Home /News /entertainment /મયુર વાકાણીએ બનાવી પ્રધાનમંત્રી મોદીની મૂર્તિ, 'તારક મહેતા...'ના સુંદરની કલાકારી જોઈ ફેન્સ થયા હેરાન

મયુર વાકાણીએ બનાવી પ્રધાનમંત્રી મોદીની મૂર્તિ, 'તારક મહેતા...'ના સુંદરની કલાકારી જોઈ ફેન્સ થયા હેરાન

ફોટોઃ @mayur_vakaniofficial

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સુંદરલાલનું પાત્ર ભજવનાર મયુર વાકાણી હકીકતમાં એક શાનદાર મૂર્તિકાર છે. તેણે હાલમાં જ પોતાની ટીમ સાથે મળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવી છે.

    મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સુંદરલાલનું પાત્ર ભજવનાર મયુર વાકાણી શોમાં ખૂબ જ મજાક-મસ્તી કરતો જોવા મળે છે. શોમાં તે અલગ-અલગ ધંધો કરતો જોવા મળે છે, પરંતુ કોઈપણ ધંધો ચાલી શકતો નથી. વાસ્તવિક જીવનમાં મયુર ખૂબ જ સુંદર મૂર્તિકાર છઝે. હાલમાં તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ તસવીર દ્વારા ખુલાસો કર્યો છે કે, તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શાનદાર મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ તેણે પોતાની ટીમની સાથે મળીને બનાવી છે. આ તસવીરોમાં મયુર પોતાની ટીમ સાથે સ્કલ્પચર પર કામ કરતા જોવા મળે છે.

    મયુર વાકાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સિગ્નેચર લુકને બનાવ્યો છે. તેણે પીએમ મોદીને કુર્તો અને નહેરુ જેકેટ પહેરાવ્યુ છે, જે એકદમ વાસ્તવિક દેખાઈ રહ્યુ છે. મયુરે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે, "'સેલ્ફી વિથ પીએમ' મયુર વાકાણી અને ટીમ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિકળાને ફાઇનલ ટચ આપતા."

    આ પણ વાંચોઃ માતાના બે મહિના બાદ મહેશ બાબૂના પિતા કૃષ્ણાનું થયું નિધન, હાર્ટ અટેક આવતા હોસ્પિટલમાં કરાયા હતાં ભરતી

    મયુર વાકાણીએ મૂર્તિકળાથી ફેન્સને ખૂબ જ ઈમ્પ્રેસ કરી દીધા છે અને લોકો સતત તેના વખાણ કરી રહ્યા છે. જોકે અમુક ચાહકો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સુંદરના પાત્રના વખાણ કરતા કોમેન્ટ્સ કરી, એકે લખ્યુ, "અદ્ભૂત કામ સુંદર ભાઈ" અન્ય એકે કોમેન્ટ કરી, "સુપર! સુંદર ભાઈ" અન્ય એક યુઝરે લખ્યુ, "તમે શાનદાર મૂર્તિકાર પણ છો, ખૂબ સરસ."

    આ પણ વાંચોઃ KBCમાં અમિતાભની જગ્યાએ જોવા મળશે ગુજરાતની આ છોકરી, અમિતાભથી લઈને દર્શકો પણ થઈ ગયા હેરાન



     
     

     

     


    View this post on Instagram


     

     

     

     

    A post shared by Mayur Vakani (@mayur_vakaniofficial)





    ફેન્સ સુંદરની કરી રહ્યા છે મસ્તી


    એક ફેનએ મજાકમાં લખ્યુ કે, પોતાના ઓનસ્ક્રીન 'માઈ ડિયર જીજાજી' પાસેથી પૈસા લીધા હશે. જણાવી દઈએ કે શોમાં સુંદર, જેઠાલાલના સાળાનું પાત્ર ભજવે છે અને હંમેશા તેની પાસેથી કોઈના કોઈ બહાને પૈસા માંગતો રહે છે. એક યુઝરે લખ્યુ, "જેઠાલાલ પાસેથી સ્ટેચ્યુના પૈસા લીધા હશે." અન્ય એક યુઝરે લખ્યુ, "લાગે છે જેઠાને છોડીને હવે મોદીજીનો નંબર લગાવ્યો છે સુંદર ભાઈએ."

    આ પણ વાંચોઃ Joyland ban in Pakistan: ઓસ્કાર લિસ્ટમાં આવેલી પોતાના જ દેશની ફિલ્મ પર પાકિસ્તાને લગાવ્યો પ્રતિબંધ

    દિશા વાકાણીનો સગો ભાઈ છે મયુર વાકાણી


    જણાવી દઈએ કે, મયુર વાકાણી રિયલ લાઇફમાં પણ દયાબહેનનું પાત્ર ભજવનાર દિશા વાકણીનો ભાઈ છે. દિશા પોતાના મેટરનિટી બ્રેક બાદ શોમાં પરત નથી ફરી, ત્યારે મયુર હજુ શો નો ભાગ છે.

    ગયા મહિને, તેણે દિશાના ગળાના કેન્સરની ખબરનો ઈન્કાર કર્યો હતો.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Captain Amrinder Singh Narendra Modi meeting, Entertainment news, Mayur vakani, Tarak Mehta ka Oolatah chashma, તારક મહેતા, મનોરંજન

    विज्ञापन
    विज्ञापन