'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા'ના 'ચંપક ચાચા'એ આ કારણે મનસેની માફી માંગવી પડી

'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા'ના 'ચંપક ચાચા'એ આ કારણે મનસેની માફી માંગવી પડી
ચંપક ચાચા

"જે મુંબઇમાં તે રહે છે તેની ભાષા કંઇ છે તેમને ખબર નથી." : MNS

 • Share this:
  ટીવી (Tv)ના સૌથી ચર્ચિત શો તારક મહેતાના ઉલ્ટા ચશ્માને (Tarak Mehta Ka Oolta Chashma) ગત થોડા સમયથી વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે. ગત શોમાં મુંબઇની ભાષાને હિંદી કહેવા પર MNS (Maharashtra Navnirman Sena) ના વિરોધ સાથે શૂટિંગ રોકવાની ધમકી આપી હતી. સાથે જ શોના સૌથી લોકપ્રિય પાત્ર ચંપક ચાચા એટલે કે અમિત ભટ્ટ (Amit Bhat) અને શોના પ્રોડ્યૂસર અસિત મોદી (Asit Modi)થી માફી માંગવાની વાત પણ કરી હતી. જો કે વિવાદ વધતા ચંપક ચાચાએ એમએનએસના કાર્યકર્તાઓથી માફી માંગી છે. પણ એમએનએસ તે વાત પર અડી ગયું છે કે તે શોના માધ્યમથી માફી માંગે.

  ઉલ્લેખનીય છે કે ગત શોમાં ચંપક ચાચા તે કહેતા નજરે પડ્યા હતા કે હિંદી ભાષા મહારાષ્ટ્રની ભાષા છે. પછી સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. અને તે પછી એમએમએસ કાર્યકર્તાઓએ ચંપક ચાચા અને પ્રોડ્યૂસરને આ મામલે માફી માંગવાની વાત કરી. અને ધમકી પણ આપી કે જો તેમણે આવું ના કર્યું તો શોને તે કોઇ પણ કિંમતે આગળ નહીં વધવા દે.

  આ પછી પ્રોડ્યૂસર અસિત મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર માફી માંગતું ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે "મુંબઇ મહારાષ્ટ્રમાં છે અને આપણા મહારાષ્ટ્રની રાજ્યભાષા મરાઠી જ છે. અમને આ અંગે કોઇ ટાઉટ નથી. હું ભારતીય છું, મહારાષ્ટ્રીય પણ છું અને ગુજરાતી પણ. તમામ ભાષાઓનું હું સન્માન કરું છું. જય હિંદ"


  ત્યાં જ ચંપક ચાાચાએ મરાઠી ભાષામાં લેખિકરૂપે માફી માંગી હતી. એમએનએસના નેતા અમય ખેવકરે કહ્યું કે આ લોકોને તમિલનાડુની ભાષા કંઇ છે તે ખબર છે. ગુજરાતી ભાષા કંઇ છે તે પણ ખબર છે. પણ જે મુંબઇમાં તે રહે છે તેની ભાષા કંઇ છે તેમને ખબર નથી. હિંદી તો અત્યાર સુધી આપણી રાષ્ટ્રભાષા પણ નથી. જો શોના માધ્યમથી તેમણે માફી ના માંગી તો અમે તેમના ચશ્મા ઉલ્ટા કરી દઇશું.

  વધુ વાંચો :  પ્રિયંકાએ પતિ નિક સાથે કરી ઘોડેસવારી, નિકે તસવીરે શેર કરી કહ્યું કંઇક આવું!
  Published by:News18 Gujarati
  First published:March 04, 2020, 14:28 pm

  ટૉપ ન્યૂઝ