Taarak Mehta Ka Ooltah Chashmahની 'રીટા રિપોર્ટર'ને થયો કોરોના, 'ગોકુળ ધામે' કરી પ્રાર્થના

News18 Gujarati
Updated: September 30, 2020, 2:19 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmahની 'રીટા રિપોર્ટર'ને થયો કોરોના, 'ગોકુળ ધામે' કરી પ્રાર્થના
પ્રિયા આહૂજા રાજદા

પ્રિયા આહૂજા રાજદાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

  • Share this:
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) પરિવાર સાથે જોડાયેલી અને આ ટીવી શોમાં નજર આવેલી રીટા રિપોર્ટર ઉર્ફ પ્રિયા આહૂજા રાજદા (Priya Ahuja Rajda)ને કોરોના થયો છે. રીટા રિપોર્ટર એટલે કે પ્રિયાએ પોતે આ વાતની જાણકારી આપી છે. તેણે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી છે. તે પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠા લાલથી લઇને અનેક લોકોએ તેના જલ્દી ઠીક થવાની કામના કરી છે.

પ્રિયા આહૂજા રાજદાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાની એક તસવીર પોસ્ટ કરીને એક લાંબી નોટ શેર કરી છે. આ નોટમાં તેણે લખ્યું છે કે આ મારું કર્તવ્ય છે કે હું તમને બધાને સૂચિત કરું કે મારા કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારામાં વાયરસના કોઇ લક્ષણ નથી. જે તમામ લોકો મારા સંપર્કમાં ગત 2-3 દિવસોમાં આવ્યા હોય તે તમામ પ્લીઝ પોતાની તપાસ કરાવો. હું હજી સુધી ઘરે જ હતી. શૂટિંગ પણ નહતી કરતી તેમ છતાં મને કોરોના થયો છે. પોતાને સુરક્ષિત રાખો અને માસ્ક પહેરવાનું ના ભૂલો. આ વાતને બિલકુલ હળવાશમાં ન લો. પ્લીઝ મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરો.



ઉલ્લેખનીય છે કે પ્રિયા અહૂજા રાજદાની આ પોસ્ટ પછી શોના લીડ કેરેક્ટર જેઠા લાલ એટલે કે દિલીપ જોશીએ લખ્યું કે તમે જલ્દી ઠીક થાવ તેના માટે હું પ્રાર્થના કરીશ. ધ્યાન રાખજો. અને જલ્દી ઠીક થઇ જાવ. આ ઉપરાંત સમય શાહ, ઝીલ મહેતા પણ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. ઉલ્લેખનીય છે કે પ્રિયા આહૂજા રાજદા ગત નવેમ્બરમાં પુત્ર અરદાસને જન્મ આપ્યો છે. અને તે પ્રેગેન્સી પછીથી મેટરનિટી લીવ પર હતી.
Published by: Chaitali Shukla
First published: September 30, 2020, 2:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading