શક્તિમાન પછી આજથી દૂરદર્શન શરૂ કરશે બાળકોનો શો 'ધ જંગલ બુક', ટાઇમ જાણી લો

ધ જંગલ બૂક

બાળકોના મનોરંજનનું ધ્યાન રાખીને દૂરદર્શને ધ જંગલ બુક પણ ફરી બતાવવાનું નક્કી કર્યું છે.

 • Share this:
  કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ઘરમાં બેસીને સૌથી વધારે જો કોઇ કંટાળી રહ્યા હોય તો તે છે બાળકો. શેરીમાં રમવા અને સતત ઉછળ કૂદ કરનારા બાળકોને હવે ઘરના ચાર દિવલોમાં ટીવી જોઇને ટાઇમપાસ કરવા સિવાય છુટકો નથી. વળી મા-બાપ પણ સામે નથી ઇચ્છતા કે તેમના બાળકો કોઇ પણ કાર્ટૂન શો જોઇને તેમનું મનોરંજન કરે. ત્યારે આવા તમામ બાળકો અને માતા-પિતા માટે દૂરદર્શન એક સારા સમાચાર લઇને આવ્યું છે. ધ જંગલ બુક (The Jungle Book) ટીવી પર પાછું આવી રહ્યું છે. અને હવે તમે જે શો જોઇને મોટા થયા હતા તે જ શો તમે તમારા બાળકોને બતાવી શકો છો. અને તેમની સાથે બેસીને નાનપણની આ યાદોને ફરી તાજા કરી શકો છો.

  નાનપણમાં મોગલી (Mowgli), બગિરા જેવા પાત્રો અને તેમની સાથે જોડાયેલી યાદોને દૂરદર્શન ફરી તાજી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દૂરદર્શનને લોકડાઉનના સમયમાં લોકોનું મનોરંજન કરવા માટે તેના જૂના અને સૌથી પોપ્યુલર શો ફરી બતાવવાનું શરૂ કર્યું છે. જેમાં મહાભારત, રામાયણ, શક્તિમાન, દેખ ભાઇ દેખ જેવા શો સામેલ છે. ત્યારે બાળકોના મનોરંજનનું ધ્યાન રાખીને દૂરદર્શને ધ જંગલ બુક પણ ફરી બતાવવાનું નક્કી કર્યું છે. આ માટે તેમણે ટ્વિટ કરીને શોના ટાઇમીંગ સમેતની વિગતવાર જાણકારી આપી છે.

  જે મુજબ 8 એપ્રિલ એટલે કે આજથી બપોરે 1 વાગે બાળકનો ફેવરેટ શો ધ જંગલ બુકને બતાવવામાં આવશે. અને હવે તમે રોજ બપોરે આ શો જોઇ શકશો.
  આ સાથે જ દૂરદર્શને વધુ એક જાહેરાત કરી છે. જેમાં રમેશ સિપ્પીનો શો બુનિયાદને પણ ફરી પ્રસારિત કરવામાં આવશે. સાંજે 5 વાગે @DDnational પર આ શો બતાવવામાં આવશે.


  ઉલ્લેખનીય છે કે લોકડાઉનના સમયે રામાયણ અને મહાભારતને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રામાયણનો તો સુર્વણકાળ પાછો આવ્યો છે તેમ લાગે છે. હાલમાં જ તેણે ટીઆરપીના રેકોર્ડ તોડ્યા છે. લોકો પરિવાર સાથે રામાયણ જોઇ રહ્યા છે. અને સોશિયલ મીડિયા પર પણ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
  Published by:Chaitali Shukla
  First published: