Home /News /entertainment /Tunisha Sharma Death Case: તુનિષાની માતાએ શિજાન પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- ડ્રગ્સ લેતો'તો, મારતો'તો

Tunisha Sharma Death Case: તુનિષાની માતાએ શિજાન પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- ડ્રગ્સ લેતો'તો, મારતો'તો

તુનિષાની માતા - ફાઇલ તસવીર

Tunisha Sharma Death Case: તુનિષાની માતાએ કહ્યું કે, તે કંઈ સમજી શકતી નહોતી, તે બાળક જેવી થઈ ગઈ હતી. આ બધું જૂનથી શરૂ થયું હતું. બંને વચ્ચે માત્ર 6 મહિનાનો સંબંધ હતો. તેમણે કહ્યું કે, હું પોલીસને સહકાર આપી રહી છું. તુનિષાની માતાએ આરોપ લગાવ્યો છે કે, શિજાન ડ્રગ્સ લેતો હતો અને તેનો ડોપ ટેસ્ટ કરાવવો જોઈએ.

વધુ જુઓ ...
    શાલિની કપૂર, મુંબઈઃ ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના મોત મામલે અભિનેતા શિજાન ખાન જેલમાં છે. ત્યારે અભિનેત્રીની માતાએ પણ શિજાન પર ઘણા ગંભીર આરોપો લગાવ્યાં છે. તુનિષાની માતાએ શિજાન પર તેની પુત્રીને માર મારવા અને તેની પુત્રીને પરિવારથી દૂર લઈ જવા જેવા અનેક ગંભીર આરોપો લગાવ્યાં છે. તુનિષાની માતાએ ન્યૂઝ 18 સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતુ કે, ‘તુનિષા મારાથી દૂર જઈ રહી હતી.’ તેણે કહ્યું કે, તુનિષાએ તેના મિત્રને કહ્યું હતું કે, શિજાને તેને સિગારેટ પીવાની આદત પાડી દીધી હતી.

    તુનિશાના મૃત્યુના દિવસનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, તે દિવસે સેટ પર હતી ત્યારે બંને વચ્ચે શું થયું તે કોઈને ખબર નથી. તે હત્યા અથવા આત્મહત્યા હોઈ શકે છે. આ સાથે તુનિશાની માતાએ પણ કહ્યું કે, ‘કંઈક ખોટું થયું છે, તે આત્મહત્યા કરનારાઓમાં નથી.’

    શિજાન પર હુમલો કરવાનો આરોપ હતો


    તુનિશાની માતાએ પ્રશ્ન કર્યો કે, ‘તેની પુત્રીને દૂરની હોસ્પિટલમાં શા માટે લઈ જવામાં આવી.’ તેમણે કહ્યું કે, જો તેઓ તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હોત તો કદાચ તે બચી શકી હોત. તુનિષાના પ્રથમ આત્મહત્યાના પ્રયાસ અંગે તેમણે જણાવ્યું કે, તેમને આ અંગે જાણ નથી. તુનિષા અને શિજાનના બ્રેકઅપ અંગે તેમણે કહ્યું કે, જે દિવસે તેમનું બ્રેકઅપ થયું તે દિવસે તે ઘરે આવી અને ખૂબ રડી. તેમણે કહ્યું કે, તેમણે મને શિજાને મને માર માર્યો છે અને મારો યુઝ કર્યો છે.


    તુનિષાની માતાએ કહ્યું કે, ‘હું તેની માતા છું. તેના પિતા ગયા ત્યારથી મારું આખું જીવન તેના પર કેન્દ્રિત હતું.’ શિજાનની માતાએ પણ તુનિષાનો વોઈસ મેસેજ બહાર પાડ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, હું તુનિષાની જિંદગી હતી અને તે મારી જિંદગી હતી. મેં તેને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ તેણે તે બધા જ રૂપિયા શિજાનના ડ્રગ્સ પાછળ ખર્ચ કર્યા. તુનિષા શું કરી રહી છે તે જોવાનો મારો અધિકાર છે.’

    આ પણ વાંચોઃ એક્ટર અકસ્માતના 12 કલાકમાં ફરી સેટ પર પહોંચ્યો

    શિજાન પર ડ્રગ્સ લેવાનો આરોપ હતો


    તુનિષાની માતાએ કહ્યું કે, તે કંઈ સમજી શકતી નહોતી. તે બાળક બની ગઈ હતી. આ બધું જૂનથી શરૂ થયું હતું. તેમણે કહ્યું કે, બંને વચ્ચે માત્ર 6 મહિનાનો સંબંધ હતો. તેમણે કહ્યું કે, હું પોલીસને સહકાર આપી રહી છું. તુનિષાની માતાએ આરોપ લગાવ્યો છે કે, શિજાન ડ્રગ્સ લેતો હતો અને તેનો ડોપ ટેસ્ટ કરાવવો જોઈએ. આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે, બંને વચ્ચે છેલ્લી ઘડીની વાતચીતની તપાસ થવી જોઈએ. તુનિષાની માતાએ તુનિષાનો એક વોઈસ મેસેજ જાહેર કર્યો છે, જેમાં તે તેની માતાને કહી રહી છે કે, તે તેની માતાને ખૂબ પ્રેમ કરે છે.

    આ પણ વાંચોઃ લતા દીદી, રાજૂ શ્રીવાસ્તવ, સિદ્ધૂ મૂસેવાલા સહિત 2022માં આ દિગ્ગજ કલાકારો ગુમાવ્યાં

    ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી તુનિષા શર્માને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ધરપકડ કરાયેલા અભિનેતા શિજાન ખાન 14 દિવસની કસ્ટડીમાં છે. ખાનને 26 ડિસેમ્બરે પાલઘર જિલ્લામાં વાલીવ પોલીસે તુનિષાની આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવા બદલ ધરપકડ કરી હતી.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Bollywood બોલિવૂડ, Suicide case, Tunisha Sharma, Tv actress

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन