપ્યું, જેણે ભાગ્ય બદલ્યું

    લગભગ 10 વર્ષના સંઘર્ષ પછી, ઉદિત નારાયણે પહેલું સુપરહિટ ગીત આપ્યું, જેણે તેનું ભાગ્ય બદલી નાખ્યું. આ ગીત ફિલ્મ 'કયામત સે કયામત તક'નું 'પાપા કહેતે હૈ બડા નામ કરેગા' હતું. આ ગીત આમિર ખાન પર ફિલ્માવાયું હતું. આ ગીત પછી ઉદિત નારાયણને ઘણી ઑફર્સ મળી.

    કોર્ટે બંને પત્નીને સાથે રાખવાનો આદેશ કર્યો હતો

    2006માં રંજના નારાયણે દાવો કર્યો હતો કે ઉદિત નારાયણ તેના પતિ છે. પરંતુ ઉદિત આ વાતને નકારી રહ્યો હતો. ત્યારબાદ રંજનાએ કોર્ટનો સંપર્ક કર્યો અને ફોટા અને દસ્તાવેજો બતાવ્યા બાદ ઉદિત લગ્ન માટે સંમત થયો. આ પછી કોર્ટે તેને બંને પત્નીઓને સાથે રાખવાનો આદેશ આપ્યો હતો.

    આ પણ વાંચોEsha Gupta Birthday: હોટનેસની તમામ હદો પાર કરતી ઈશા ગુપ્તાના Bold Photos

    પરિણીત હોવા છતાં, ઉદિત નારાયણે વર્ષ 1985માં દીપા નારાયણ સાથે સાત ફેરા લીધા. દીપાથી તેમને એક પુત્ર આદિત્ય નારાયણ હતો. તમને જણાવી દઈએ કે આદિત્ય પણ તેના પિતાની જેમ પ્લેબેક સિંગર છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday, Udit Narayan

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन