મુંબઈઃ ટીવી પર પ્રસારિત થતા જાણીતા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)માં ફરી એકવાર જોરદાર ટ્વિસ્ટ જોવા મળવાનો છે. આ ટ્વિસ્ટ જોઠાયેલો છે ગોકુલધામ સોસાયટીના ‘પોપટલાલ’ (Popatlal) સાથે. અહીં કંઈક એવું થયું છે કે ગોકુલધામ નિવાસી પોપટલાલ માટે પરેશાન થઈ ગયા છે. કોઈ પણ સમજી નથી શકતું કે આખરે પોપટલાલની મદદ કેવી રીતે કરે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આવનારા એપિસોડમાં જોવા મળશે કે એક સાંજે સોસાયટીના તમામ સભ્ય નક્કી કરે છે કે આવતીકાલ સવારે તમામ એક સાથે કામ માટે રવાના થશે. આ દરમિયાન પોપટલાલ જે પોતાના કામ પર જવા માટે ઉત્સાહિત થઈ રહ્યા હતા, પણ અચાનક ગાયબ થઈ જાય છે.
પોપટલાલ મળી તો જાય છે પરંતુ ત્યારબાદ તેઓ જે જણાવે છે તે તમામની પરેશાનીનું કારણ બની જાય છે. ચહેરા પર નિરાશાના ભાવ સાથે પોપટલાલ તમામને જણાવે છે કે તેની ઓફિસે તેને નોકરી છોડી દેવાનું કહ્યું છે અને હવે તે તૂફાન એક્સપ્રેસ (Toofan Express)ના વરિષ્ઠ યુવા પત્રકાર નથી રહ્યા. આ સાંભળીને સોસાયટીના તમામ સભ્ય ચૂપ થઈ જાય છે અને પછી તેમને આશ્વાસન આપવાનો પ્રયાસ કરે છે. તમામ ગોકુલવાસીઓને લાગે છે કે પોપટલાલ પોતાની નોકરી ગુમાવવાને કારણે ખૂર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે કારણ કે એ નોકરી તેમની માટે માત્ર નોકરી નહીં પરંતુ તેમના આત્મસન્માનની વાત હતી.
આ ઉપરાંત પોપટલાલ એવી જાહેરાત કરે છે કે તેઓ બધું પાછળ મૂકીને ક્યાંક દૂર જતા રહેશે. તમામ લોકો પોપટલાલને સમજાવે છે કે નોકરી ગુમાવવી પોપટલાલ માટે એક મોટો આંચકો છે અને પોપટલાલને તેમના સહારાની જરૂરિયાત છે. પરંતુ હવે આગળ શું થશે તે તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આગામી એપિસોડમાં જ ખબર પડશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર