ટ્વિંકલ ખન્નાનાં ઘરે આવ્યાં નાના મહેમાન, બોલી- 'કદાચ આ અમારા ઘરનો ભાગ્યશાળી હિસ્સો છે'
ટ્વિંકલ ખન્નાનાં ઘરે આવ્યાં નાના મહેમાન, બોલી- 'કદાચ આ અમારા ઘરનો ભાગ્યશાળી હિસ્સો છે'
ટ્વિંકલ ખન્નાએ સોશિયલ મીડિયા પ્લેટફર્મનાં કર્યા વખાણ
આ વીડિયોને શેર કર્યા બાદ તેણે એક પોસ્ટ પર લખ્યું છે કે, 'સોશિયલ મીડિયા વાસ્તવમાં સારા કામ માટે ઉપયોગમાં લઇ શકાય છે. આ વીડિયો પોસ્ટ કર્યાનાં 10 મિનિટ બાદથી મારી પાસે ફોન આવવાનાં શરૂ થઇ ગયા છે. અને એકે આ પ્રેમાળ ગલૂડિયાંમાંથી બેને દત્તક પણ લઇ લીધા છે.'
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મોમાં એક્ટિંગને અલવિદા કહ્યાં બાદ પ્રોડ્યૂસર અને લેકિકા બનેલી ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી જ એક્ટિવ રહે છે. તે ઘણી વખત સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો શેર કરે છે અને પોતાનાં કમાલનાં સેન્સ ઓફ હ્યૂમરથી સૌને હસાવી દે છે. હાલમાં તેણેક સુંદર વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તેનાં ઘરે ખુબ બધા નાનકડાં મહેમાન આવ્યા છે. તેની સાથે જ તેણે સોશિયલ મીડિયા પર વખાણ કરતાં લખ્યું છે કે, સોશિયલ મીડિયા સારા કામ માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે.
ખરેખરમાં ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna)એ એક વીડિયો શેર કર્યો છે જેમાં ખુબ બધા ગલૂડિયાં જોવા મળી રહ્યાં છે. જે તેનાં ઘરનાં એક ખૂણામાં રમી રહ્યાં છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું છે કે, 'પોર્ચમાં ફરી એક વખત મહેમાનોનું ગ્રુપ આવી ગયુ છે. આ મારા ઘરનું ભાગ્યશાળી સ્થાન લાગે છે. કારણ કે અહીં દરેક પ્રકારનાં જીવ આવે છે. કંઇક ખાય-પીવે છે અને પછી પોતાનાં રસ્તે ચાલ્યા જાય છે. '
આ વીડિયોને શેર કર્યા બાદ તેણે એક પોસ્ટ પર લખ્યું છે કે, 'સોશિયલ મીડિયા વાસ્તવમાં સારા કામ માટે ઉપયોગમાં લઇ શકાય છે. આ વીડિયો પોસ્ટ કર્યાનાં 10 મિનિટ બાદથી મારી પાસે ફોન આવવાનાં શરૂ થઇ ગયા છે. અને એકે આ પ્રેમાળ ગલૂડિયાંમાંથી બેને દત્તક પણ લઇ લીધા છે.'
ટ્વિંકલ ખન્નાની આ પોસ્ટ પર લોકોએ ખુબ બધી કમેન્ટ્સ કરી છે. અને પોતાનં રિએક્શન આપ્યું છે. આ વીડિયો અત્યાર સુધીમાં 2,65,280 વખત જોવાઇ ગયો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર