Tarak Mahta...ના જેઠાલાલને મળી ગઇ છે નવી 'દયા ભાભી', 'ટપ્પૂ કે પાપા'નો ટહુકો ફરી સંભળાયો

Tarak Mahta...ના જેઠાલાલને મળી ગઇ છે નવી 'દયા ભાભી', 'ટપ્પૂ કે પાપા'નો ટહુકો ફરી સંભળાયો
નવા દયા ભાભી સાથે જેઠાલાલ

  • Share this:
    મુંબઇ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ટીવી શો છેલ્લા 12 વર્ષથી લોકોને મનમાં અને ટીવી પર રાજ કરે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી શોની લીડ એક્ટ્રેસ એટલે કે જેઠાલાલની પત્ની, દયા બેન (Daya Bhabhi) આ શોમાં બહાર જતા મોટી ખોટ વર્તાય છે. દયા બેનનું પાત્ર ભજવનારી અભિનેત્રી દિશા વાકાણી માતા બન્યા બાદથી આ શોમાં પરત ફરી નથી. પરંતુ, હવે જેઠાલાલને તેની નવી 'દયા' મળી છે. એટલું જ નહીં, શોના નિર્માતા અસિત કુમાર મોદીએ પણ આ નવા દયા બેનને તેના શોમાં લાવવાની વાત કરી છે.
    ખરેખર આ બધું રિયાલિટી ડાન્સ શો ભારતના બેસ્ટ ડાન્સર (India's Best Dancer)ના સેટ પર થવા જઇ રહ્યું છે જ્યાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની આખી ટીમ આ વીકએન્ડ પર જોવા મળશે. આવી સ્થિતિમાં શોના કોરિયોગ્રાફર રુતુજા જુનારકર (Rutuja Junnarkar) 'દયા બેન' ની સ્ટાઇલમાં શોમાં ડાન્સ કરતી જોવા મળશે. આટલું જ નહીં, રુતુજાને આ દયા બેન અવતારમાં જેઠાલાલ એટલે કે અભિનેતા દિલીપ જોશીને 'ટપ્પુ કે પાપા' તરીકે બોલાવતા પણ જોવા મળશે.
    View this post on Instagram

    Daya bhabhi bann kar jab #RutujaTheBest ne lagayi ‘Ae Haalo’ ki pukaar, jhoom uthe Tappu ke papa aur #TaarakMehtaKaOoltahChashmah ka pura parivaar! Tune in to #IBDxTMKOC special, this Sat-Sun at 8 pm, on Sony TV. #IndiasBestDancer @rutuja.junnarkar @ashish_patil2501_official @terence_here @geeta_kapurofficial @malaikaaroraofficial @bharti.laughterqueen @haarshlimbachiyaa30 @maakasamdilipjoshi @mmoonstar @realmandarchandwadkar @amitbhattmkoc @lodha_shailesh @jsonalika @tan_mahashabde @shyampathakpopu @jennifer_mistry_bansiwal @sunayanaf @raj_anadkat @samayshah_5 @ballusuri @palaksidhwani @mayur_vakani @nirmalsoni1 @hasmukhi @priyaahujarajda @iamazharshaikh @kushahh_ @officialsharadsankla19 @tanmayvekaria @jatin.bajaj @officialasitkumarrmodi @tarrakmehtakaooltachashma @taarakmehtakaooltahchashmahnfp

    A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on





    રુતુજા આ સ્ટાઇલમાં એટલી જોરદાર લાગી રહી હતી કે તેનાથી ઇમ્પેસ થઇ ને શોના પ્રોડ્યૂસર પોતે તેને પોતાના શોમાં લેવાની વાત કરી હતી. ના માનવામાં આવતું હોય તો જોઇ લો ઉપરનો આ વીડિયો.
    નવા દયા ભાભી સાથે જેઠાલાલ

    રુતુજા અને જેઠાલાલે અહીં સાથે ગરબા પણ કર્યા અને રુતુજાએ દયાબેનના તે ટીપિકલ સ્ટેપ પણ ફોલો કર્યા.
    ઇન્ડિયા બેસ્ટ ડાન્સર અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આ મહાસંગ્રામ આ શનિવારે અને રવિવારે રાત્રે 8 વાગે જોવા મળશે.
    Published by:Chaitali Shukla
    First published:October 28, 2020, 16:33 pm

    ટૉપ ન્યૂઝ