Home /News /entertainment /ખુશખબર! લાંબા સમયથી જેની રાહ જોવાતી તે ફરી જોવા મળશે, 'તારક મહેતા...'ના આ પાત્રની થઈ વાપસી
ખુશખબર! લાંબા સમયથી જેની રાહ જોવાતી તે ફરી જોવા મળશે, 'તારક મહેતા...'ના આ પાત્રની થઈ વાપસી
ફાઇલ ફોટો
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં એક જૂના પાત્રની ફરી વાપસી થઈ છે. શોમાં તન્મ વેકરિયા દ્વારા ભજવાતું પાત્ર બાઘાની ગર્લફ્રેન્ડ બાવરી ફરી પાછી આવી રહી છે. ઘણા સમયથી આ પાત્ર ગાયબ હતું, જેની વાપસી દર્શકોને ખૂશ કરી દેશે.
મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ભારતીય ટેલિવિઝનની સૌથી સફળ અને દર્શકોના ફેવરેટ શોમાંથી એક રહ્યો છે. આ શો વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યુ છે, તેથી તેના ચાહકો પણ એટલા જ છે. આ શો છેલ્લા 15 વર્ષોથી લોકોના દિલો પર રાજ કરી રહ્યો છે. આ દરમિયાન શોના ઘણા પાત્રોએ તેને અલવિદા પણ કહી દીધું છે. તેમાં 'દયાબેન' થી લઈને 'અંજલી ભાભી' સુધી સામેલ છે. જોકે, ઘણા પાત્રોની સામે મેકર્સે બીજા સ્ટાર્સ ગોતી લીધા છે, પણ દયાબેનની વાપસીની ફેન્સ હજુ પણ રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન મોડા જ ખરા પણ TMKOCના મેકર્સે શોના જૂના એક પાત્રની ફરી એન્ટ્રી કરાવી દીધી છે.
જી હા, TMKOCના મેકર્સે દર્શકોને ખુશ કરી દીધા છે. કારણકે, નિર્માતા શોમાં હવે એક જૂના પાત્રની ફરી એન્ટ્રી કરવાવા જઈ રહ્યા છે.મેકર્સે શોમાં બાવરીની રીએન્ટ્રી કરવાનું મન બનાવી લીધુ છે. આ પાત્ર માટે અભિનેત્રી નવીના વાડેકરને પસંદ કરવામાં આવી છે.
આ મુદ્દા પર વાત કરતા શોના નિર્માતા અસીત કુમાર મોદીએ કહ્યુ- "હું બાવરીના પાત્ર માટે એક નવો અને માસૂમ ચહેરો ઈચ્છતો હતો અને મને તે મળી ગયો છે જેની અમે તલાશ કરી રહ્યા હતાં. તેણીએ શોને લઈને પોતાની કમિટમેન્ટ પણ આપી છે." ખાસ વાત તો એ છે કે હવે સેટ પરથી બાવરી અને બાઘાની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. જેનાથી જાણ થાય છે કે આ નવા અપડેટથી ફેન્સ કેટલા ખુશ છે.
અસિત મોદીએ શું કહ્યુ?
અસિત કુમાર મોદી અનુસાર, શોમાં બાવરીનું પાત્ર ભજવનાર મોનિતા ભદૌરિયાના રિપ્લેસમેન્ટમાં નવીના એક શાનદાર એક્ટ્રેસ છે. અસિત મોદીએ દર્શકોને નવીના વાડેકર દ્વારા ભજવવામાં આવતા તેમના બાવરીના પાત્ર પર પોતાનો પ્રેમ વરસાવવાનો અનુરોધ કર્યો છે. જેને ઘણા ઑડિશન બાદ પસંદ કરવામાં આવી છે.
તે કહે છે કે, 'અમારો શો દર્શકો દ્વારા સૌથી વધારે પસંદ કરવામાં આવતો શો છે અને અમે બસ તેમના તરફથી જે પણ અપેક્ષા છે તેને પૂરી કરવા માંગીએ છીએ. મને ખાતરી છે કે તેઓ નવી બાવરીને પસંદ કરશે, જેને નવીના વાડેકર ભજવી રહી છે. તે ઉત્સાહી અને તારક મહેતાકા ઉલ્ટા ચશ્માને સમજે છે. અમે આ પાત્ર માટે ઘણા ઑડિશન લીધા, પરંતુ બઘાંમાં સૌથી શ્રેષ્ઠ નવીના રહી. તેથી તેણીને પસંદ કરવામાં આવી છે. હું દર્શકોને અનુરોધ કરુ છુ કે તેઓ નવી બાવરી પર પણ પોતાનો પ્રેમ વરસાવે.'
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર