Home /News /entertainment /તુનિષા શર્મા પાસે પૈસા નહોતા, મિત્ર પાસેથી માંગ્યા હતા 3 હજાર, મિત્રએ કર્યા ચોંકાવનારા ખુલાસા

તુનિષા શર્મા પાસે પૈસા નહોતા, મિત્ર પાસેથી માંગ્યા હતા 3 હજાર, મિત્રએ કર્યા ચોંકાવનારા ખુલાસા

ફાઇલ તસવીર

તુનિષાની મિત્ર સોનિયા સિંહે પણ દિવંગત અભિનેત્રી વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સોનિયાએ જણાવ્યું કે તુનિષાએ થોડા સમય પહેલા તેની પાસેથી 3,000 રૂપિયાની આર્થિક મદદ માંગી હતી.

    મુંબઈઃ ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા 24 ડિસેમ્બરે તેના શૂટિંગ સેટ પર મૃત હાલતમાં મળી આવી હતી. અભિનેત્રી તેના કો-એક્ટર અને બોયફ્રેન્ડ શિજાન ખાનના મેક-અપ રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી, જે બાદ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. તુનિષાના ગયા પછી અભિનેત્રીની માતા વનિતા શર્માએ શિજાન અને તેના પરિવાર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. વનિતાએ શિજાન પર તુનિષા શર્માને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો છે, જે બાદ શિજાન પોલીસ કસ્ટડીમાં છે. આ દરમિયાન તુનિષાની મિત્ર સોનિયા સિંહે પણ દિવંગત અભિનેત્રી વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સોનિયાએ જણાવ્યું કે તુનિષાએ થોડા સમય પહેલા તેની પાસેથી 3,000 રૂપિયાની આર્થિક મદદ માંગી હતી.

    સોનિયા સિંહે એક ઈન્ટરવ્યુમાં તુનિષા વિશે આ ખુલાસો કર્યો છે. સોનિયાએ તુનિષા સાથે કામ કર્યું છે અને બંને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી. બંને અવારનવાર એકબીજાને મળતા હતા. પરંતુ, થોડા સમયથી બંને વચ્ચે ઓછી વાત થઈ હતી. એક ઈન્ટરવ્યુમાં સોનિયાએ તુનિષા સાથે જોડાયેલી ઘણી બાબતો પર ચર્ચા કરી અને જણાવ્યું કે બંને વચ્ચેના સંબંધો કેવા હતા અને છેલ્લા કેટલાક સમયથી તુનિષાના વર્તનમાં કેવા બદલાવ આવ્યા હતા.

    આ પણ વાંચોઃ સોમી અલીએ ફરી સલમાન ખાન પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું તે મને માર મારતો અને ગંદી ગાળો પણ ભાંડતો

    સોનિયાએ ન્યૂઝ પોર્ટલ આજ તક સાથેની વાતચીતમાં કહ્યું- 'જ્યારે પણ તુનિષા ફ્રી હતી, તે મને ફોન કરતી હતી, મને મળતી હતી. તે ઘણા સમયથી ખૂબ વ્યસ્ત થઈ ગઈ હતી, આ માટે હું તેને ક્યારેક ટોણા મારતી. તે શિજાન સાથે ખૂબ જ ખુશ હતી, જો કે, હું ક્યારેય શિજાનને રૂબરૂ મળી નથી, પરંતુ તેણે મને તેની સાથે એક કે બે વાર વિડીયો કોલ પર વાત કરાવી. અમે ડિસેમ્બરમાં પણ મળ્યા હતા. 14 ડિસેમ્બરે તે મને મળવા એક સલૂન પહોંચી, જ્યાં તેણે મને કહ્યું કે શિજાન તેની સાથે સ્પેસ માગી રહ્યો છે.

    તુનિષાએ કહ્યું- 'શિજાન સ્પેસ માગી રહ્યો છે, તો હું આપી રહી છું. થોડા દિવસ વાત નહીં કરું, પછી કરીશ. તે કહે છે કે હું દરેક સમયે પ્રેમ વિશે વાત કરી શકતો નથી. મેં તેને કહ્યું કે સંબંધોમાં આવું થાય છે. તે શિજાનના પ્રેમમાં હતી, લગ્ન કરીને સેટલ થવા માંગતી હતી. જો કે, આ બધા માટે તે હજી ઘણી નાની હતી. તુનિષા પાસે મોટાભાગે પૈસા નહોતા. થોડા સમય પહેલા તેણે મારી પાસે 3 હજાર માંગ્યા હતા. પછી મેં તેને પૂછ્યું કે શું થયું કે તેની પાસે બિલકુલ પૈસા નથી.



    સોનિયાએ જણાવ્યું કે, તુનિષાએ આત્મહત્યાના એક દિવસ પહેલા તેને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે જો તેણીને તેની માતાનો ફોન આવે તો તેણી તેને કહે કે તે તેની સાથે છે અને બંને ગોલગપ્પા ખાવા ગયા છે. સોનિયા બીજા દિવસે તુનિષાને ફોન કરીને આ જુઠ પાછળનું કારણ પૂછવા જઈ રહી હતી, પણ પછી તેને ખબર પડી કે તુનિષા હવે આ દુનિયામાં નથી.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Entertainment news, Tunisha Sharma

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन