આ ઍક્ટ્રસ હશે એકતા કપૂરની નવી 'નાગિન' Videoમાં થયો ખુલાસો

એકતા કપૂરનો ટીવી શો 'નાગિન' નો સુપરહિટ શો રહ્યો છે. હવે એકતા કપૂરે સિરિઅલ 'નાગિન 4' નો નવો પ્રોમો શેર કર્યો છે.

એકતા કપૂરનો ટીવી શો 'નાગિન' નો સુપરહિટ શો રહ્યો છે. હવે એકતા કપૂરે સિરિઅલ 'નાગિન 4' નો નવો પ્રોમો શેર કર્યો છે.

 • Share this:
  ટીવી પર 'નાગિન' સિરિઅલથી શરૂઆત કરનારી અભિનેત્રી મૌની રોય આ દિવસોમાં બોલિવૂડ તરફ વળી છે. પરંતુ એકતા કપૂરની આ સિરિઅલ સુપરહિટ બની ગઈ છે. અત્યાર સુધી આ સિરિઅલની 3 સીઝન ઘણી હિટ રહી છે અને હવે એકતા પણ તેની ચોથી સીઝન લઈને આવી રહી છે. આવી સ્થિતિમાં આ સિરિઅલની આતુરતાથી રાહ જોતા ચાહકો આ વખતે નાગિન કોણ હશે તે અંગે ખૂબ જ ઉત્સાહિત છે. જોકે આ માટે ઘણા નામ બહાર આવ્યાં હતાં, પરંતુ હવે બહાર આવ્યું છે કે આ વખતે 'નાગિન 4'માં કોણ હશે.

  કલર્સ અને એકતા કપૂરે સિરિઅલ 'નાગિન 4' નો નવો પ્રોમો શેર કર્યો છે. નવા પ્રમોમાં ટીવી એક્ટ્રેસ જાસ્મિન ભસીન (Jasmin Bhasin) નાગિન તરીકે જોવા મળી રહી છે. આ પ્રોમો શેર કરતી વખતે જાસ્મિને લખ્યુ છે કે જ્યારે ઘણા લોકો ટીવી પર પાછા આવવા પર પુછતા હતા. તો હવે તે નાગિન તરીકે જેમ જોવા મળશે. પ્રોમોની શરૂઆત જાસ્મિનની ઝેરી આંખોથી થાય છે, જેના પછી તેનો ચહેરો બતાવવામાં આવે છે. આ પ્રોમોની શેર કરતા એકતાએ લખ્યું, 'નાગિનની દુનિયામાં આપનું સ્વાગત છે, જાસ્મિન .. નાગિન ભાગ્યની ઝેરી રમત'.

  આ પણ વાંચો: બોલિવૂડમાં કેવી રીતે શૂટ થાય છે કિસિંગ સીન, પહેલીવાર હકીકત આવી સામે


  સિરિઅલમાં બે નાગિન ઘણીવખત સાથે જોવા મળે છે. જાસ્મિન પહેલા આ શોમાં અભિનેત્રી નિયા શર્માની વાત બહાર આવી ચુકી છે. જોકે નિયાનો લૂક કેવો હશે તે બતાવવા કોઈ પ્રોમો જાહેર કરવામાં આવ્યો નથી. આ સાથે જ અભિનેત્રી શાયંતાના પણ આ સિરિઅલમાં આવવાના અહેવાલો આવી રહ્યા હતા.

  અભિનેત્રી જાસ્મિન આ પહેલા સિરિઅલ 'દિલ તો હપ્પી હૈ જી' અને 'દિલ સે દિલ તક' માં જોવા મળી હતી. આ ઉપરાંત તે રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી'માં પણ જોવા મળી હતી.
  Published by:Bhoomi Koyani
  First published: