મુંબઈ : હાલ દુનિયા આખી કોરોના વાયરસ (Coronavirus) નામના રોગચાળા સામે લડી રહી છે. જ્યારે બોલિવૂડ ફિલ્મ નિર્માતા બોની કપૂર (Boney Kapoor)ના ઘરેથી એક ચોંકવનારા સમાચાર પ્રાપ્ત થયા છે. મળેલી જાણકારી પ્રમાણે બોની કપૂરના ઘરે કામ કરતા વધુ બે નોકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા નોકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બોની કપૂર, તેની બે દીકરી, જ્હાન્વી કપૂર (Jhanvi Kapoor) અને ખુશી કપૂર (Khushi Kapoor) સહિત ઘરના 6-7 નોકરો (House Help)નો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જે બાદમાં સામે આવ્યું છે કે તેમના ઘરે કામ કરતા વધુ બે લોકો કોરોના પોઝિટિવ છે. આ સાથે જ બોની કપૂર અને તેની બે દીકરી જહાન્વી અને ખુશીનો રિપોર્ટ (Corona Test Report) પણ આવી ગયો છે.
હકીકતમાં તાજેતરમાં એવો રિપોર્ટ આવ્યો હતો કે બોની કપૂરના લોખંડવાલાના ગ્રીન એકર્સ કોમ્પ્લેક્સ સ્થિત ઘરમાં તેનો એક નોકર કોરોના પોઝિટિવ આવ્યો હતો. એબીપીના રિપોર્ટનું માનીએ તો તેના અન્ય બે નોકરો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે બોની કપૂર, જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર સુરક્ષિત છે. તેમને કોરોનાનો ચેપ નથી લાગ્યો.
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક નોકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બોની કપૂર, તેની બે દીકરી અને ઘરમાં રહેતા 6-7 નોકરોનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ તમામનો રિપોર્ટ આવી ગયો છે. જેમાં માલુમ પડ્યું છે કે બોની, જ્હાન્વી અને ખુશી કપૂરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ ઘરમાં કામ કરતા વધુ બે નોકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બીજા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બોની કપૂરના ઘરેથી મળેલા કોરોના પોઝિટિવ લોકોમાં કોઈ જ લક્ષણો જોવા મળ્યા ન હતા. આ પહેલા બોની કપૂરે પોતે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તેઓ અને તેમની બંને દીકરીઓ સુરક્ષિત છે. તેઓ આ મુશ્કેલ ઘડીમાં તમામ પ્રકારની સાવધાની રાખી રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર