આ જાણીતા એક્ટરની બિલ્ડિંગમાં મળ્યા 3 કોરોના પોઝિટિવ દર્દી, સીલ થઇ બિલ્ડિંગ

News18 Gujarati
Updated: April 11, 2020, 4:00 PM IST
આ જાણીતા એક્ટરની બિલ્ડિંગમાં મળ્યા 3 કોરોના પોઝિટિવ દર્દી, સીલ થઇ બિલ્ડિંગ
તનમય વેકારિયા

તનમય વેકારિયાની પૂરી બિલ્ડિંગને હાલ સીલ કરવામાં આવી છે.

  • Share this:
ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે દેશ અને દુનિયાના અનેક શહેરોમાં તેનો ખોફ ફેવાયો છે. ત્યારે ભારતમાં અત્યાર સુધી આ વાયરસના કારણે 7,449 લોકો સંક્રમિત થયા છે. અને 239 લોકોએ આ કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાના વધતા ખતરાને જોઇને દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તેમ છતાં રોજ રોજ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે હવે બિલ્ડિંગ અને વિસ્તારો પણ સીલ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા તનમય વેકારિયા (Tanmay Vekaria)ની બિલ્ડિંગમાં કોરોનાનો આવો જ એક કેસ સામે આવ્યો છે.

તનમય વેકારિયાની પૂરી બિલ્ડિંગને હાલ સીલ કરવામાં આવી છે. આ વિષે તેમણે પોતે જ જાણકારી આપી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ મુજબ તનમય વેકારિયાની બિલ્ડિંગના 3 લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જે પછી તેમની પૂરી બિલ્ડિંગને 14 દિવસ માટે સીલ કરવામાં આવી છે. તનમય કહ્યું છે કે તે ત્રણેય લોકોની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નહતી. અને તેમને સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તનમય વેકારિયા મુંબઇના કાંદિવલીમાં રાજ એપાર્ટમેન્ટમાં રહે છે. તનમયનું કહેવું છે કે આ કારણે તેમનો પૂરો પરિવાર સેલ્ફ આઇસોલેશનમાં છે.

તનમયે કહ્યું કે આ અમારી માટે ખુબ જ મુશ્કેલીનો સમય છે. મારા પરિવાર ડરેલો છે. ઘરની બહાર નીકળવાની સખત મનાઇ છે. અને આ વાત અમે પૂરી રીતે સમજીએ છીએ. આ વખતે ઘરે રહેવું તે જ સૌથી વધુ જરૂરી કામ છે. હું BMC વખાણ કરીશ કે તેમના અધિકારીઓ અમારી બહુ મદદ કરી રહ્યા છે. અમારી આખી બિલ્ડિંગ સેનેટાઇઝ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે તેમની બિલ્ડિંગના શાકવાળા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે કહ્યું કે હું બહુ ડરેલો છું. શાકવાળાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું તેના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નથી પણ તેમ છતાં જરૂરી નિયમો ફોલો કરી રહ્યો છું. હું 14 દિવસના સેલ્ફ ક્વારંટાઇનમાં રહેવાનો નિર્ણય લીધો છે. વધુમાં તેણે કહ્યું કે અમારી બેઝિક જરૂરિયાત દૂધ, શાક, દવાઓ અમને મળી રહી છે. એટલે ચિંતાની કોઇ વાત નથી.
First published: April 11, 2020, 3:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading