Home /News /entertainment /તુનિષા શર્મા પંચમહાભૂતમાં વિલીન, ગોડદેવ સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર થયા, સ્મશાનભૂમિમાં માતા બેભાન

તુનિષા શર્મા પંચમહાભૂતમાં વિલીન, ગોડદેવ સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર થયા, સ્મશાનભૂમિમાં માતા બેભાન

તુનિષા શર્મા પંચમહાભૂતમાં વિલીન

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે મીરા રોડ વિસ્તારમાં આવેલા સ્મશાનભૂમિમાં લાવવામાં આવ્યો હતો. તુનિષાની માતા દીકરીના અંતિમસંસ્કારમાં તેઓ બેભાન થઈ ગયાં હતાં.

મુંબઈ. ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે મીરા રોડ વિસ્તારમાં આવેલા સ્મશાનભૂમિમાં લાવવામાં આવ્યો હતો. શેજાન ખાનની માતા અને બહેન પણ તુનિષા શર્માના અંતિમસંસ્કારમાં પહોંચ્યા છે. આ દરમિયાન ત્રણેય તુનિષાના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. 20 વર્ષીય ટીવી-એક્ટ્રેસ તુનિષા શર્માએ 24 ડિસેમ્બરના રોજ બપોરે 3.15 વાગ્યે સિરિયલ 'અલીબાબા દાસ્તાને કાબુલ'ના સેટ પર આત્મહત્યા કરી હતી. સેલેબ્સ તુનિષાના અંતિમ દર્શન માટે મીરા રોડ સ્થિત તેનાં ઘરે આવ્યા હતા. તુનિષાના કાકાએ અંતિમ સંસ્કારની વિધિ કરી હતી. તુનિષાની માતા વનીતાની આંખો રડી રડીને સૂજી ગઈ હતી અને દીકરીના અંતિમસંસ્કારમાં તેઓ બેભાન થઈ ગયાં હતાં.

તુનિષાનો ખાસ મિત્ર તથા ટીવી એક્ટર કંવર ધિલ્લોન સૌ પહેલાં આવ્યો હતો. ત્યારબાદ ટીવી એક્ટર શિવિન નારંગ, વિશાલ જેઠવા, ટીવી એક્ટ્રેસ અશનૂર કૌર, ડિરેક્ટર અબ્બાસ-મસ્તાન, ટીવી એક્ટ્રેસ દીપિકા સિંહ ગોયલ પણ આવ્યા હતા.

આ પણ વાંચોઃ યુપી સ્થાનિક સંસ્થા ચૂંટણીને લઈને CM યોગી આદિત્યનાથની મોટી જાહેરાત


અભિનેત્રીના મામાએ તુનિષાના અંતિમ સંસ્કાર ગોડદેવ સ્મશાનભૂમિ ખાતે કર્યા હતા. આ દરમિયાન પોતાની એકના એક પુત્રીના મોતથી તેની માતાને ઘેરો આઘાત લાગ્યો છે. દીકરીની ડેડબૉડી જોયા બાદ તેઓ એકદમ બેભાન જેવા થઈ ગયાં હતાં.

અભિનેત્રી તુનીષા શર્મા આત્મહત્યા કેસના આરોપી શેજાન ખાને તાજેતરમાં કહ્યું હતું કે બંનેના ધર્મ અલગ હતા અને ઉંમરમાં પણ તફાવત હતો. શિજાન 28નો તો તુનિષા 20 વર્ષની હતી. શિજાને એમ પણ કહ્યું હતું કે શ્રદ્ધા મર્ડર કેસ પણ તેમના સંબંધો તૂટવા પાછળ જવાબદાર છે. એ સમયે દેશમાં જે રીતનો માહોલ હતો એનાથી તે અપસેટ હતો. પોલીસે કહ્યું હતું કે તેઓ લવ-જિહાદ એંગલથી પણ તપાસ કરી રહ્યા છે.

તુનિષાના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરવામાં આવી તે સમયની તસવીર.


તુનિષાએ સુસાઇડ કર્યું એના કલાકો પહેલાં શિજાન સાથે લંચ પણ કર્યું હતું. શિફ્ટનું શૂટિંગ પૂરું થયા બાદ મેકઅપ રૂમમાં શિજાન તથા તુનિષાએ બપોરના ત્રણ વાગ્યે સાથે લંચન કર્યું હતું. પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે 15 મિનિટમાં એવું તો શું બન્યું કે તુનિષાએ 3.15 વાગ્યે આત્મહત્યા કરી લીધી.
View this post on Instagram


A post shared by Koimoi.com (@koimoi)


તુનિષાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ભારતના 'વીર પુત્ર-મહારાણા પ્રતાપ'થી કરી હતી. તે 'ચક્રવર્તી અશોક સમ્રાટ', 'ગબ્બર પુંછવાલા', 'શેર-એ-પંજાબ: મહારાણા રણજિત સિંહ', 'ઈન્ટરનેટ વાલા લવ' અને 'ઈશ્ક શુભાન અલ્લાહ' જેવી સિરિયલમાં પણ જોવા મળી હતી. તુનિષાના પરિવારજનોએ તેના પૂર્વ બોયફ્રેન્ડ શેજાન ખાન પર પણ ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. તેના પર તુનિષાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
First published:

Tags: Funeral, Tribute, Tunisha Sharma

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો