બોલિવૂડ સ્ટાર કંગના રનૌત (Kangana Ranaut)ના ભાઇ અક્ષતના લગ્ન લેકસિટી ઉદેયપુર (Udaipur)માં થવાના છે. 2 દિવસ સુધી ચાલનારા આ લગ્નના સમારંભમાં તમામ વિધિઓ આજે શરૂ થઇ જશે. બુધવારે બપોરે હલ્દી અને સાંજે સંગીતનો કાર્યક્રમ છે. ગુરુવારે સવાર 9:15 પર અક્ષત રનૌત અને રિતુ સાંગવાન સાત ફેરા લેશે. તે પછી સાંજે તેમનું રિસેપ્શન છે. જો કે આ પ્રસંગમાં તેમના પરિવારના નજીકના જ લોકો હાજર રહેશે. લગ્નના આ સમારંભ માટે કંગના રનૌતનો પરિવાર મંગળવારે સાંજે જ ઉદયપુર પહોંચી ગયો છે.
ભાઇ અક્ષતના લગ્ન માટે કંગનાએ ધ લીલા પેલેસ હોટલમાં રોકાઇ છે. કંગના રનૌતે મંગળવારે શીશ મહેલ રેસ્ટોરેંટમાં રાજસ્થાની વ્યંજનોની મજા માણી હતી. આ દરમિયાન કંગના રનૌત તેના ભાઇ અક્ષત અને બહેન રંગોલી સાથે હતા. અને તેમની માતા આશા અને પૂરો પરિવાર પણ હાજર હતો.
અક્ષત રનૌત અને રિતુ સાંગવાનની ડેસ્ટિનેશન વેડિંગ ઉદેયપુરમાં થશે. આ ડેસ્ટિનેશન વેડિંગ માટે હોટલને રાજસ્થાની થીમ પર સજાવવામાં આવી છે. આ દરમિયાન રાજસ્થાની લોક કલાકારોની સાથએ કઠપૂતળીના શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વિદેશી ફૂલો માટે ખાસ સજાવટ કરવામાં આવી છે. જેની કિંમત 12 લાખ રૂપિયાથી વધુ છે.
આ હાઇ પ્રોફાઇલ લગ્નમાં હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુર સમેત અનેક મોટી હસ્તીઓ હાજર રહેવાની સંભાવના છે. લગ્ન સમારંભમાં જોડાનાર અતિથિ ઉદયપુરના સુંદર પર્યટન સ્થળોની પણ મુલાકાત લેશે અને તળાવમાં બોટિંગ પણ કરશે. આ માટે પણ ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ફિલ્મ સ્ટાર કંગના રનૌતનો ઉદયપુરથી ખાસ સંબંધ છે. તેમની કુલદેવી ઉદયપુર જિલ્લામાં જગત ગાંવ રહે છે. કંગનાના કુલદેવી માં અંબિકા છએ. કંગના રનૌત પહેલા પણ અંબિકાના દર્શન કરવા અહીં આવી ચૂકી છે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર