Home /News /entertainment /Sushant Singh Rajput Death Anniversary: બે વર્ષ પછી પણ સુશાંતસિંહ કેસમાં કોઇ જ અપડેટ નહીં, CBIએ નથી આપ્યો ક્લોઝર રિપોર્ટ

Sushant Singh Rajput Death Anniversary: બે વર્ષ પછી પણ સુશાંતસિંહ કેસમાં કોઇ જ અપડેટ નહીં, CBIએ નથી આપ્યો ક્લોઝર રિપોર્ટ

મોતનાં 2 વર્ષ બાદ પણ સુશાંત સિંહ રાજપૂત કેસમાં નથી આવ્યો કોઇ જ ખુલાસો

Sushant Singh Rajput Death Anniversary: સુશાંત સિંહ રાજપૂત કેસમાં હજુ સુધી CBI દ્વારા ક્લોઝર રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો નથી. તેમજ આ કેસ સાથે જોડાયેલાં ડ્રગ્સ કેસમાં પણ કોઇ જ અપડેટ જોવા મળી નથી. સોશિયલ મીડિયા પર જસ્ટિસ ફોર સુશાંત (#JusticeForSushant) વારંવાર ટ્રેન્ડ થયા કરે છે

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput Death Anniversary) આત્મહત્યાને આજે 14 જૂનનાં મંગળવારે બે વર્ષ પૂરાં થઈ ગયા છે. જોકે, આ કેસમાં બે વર્ષ થઇ ગયા છતાં પણ કંઇ જ અપડેટ નથી આવ્યું. આ કેસનો ક્લોઝર રિપોર્ટ પણ હજુ સુધી CBI દ્વારા સબમિટ કરવામાં આવ્યો નથી. જે વાતે સુશાંત સિંહ રાજપૂતના ((Sushant Singh Rajput) પરિવારજનોની સાથે સાથે ચાહકો ભારે રોષે ભરાયા છે.

સુશાંતે 2020ની 14મી જૂનનાં રોજ બાન્દ્રા ખાતેના તેના નિવાસસ્થાને આપઘાત કરી લીધો હતો. સુશાંતના આકસ્મિક મોત અંગે જાત જાતની અલગ અલગ થિયરીઓ વહેતી થઈ હતી. સુશાંત કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનું નામ સંડોવાયું હતું જેમાં બોલિવુડનું ડ્રગ કનેક્શન બહાર આવ્યું હતું. જેમાં રિયા ચક્રવર્તીની સાથે સાથે બોલિવૂડની ઘણી બધી અદાકારોને NCBએ ડ્રગ્સ કેસમાં પૂછપરછ કરી હતી. દીપિકા પાદૂકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર સહિતની બોલિવૂડ અભિનેત્રીઓની પૂછપરછ થઈ હતી.

સુશાંતના મોત તથા તેના બેંક ખાતાંમાં થયેલા વ્યવહારો અંગે બિહાર પોલીસે પણ પોતાની રીતે તપાસ ચાલુ કરી હતી. તેને લઈને મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ વચ્ચે વિખવાદ પણ થયો હતો.



છેવટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ હતી. જોકે, સીબીઆઈએ આ કેસમાં હજુ સુધી ક્લોઝર રિપોર્ટ આપ્યો નથી. બીજી તરફ ડ્રગ કેસની તપાસ એનસીબીએ કરી હતી. એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે અને ચાર્જશીટ રજૂ કરી દીધું છે. તે પછી રિયા જામીન પર છુટી ચુકી છે.

આ પણ વાંચો- Actress Delivery Video: દીકરીનાં જન્મ બાદ એક્ટ્રેસે શેર કર્યો ડિલીવરી વીડિયો, થઇ ગઇ હતી આવી હાલત

આ કેસને પગલે બોલિવૂડમાં નેપોટિઝમ (ભાઇ/ભત્રીજાવાદ) હોવાનાં કિસ્સા પણ ખુલ્લા પડ્યાં હતાં. બોલિવુડના સ્ટારકિડ્ઝને આગળ વધારવા સુશાંત જેવા બહારથી આવેલા સ્ટાર્સનું શોષણ થતું હોવાના આક્ષેપો કરાયા હતા. બે વર્ષથી આ આક્ષેપોના સંદર્ભમાં વારંવાર જસ્ટિસ ફોર સુશાંત (#JusticeForSushant) અને બોયકોટ બોલિવૂડ (#boycottbollywood) હેશટેગ ટ્રેન્ડ થયા કરે છે સુશાંતનાં ફેન્સની ઘણી બધી અપિલ અને ઝુંબેશ છતાં હજું સુધી સુશાંત કેસમાં કંઇજ નક્કર પુરાવા સામે આવ્યાં નથી.

આ પણ વાંચો- Mia Khalifa Car Collection: 29 વર્ષની મિયા ખલીફા પાસે છે આ લગ્ઝુરિયસ કારનું કલેક્શન, જોઇ લો તમે પણ

હિન્દી ઇન્ડસ્ટ્રીનાં આવાં નેપોટિઝમ, તેમજ ઉભરતા કલાકારો સાથે ગેરવર્તન તેમજ ફિલ્મોમાં જુના ગીતોને ફરી રિક્રિએટ કરવાં તેમજ ઓરિજનલ કંઇજ ન પિરવસાને કારણે હિન્દી ફિલ્મોનાં ફેન્સનો વિશ્વાસ તેનાં પરથી ડગવા લાગ્યો છે. અને તેઓ હવે સાઉથની ફિલ્મો તરફ વળી ગયા છે
First published:

Tags: Death anniversary, SSR Case, Sushant singh rajput

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો