રિલીઝ થવાની સાથે જ લીક થઇ Mirzapur 2 સીરીઝ, Tamilrockersનો છે તેમાં હાથ

રિલીઝ થવાની સાથે જ લીક થઇ Mirzapur 2 સીરીઝ, Tamilrockersનો છે તેમાં હાથ
મિર્ઝાપુર 2

મિર્ઝાપુર 2માં ગુડ્ડુ પોતાના ભાઇ અને પોતાની પત્નીનો બદલો લેવા માંગે અને સાથે જ ગુડ્ડુ મિર્ઝાપુર પર રાજ કરવાની ખેવના પણ રાખે છે.

 • Share this:
  એમેઝોન પ્રાઇમ પર વેબ સીરીઝ મિર્ઝાપુર 2 (Mirzapur 2) રીલિઝ થઇ ચૂકી છે. તેને જોરદાર ફિલ્મ રિવ્યૂ પણ મળ્યા છે. અને તેનો એક ચાહક વર્ગ છએ જે લાંબા સમયછી આ પાર્ટ 2ની રાહ જોઇ રહ્યો હતો. વળી એમેઝોમ પ્રાઇમ વીડિયો (Amazon Prime Video)એ દર્શકોને સરપ્રાઇઝ આપતા નક્કી કરેલા સમય અને તારીખથી ત્રણ કલાક પહેલા તેને રીલીઝ કરી. મિર્ઝાપુર 2ના તમામ 10 એપિસોડ રીલિઝ થઇ ચૂક્યા છે. ત્યારે આ સીરીઝની રિલીઝને હજી 1 દિવસ જ થયો છે પણ આ સીરીઝ પાયરસીનો શિકાર બની ગઇ છે. અને દર વખતની જેમ આ વખતે પણ આ પાછળ વેબસાઇટ તમિલરોકર્સ (Tamilrockers)નો જ હાથ છે. તમિલરોકર્સે મિર્ઝાપુર 2ની ફ્રી ડાઉનલોડ સાથે તેને સોશિયલ મીડિયા પર લીક કરી લીધી છે.

  મિર્ઝાપુરની પહેલી સીઝનના પણ ભરપૂર વખાણ થયા હતા. અને દર્શકોએ આ પર ખૂબ વખાણ કર્યા હતા. અને આજ કારણે લોકો લાંબા સમયથી સીઝન 2ની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે 22 ઓક્ટોબરે તેની રિલીઝ થવાની સાથે જ ચોંકવનારી ખબર આવી છે. ઇન્ડિયા ડોટકોમની એક રિપોર્ટનું માનીએ તો મિર્ઝાપુર 2એ પણ તમામ એપિસોડને તમિલરોકર્સે એચડીમાં ઓનલાઇન ફ્રી ડાઉનલોડ સાથે ઇન્ટરનેટ પર લીક કરી લીધી છે.  આ સાથે અન્ય પણ કેટલીક વેબસાઇટે આ પાયરસીની હરકત કરી છે તેવું પણ જાણવા મળ્યું છે. વાત કરીએ આ સીરીઝની તો તેમાં મિહિર દેસાઇ અને ગુરમીત સિંહ દ્વારા નિર્દેશિત મિર્ઝાપુર 2માં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેંદુ શર્મા સિવાય શ્વેતા ત્રિપાઠી, રાજેશ તૈલંગ, શ્રેયા પિલગાંવકર, રસિકા દુગ્ગલ, લિલીપુટ, કુલભૂષણ ખરબંદા જેવા કલાકારોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની આ સીરીઝના પ્રોડ્યૂસર છે.

  વધુ વાંચો : અભિનેતા નરેશ કનોડિયાના મોતની અફવા, પુત્ર હિતુ કનોડિયાએ કહ્યું- તબિયત સ્થિર

  આ સુપર સ્ટાર સીરીઝની પહેલી સીઝન 16 નવેમ્બર, 2018ના રોજ સ્ટ્રીમ કરવામાં આવી હતી. જેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. મિર્ઝાપુર 2માં ગુડ્ડુ પોતાના ભાઇ અને પોતાની પત્નીનો બદલો લેવા માંગે અને સાથે જ ગુડ્ડુ મિર્ઝાપુર પર રાજ કરવાની ખેવના પણ રાખે છે.

  નોંધનીય છે કે તમિલરોકર્સે આ પહેલા અનેક મચઅવેટેડ ફિલ્મોને પણ રીલીઝ પહેલા ઓનલાઇન લિક કરી ચૂક્યું છે. અને આ વખતે પણ આ કામમાં તેનો હાથ છે.
  Published by:Chaitali Shukla
  First published:October 23, 2020, 20:53 pm

  ટૉપ ન્યૂઝ