Home /News /entertainment /જેને 2 મિનિટ પણ પરફોર્મ કરવા નહતું મળ્યુ, તે 'ધ કપિલ શર્મા શો'માં મહેમાન બનીને પહોંચ્યો
જેને 2 મિનિટ પણ પરફોર્મ કરવા નહતું મળ્યુ, તે 'ધ કપિલ શર્મા શો'માં મહેમાન બનીને પહોંચ્યો
Photo: @zakirkhan_208
ઝાકિર ખાનની કોમેડીના અંદાજથી મોટાભાગના દર્શકો પરિચિત હશે. તે હવે અનુભવ સિંહ બસ્સી, કુશા કપિલા અને અભિષેક ઉપમન્યુ સાથે 'ધ કપિલ શર્મા શો'માં પહોંચ્યો હતા. ત્યારે શોમાં એક અલગ જ વાતાવરણ સર્જાયુ હતું. આ ખાસ એપિસોડમાં, જસબીર સસ્સી અને ઋચા શર્મા પણ પહોંચી હતી. તમામે પોતપોતાના અંદાજથી દર્શકોનું મનોરંજન કર્યુ હતું.
મુંબઈઃ ઝાકિર ખાને શોમાં એ સમય વિશે જણાવ્યુ, જ્યારે તે કોમેડીમાં પોતાનું વર્ચસ્વ બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. તે કહે છે કે, 'આપણે નાનપણમાં જૉની ભાઈ અને રાજુ ભાઈની સીડી જોવાનું પસંદ કરતા હતાં. સ્કુલમાં ભણતા હતાં ત્યારે લાફ્ટર ચેલેન્જ ટીવી પર આવવાનું શરુ થયુ હતું.' ઝાકિર ખાન તેનો દરેક શો જોતા હતા અને સપના જોતા કે તે પણ શોમાં પરફોર્મ કરતા સમયે કેવો દેખાશે.
શો જોયા બાદ, ઝાકિરને લાગ્યુ હતું કે આ બધુ કરવું તો ખૂબ જ સરળ છે, પણ હવે તેને હકીકતમાં સ્ટેજ પર પરફોર્મ કરવાનો મોકો મળ્યો હતો. ત્યારે અહેસાસ થયો કે કોમેડી તો ખૂબ જ અઘરુ કામ છે. તે જણાવે છે કે, 'પહેલીવાર સ્ટેજ પર પહોંચ્યો તો 2 મિનિટની અંદર જ નીચે ઉતરી ગયો હતો. મિત્રો અને ફેમિલી સામે પોતાની કોમેડી ચાલી શકતી, કારણકે તે જાણતા હતાં કે તમે કયા સંદર્ભમાં વાત કરી રહ્યા છો.'
ઝાકિરે કહ્યુ કે અજાણ્યા દર્શકોને વાર્તા સંભળાવવી, અને પછી તેમને હસાવવું ખૂબ જ અઘરુ કામ છે. એક સાચા કોમેડિયન માટે આવું કરવું અઘરુ હતું. તેણે કપિલ શર્માના વખાણ પણ કર્યા, જેની રોશનીમાં તમામ કોમેડિયન આજે ઝગમગી રહ્યા છે.