મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ , રાઇટર અને પ્રોડ્યૂસર ટ્વિંકલ ખન્ના હાલમાં જ તેની ફિલ્મ 'પેડમેન'નાં પ્રમોશન માટે દિલ્હી પહોંચી હતી. ત્યાં તેણે ફિલ્મ ઉપરાંત પીરિયડ્સ સાથે જોડાયેલાં અલગ અલગ મુદ્દાઓ પર પણ તેનું મંત્વ્ય જણાવ્યું હતું. જ્યારે તેને પુછવામાં આવ્યું કે શું પીરિયડ્સનાં પેલાં દિવસે ઓફિસમાં કામ કરતી મહિલાને રજા મળવી જોઇએ ? ત્યારે તેણે ઘણો જ રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો.
એક સૈનિક મહિાલની આ વાત તે તમામ માટે પ્રેરણા છે જે આ પ્રકારની રજાઓ વિશે વિચારે છે. ટ્વિંકલ ખન્નાએ જણાવ્યું હતું કે, એક કાર્યક્રમ દરમિયાન અમને એક સૈનિક મહિલા મળી હતી. તેણે જણાવ્યું હતું કે તે પીરિયડ્સનાં દિવસોમાં વધુ રનિંગ કરે છે. એવું એટલાં માટે કે કોઇ તેને આ કારણે કમજોર ન કહી જાય.
ટ્વિંકલ ખન્નાએ કહ્યું કે, સમાજમાં આમ પણ એવી તાકત છે જે મહિલાઓને કમોજર સાબિત કરવા માટે કામ કરે છે. એવામાં રજા લેવી કે આ વાતનો ફાયદો ઉઠાવવાનો કોઇ મતલબ નથી. જો આપને તકલીફ છે તો સ્પષ્ટ કહો અને રજા લો. ટ્વિંકલ ખન્નાએ કહેલો આ કિસ્સો ખરેખરમાં પ્રેરણાદાયી છે. કારણ કે સૈનિક મહિલાઓને વિષણ પરિસ્થિતિઓમાં હમેશાં કામ કરવું પડતું રહે છે.
આપને જણાવી દઇએ કે ટ્વિંકલ ખન્ના પેડમેનની પ્રોડ્યુસર છે અને આ ફિલ્મ 9 ફેબ્રુઆરીએ રિલીઝ થઇ રીહ છે. ફિલ્મ સસ્તા પેડ બનાવનારી મશીનનાં આવિષ્કાર કરનારા અરુણાચલમ મુરુગ્નાથમનાં જીવન પર બની છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર