‘તારક મહેતા…’ના ગોગીએ નાની ઉંમરે ખરીદ્યું આલીશાન ઘર, એક સમયે જમીન પર સૂવા મજબૂર

News18 Gujarati
Updated: June 14, 2020, 12:28 PM IST
‘તારક મહેતા…’ના ગોગીએ નાની ઉંમરે ખરીદ્યું આલીશાન ઘર, એક સમયે જમીન પર સૂવા મજબૂર
મળતી માહિતી મુજબ, સમય શાહ ‘તારક મહેતા’ના એક એપિસોડ માટે લગભગ 8000 રૂપિયા ચાર્જ કરે છે

મળતી માહિતી મુજબ, સમય શાહ ‘તારક મહેતા’ના એક એપિસોડ માટે લગભગ 8000 રૂપિયા ચાર્જ કરે છે

  • Share this:
મુંબઈઃ આપે અનેક એક્ટર્સના સંઘર્ષના ચોંકાવનારા પ્રસગો સાંભળ્યા હશે. આ કડીમાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એક એવા એક્ટર વીશે, જેણે નાની ઉંમરમાં જ પોતાના ટેલેન્ટના જોરે જોરદાર ફેમ હાંસલ કરી છે. અમે વાત કરી રહ્યા છીએ જાણીતા કોમેટી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના ગોગી (Gogi) એટલે કે સમય શાહ (Samay Shah) વિશે... ક્યુટ અને ગોકુલધામ સોસાયટીના સોઢીના લાડકા ગોગીને કોણ નથી ઓળખતું? આ ખૂબ પ્રેમાળ પંજાબી બાળકનું પાત્ર ભજવીને જાણીતો થયેલા અભિનેતા સમય શાહે પોતાની જિંદગીમાં ઘણા સંઘર્ષનો સામનો કર્યો છે. જેના વિશે તેણે જાતે જ ખુલાસો કર્યો હતો.

સમય શાહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, એક સમય એવો પણ હતો કે જ્યારે તેની પાસે સૂવા માટે પલંગ પણ નહોતો. પિન્કવિલાના રિપોર્ટનું માનીએ તો ઘણા સમગ પહેલા એક ઇન્ટરવ્યૂમાં સમય શાહે ખુલાસો કર્યો હતો કે સંઘર્ષના દિવસોમાં તે જમીન પર સૂઇને રાતો પસાર કરતો હતો. પરંતુ આ દરમિયાન પણ તેણે સપના જોવાનું છોડ્યું નહીં. તે પોતાનું ઘર ખરીદવા માંગતો હતો ને આ ઘરમાં પોતાનું એક આલીશાન વોર્ડરોક પણ બનાવવા માંગતો હતો.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેણે ફાઇનલી 2017માં નાની ઉંમરમાં જ પોતાનું ઘર ખરીદી લીધું. બે બાલ્કનીવાળું 2BHK ઘર તેનું ડ્રીમ હોમ હતું. આ ઇન્ટરવ્યૂમાં સમયે જણાવ્યું કે તેના પેરેન્ટ્સ આ ઘરની એક બાલ્કનીને રૂમમાં ફેરવવા માંગે છે, જેથી તે 3BHK એપાર્ટમેન્ટ બની જાય.

આ પણ વાંચો, ‘તારક મહેતા...’માં દયાબેનની થશે વાપસી, આ ધમાકેદાર ટ્વિસ્ટની સાથે!

સમય શાહ હજુ માત્ર 19 વર્ષનો છે અને આજે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોતાના શાનદાર અભિનયને કારણે દરેક ઘરમાં ગોગીના નામે ઓળખાય છે. મળતી માહિતી મુજબ, તે તારક મહેતાના એક એપિસોડ માટે લગભગ 8000 રૂપિયા ચાર્જ કરે છે.
વાત કર એ શૉની તો લૉકડાઉનમાં મળેલી છૂટ બાદ અનલૉક-1માં આ શૉ ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ વખતે આ શૉમાં અનેક સરપ્રાઇજ પણ જોવા મળશે.

આ પણ વાંચો, શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રા પાસે વાસણ ધોવડાવ્યા, જુઓ કેવી થઈ હાલત
First published: June 14, 2020, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading