દિગ્ગજ ટેલીવિઝન લેખિકા, નિર્દેશક અને નિર્માતા વિંટા નંદાએ પોતાના મશહૂર ટીવી શો 'તારા'ના લીડ એક્ટર પર રેપ અને યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેમણે ફેસબુક પર લાંબી પોસ્ટ લખીને જણાવ્યું છે કે આજની ટીવીના 'સંસ્કારી' એક્ટરે તેમની સાથે રેપ કર્યો અને શોની અન્ય એકટ્રેસ સાથે ખરાબ વ્યવહાર પણ કર્યો હતો.
નંદાએ પોતાના ફેસબુક પોસ્ટમાં આ વ્યક્તિનું નામ નથી લખ્યું પરંતુ તેમણે પોસ્ટમાં ટીવીના 'સંસ્કારી' શબ્દનો ઉપયોગ કર્યો છે. એટલે સીધો જ નિશાન આલોકનાથ પર લાગે છે. સોશિયલ મીડિયામાં પણ લોકોએ તેને ઘેરવાનો શરૂ કરૂ દીધો છે. નંદાએ આગળ જણાવ્યું કે તે દારૂના નશામાં જ સેટ પર આવતો અને શોની લીડ એક્ટ્રેસ સાથે ખરાબ વર્તન કરતો. આની ફરિયાદ મારી પાસે આવી પછી અમે તેને કહ્યું હતું કે આવું ફરી ન થવું જોઇએ પરંતુ તેની આવી હરકતો રોકાઇ નહી. એક્ટ્રેસે તેને એકવાર થપ્પડ પણ મારી દીધો હતો. જે પછી તે એક્ટરને શોમાંથી પણ કાઢી મુકવામાં આવ્યો હતો. આ શો દરમિયાન પીડિત લીડ એક્ટ્રેસ નવીનીત નિશાન હોય શકે છે.
નંદાએ પોતાની સાથે થયેલી જબરદસ્તી વર્ણવતા કહ્યું કે, 'આરોપી એક્ટરે નશાની હાલતમાં નિર્દયતાથી રેપ કર્યો. જે ઘટનાએ મને અંદરથી હચમચાવી નાંખી. જે પછીના ઘણાં વર્ષો ભારે વિત્યાં. મારે કામ માટે સંઘર્ષ કરવો પડ્યો.' તેમણે આગળ જણાવતા કહ્યું કે, દુખની વાત એ છે કે જે એક્ટર સવાલોના ઘેરામાં છે તે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં સૌથી સંસ્કારીના રૂપમાં ઓળખાય છે.
તેમણે આટલા વર્ષો પછી કેમ આ વાત જાહેર કરી, તો તેના જવાબમાં કહે છે કે, 'હવે હું એટલે કહી રહી છું કારણ કે કોઇ અન્ય છોકરી સાચું કહેવાથી ન ડરે.'
મહત્વનું છે કે #metoo કેમ્પેન અંતર્ગત મીડિયા અને મનોરંજન જગતના મોટા નામો પર ખરાબ વર્તાવ અને યૌન શોષણના આરોપ લાગ્યાં છે. જેમાં વિકાસ બહલ, નાના પાટેકર, રજત કપૂર, ચેતન ભગત જેવા મોટા નામો સામેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર