Home /News /entertainment /Tunisha Sharma Death Case: તુનિષાનો હતો સીક્રેટ બોયફ્રેન્ડ! શીજાનની વધતી મુશ્કેલીઓ વચ્ચે કેસમાં આવ્યો મોટો ટ્વિસ્ટ
Tunisha Sharma Death Case: તુનિષાનો હતો સીક્રેટ બોયફ્રેન્ડ! શીજાનની વધતી મુશ્કેલીઓ વચ્ચે કેસમાં આવ્યો મોટો ટ્વિસ્ટ
તુનિષાના માતાના આરોપો પર શીજાનના વકીલનું નિવેદન (Photo: Instagram)
તુનિષા શર્મા (Tunisha Sharma) કેસમાં શીજાન ખાનના વકીલ શૈલેન્દ્ર સિંહ મિશ્રાએ એવો દાવો કર્યો છે કે શીજાન (Sheezan Khan) બિલકુલ નિર્દોષ છે અને તેના પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે.
Tunisha Sharma death case: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના (Tunisha Sharma) મોતની હકીકત હજુ સુધી સામે નથી આવી. એક્ટ્રેસે 24 ડિસેમ્બરે પોતાની સીરિયલ 'અલીબાબા દાસ્તાન-એ-કાબુલ' ના સેટ પર ફાંસી લગાવીને જીવન ટૂંકાવ્યુ હતુ. એક્ટ્રેસની આત્મહત્યા બાદથી જ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યાં છે. કોઇ તેને મર્ડર કહી રહ્યું છે તો કોઇનું માનવુ છે કે તુનિષાએ સુસાઇડ કર્યુ છે.
તુનિષાની માતા વિનીતા શર્માએ (Vinita Sharma) તુનિષાના એક્સ બોયફ્રેન્ડ અને એક્ટર શીજાન ખાન (Sheezan Khan) પર આરોપ લગાવ્યા છે. જે બાદ પોલીસે શીજાનની ધરપકડ કરી લીધી છે. ત્યારથી જ પોલીસ શીજાનની પૂછપરછ કરી રહી છે.
હવે કોર્ટના આદેશ પર શીજાનને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હવે આ મામલે શીજાન ખાનના વકીલનું નિવેદન સામે આવ્યું છે. તેણે દિવંગત એક્ટ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
શીજાન ખાનના વકીલે શું કહ્યું
એક્ટર શીજાન ખાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ 2 જાન્યુઆરીએ શીજાનના પરિવાર સાથે પ્રેસ કોન્ફરન્સ કરવાની પણ વાત કરી છે. તેણે દાવો કર્યો છે કે શીજાન બિલકુલ નિર્દોષ છે.
એડવોકેટ શૈલેન્દ્ર મિશ્રાનું કહેવું છે કે, શીજાન બિલકુલ નિર્દોષ છે. તેની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે. તે જે સ્થિતિનો સામનો કરી રહ્યો છે તેને તમે કે હું નથી સમજી શકવાના. સીક્રેટ ગર્લફ્રેન્ડ હતી કે બોયફ્રેન્ડ એ અમે 2 જાન્યુઆરીની સવારે 11 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીશુ. પુરાવા સાથે જણાવીશું કે તમામ આરોપો ખોટા છે. કર્યુ કોઇએ છે અને ભોગવી કોઇ બીજુ રહ્યું છે. મારુ પહેલા દિવસથી જ એ કહેવુ છે કે શીજાન નિર્દોષ છે.
સાથે જ શૈલેન્દ્રએ તે પણ દાવો કર્યો કે પવન શર્માનો તુનિષાના પરિવાર સાથે કોઇ સંબંધ નથી. તે મામા કે કાકા નથી. અમે તમને પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવીશું કે તે આખરે કોણ છે.
શૈલેન્દ્ર મિશ્રાએ વધુમાં જણાવ્યું કે, મારે શીજાનના પરિવારને સાથે લઇને તમારી સામે આવવું છે. તેના પર લાગેલા આરોપો ખોટા હોવાની સાથે પાયાવિહોણા છે. જેટલા પણ કોસ્ટ્યૂમ સામે આવ્યા છે તે બધા સેટના છે સિરિયલના છે. ગણપતિ પૂજાનો જે ફોટો સામે આવ્યો છે તે પણ સેટનો છે. શૈલેન્દ્ર મિશ્રાનું કહેવુ છે કે શીજાનને ન્યાય પર પૂરો ભરોસો છે. સત્ય મેવ જયતે. જણાવી દઇએ કે તુનિષા પોતાના કો-સ્ટાર શીજાન સાથે રિલેશનશિપમાં હતી. એક્ટ્રેસના મોતના 15 દિવસ પહેલા જ બંનેનું બ્રેકઅપ થયું હતું.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર