ટ્વિંકલ ખન્નાએ શેર કર્યો દીકરી નિતારાનો VIDEO, Roald Dahlની બૂકમાંથી કાઢી 'સ્પેલિંગ મિસ્ટેક'

ટ્વિંકલ ખન્નાએ શેર કર્યો દીકરી નિતારાનો VIDEO, Roald Dahlની બૂકમાંથી કાઢી 'સ્પેલિંગ મિસ્ટેક'
PHOTO: @twinklerkhanna/Instagram

ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) અને અક્ષય કુમાર (Akshay Kumar)ની દીકરી નિતારા (Nitara) ખુબજ ક્યૂટ છે. ટ્વિંકલે પહેલી વખત એવો વીડિયો શેર કર્યો છે જેમાં દીકરીનો અવાજ ફેન્સને સંભળાય છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) જ્યારથી એક્ટિંગથી દૂર થઇ ગઇ છે. ત્યારથી તે બૂક્સની નજીક આવી ગઇ છે. ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર (Akshay Kumar)ની દીકરી નિતારા (Nitara)ને પણ બૂક્સનો ઘણો જ શોખ છે. સોશિયલ મીડિયા (Social Media)પર એક્ટિવ ટ્વિંકલ ખન્ના તેનાં બાળકોની તવસીરો અને વીડિયો શેર કરતી રહે છે. નાનકડી નિતારાનો એક ખુબજ ક્યૂટ વીડિયો હાલમાં ટ્વિંકલ ખન્નાએ શેર કર્યો છે. આ વીડિયોમાં નિતારાનાં ચહેરો તો નથી જોવા મળતો પણ તેનો અવાજ સંભળાય છે. જેમાં તે Roald Dahlની બૂકમાં 'સ્પેલિંગ મિસ્ટેક' હોવાની વાત કરતી નજર આવે છે.

  વીડિયોમાં નિતારા લેખક Roald Dahlની બૂક The BFG વાંચતી નજર આવે છે.  ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) અને અક્ષય કુમાર(Akshay Kumar)ની દીકરી નિતારા (Nitara) ખુબજ ક્યૂટ છે. ટ્વિંકલે પહેલી વખત એવો વીડિયો શેર કર્યો છે જેમાં દીકરીનો અવાજ ફેન્સને સંભળાય છે.  વીડિયોમાં નિતારા લેખક Roald Dahlની બૂક THE BFG વાંચતી નજર આવે છે. બૂક વાંચતાં નિતારા તેની મમ્મી ટ્વિંકલને કહે છે. Roald Dahl બહુ સ્પેલિંગ મિસ્ટેક કરે છે. તેમણે અહીં ખોટો સ્પેલિંગ લખ્યો છે. તેમણે WRITTENની જગ્યાએ RITTEN લખ્યું છે. નિતારાની આ વાત સાંભળીને ટ્વિંકલ હસવાં લાગે છે.

  વીડિયો શેર કરતાં ટ્વિંકલે કેપ્શનમાં લખ્યું છે, 'વિશ્વ પુસ્તક દિવસ પર તમામ નાના પાઠકોને મારો સલામ, બીજી તરફ મને લાગે છે કે કોઇ અહીં એવું પણ છે જે ભવિષ્યમાં કોપી એડિટર બની શકે છે. Dahlએ અહીં 'સ્પેલિંગ મિસ્ટેક' જાણી જોઇને કરી છે. #readmore #Worldbookday '

  નિતારા આઠ વર્ષની છે અને મોટેભાગે લાઇમલાઇટથી દૂર રહે છે. તેનો અવાજ સાંભળીને ફેન્સ સતત વીડિયો પર કમેન્ટ્સ કરી રહ્યાં છે અને વ્હાલ મોકલી રહ્યાં છે
  Published by:Margi Pandya
  First published:April 25, 2021, 10:26 IST

  ટૉપ ન્યૂઝ