મુંબઈ : ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) દુનિયાની એ નસીબદાર (Lucky) વ્યક્તિઓમાંની એક છે જેનો જન્મ તેના પિતા (Father)ના જન્મદિવસ (Birthday) પર થયો હતો. આજે (29 ડિસેમ્બર) ટ્વિંકલ અને તેના સુપરસ્ટાર (Super Star) દિવંગત પિતા રાજેશ ખન્ના (Rajesh Khanna)નો જન્મદિવસ છે. ટ્વિંકલે તેની કારકિર્દી (Career) બોલિવૂડ (Bollywood)માં શરૂ કરી હતી, હવે તે એક લેખક (Writer) છે, તેની પાસે કેન્ડલ બિઝનેસ (Business) અને લાઈફસ્ટાઈલ (Lifestyle) સ્ટોર પણ છે. ટ્વિંકલના જન્મદિવસના અવસર પર જાણો તેના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો.
ઓપરેશન પછી આંખો સાજી થઈ
ટ્વિંકલ ખન્ના પોતાને નસીબદાર માને છે કે તેનો જન્મ તેના પિતાના જન્મદિવસે થયો હતો. તેણી તેના પિતાની ખૂબ નજીક રહી છે. ટ્વિંકલ ખન્ના બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારની પત્ની અને બે બાળકોની માતા છે. તેણીની રમૂજની ભાવના અદ્ભુત છે અને તે ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની મજાક ઉડાવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે ટ્વિંકલે જ્યારે ડેબ્યુ કર્યું ત્યારે તેની આંખોમાં થોડી સમસ્યા (સ્ક્વિન્ટ) હતી. બાદમાં તેણે આંખ વ્યવસ્થિત કરાવી હતી.
જીવન સાથે જોડાયેલી આ વાતો સાચી પડી
લોકડાઉન દરમિયાન ટ્વિંકલ ખન્નાએ એક રસપ્રદ પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે જણાવ્યું કે 25 વર્ષ પહેલા તેણે પોતાના જીવન વિશે જે ભવિષ્યવાણી કરી હતી તે સાચી સાબિત થઈ છે. ટ્વિંકલે કેટલાક સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે.
જીવનનું આયોજન 25 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું
ટ્વિંકલે જણાવ્યું હતું કે રેડિફ ઓફિસની લાઈવ ચેટ દરમિયાન તેને આવનારા 10 વર્ષ વિશે પૂછવામાં આવ્યું હતું. તેણીને પૂછવામાં આવ્યું કે તે 10 વર્ષમાં પોતાને ક્યાં જુએ છે. આના પર ટ્વિંકલે કહ્યું હતું કે તે તેના ફોર્મ પર 2 બાળકો, 1 કૂતરો અને કદાચ 1 પતિ સાથે હશે.
પતિ વિશે ખાતરી નહોતી
ટ્વિંકલે કહ્યું હતું કે લગભગ 25 વર્ષ વીતી ગયા પછી તેના 2 બાળકો, 1 કૂતરો અને 1 પતિ છે. જોકે, તેણે એ પણ જણાવ્યું કે તે સમયે તેને ખાતરી નહોતી કે તેને પતિ જોઈએ છે કે નહીં.
2 વખત થઈ હતી સગાઈ!
બહુ ઓછા લોકો જાણે છે કે ટ્વિંકલ ખન્નાની સગાઈ બે વાર થઈ હતી. રસપ્રદ વાત એ છે કે બંને વખત તેનો મંગેતર અક્ષય કુમાર હતો. રિપોર્ટ્સ અનુસાર, પહેલીવાર સગાઈ કર્યા બાદ તેનું અક્ષય સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. આ કારણે તે ખૂબ જ દુઃખી હતી. પછી બધું સારું થયા પછી, તેઓએ લગ્ન કરી લીધા. રિપોર્ટ્સ અનુસાર બંનેએ લગ્ન બાદ ફરી સગાઈ કરી હતી.
ટ્વિંકલ ખન્ના કરણ જોહરની ખૂબ સારી મિત્ર છે. બંનેએ આ વાત મીડિયા સામે ઘણી વખત કહી છે. બંને એક જ બોર્ડિંગ સ્કૂલમાં ભણ્યા. ટ્વિંકલે કહ્યું હતું કે તેણે એકવાર કરણને સ્કૂલમાંથી ભાગવામાં મદદ કરી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર