મુંબઈ: ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) જે TRPની રેસમાં ટોપ 5 શોની યાદીમાં રહે છે, તો તે તેની શાનદાર વાર્તા અને મજેદાર પાત્રોને કારણે શક્ય બન્યું છે. શોનું દરેક પાત્ર પોતાનામાં ખાસ છે, જેઓ પોતાની અનોખી કહાની અને હરકતોથી દર્શકોને હસાવતા રહે છે, પરંતુ જો કોઈ પાત્રને સૌથી વધુ પ્રેમ મળ્યો હોય તો તે છે જેઠાલાલ (Jethalal)ને, જે પ્રખ્યાત એક્ટર દિલીપ જોશી (Dilip Joshi) નિભાવી રહ્યા છે.
દિલીપ જોષી વર્ષોથી આ શોમાં જેઠાલાલ ચંપકલાલ ગડાનું પાત્ર ભજવી રહ્યા છે. જો કે દિલીપે ઘણા શો અને ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ આ ભૂમિકા ભજવીને તેમણે ખરી લોકપ્રિયતા મેળવી, પરંતુ આ રોલ ઓફર થયાના એક વર્ષ પહેલા સુધી તે બેરોજગાર હતા.
અભિનેતાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે તે શો 'તારક મહેતા...'માં કામ કરતા પહેલા જે શોમાં એક્ટિંગ કરતા તે બંધ થઈ ગયા હતા. તેમની પાસે એક વર્ષથી કોઈ કામ ન હતું. ત્યારપછી તેમને અસિત મોદીએ જેઠાલાલનો રોલ ઑફર કર્યો હતો. દિલીપે એક રસપ્રદ વાત જણાવી કે, જેઠાલાલ સિવાય તેમને ચંપકલાલનો રોલ પણ ઓફર કરવામાં આવ્યો હતો.
વીડિયોમાં અભિનેતા કહી રહ્યો છે કે, એક દિવસ મારી અસિતજી સાથે વાત થઈ હતી. તેમણે કહ્યું કે, તે એક શો લાવી રહ્યા છું, જેને લઈને હું ઉત્સાહિત થઈ ગયો. તેમણે મને જેઠાલાલ અને ચંપકલાલ વચ્ચેનો રોલ પસંદ કરવાની ઓફર કરી. અભિનેતાએ કહ્યું કે, હું ન તો ચંપકલાલ કે જેઠાલાલ જેવો દેખાઈશ, કારણ કે કેરિકેચરમાં તે મૂછવાળો દુર્બળ માણસ છે.
દિલીપે આગળ કહ્યું, 'તે ભૂમિકા ભજવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. આના પર આસિત મોદીએ કહ્યું કે, તેમને પૂરો વિશ્વાસ છે કે, તમે જે પણ પાત્ર કરશો તે સારું જ કરશો. આ રીતે મને જેઠાલાલનું પાત્ર મળ્યું. દિલીપ જોશી આ શો દ્વારા લોકોને કંઈક સકારાત્મક બતાવવા માંગતા હતા. તેમણે કહ્યું, 'જ્યારે તે શરૂ થયું ત્યારે અમારા મગજમાં એક જ વાત હતી કે ટીવીમાં ઘણી બધી નેગેટિવિટી ચાલી રહી છે. સાસુ, વહુ વગેરે પરંતુ આપણે કંઈક સારું બતાવવું જોઈએ.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર