મુંબઈ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં જેઠાલાલ (Jethalal) અને બબીતા (Babita) પ્રેક્ષકોને હંમેશા આકર્ષિત કરતા રહે છે. જેઠાલાલનો બબીતા પ્રત્યે એકતરફી પ્રેમ લોકોને ખૂબ પસંદ આવે છે. પરંતુ આ વેલેન્ટાઇન વીક (Valentine's Week)માં જેઠાલાલ ખૂબ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. પ્રેમની આ સીઝન વચ્ચે જેઠાલાલના જીવનમાં જોરદાર તોફાન આવ્યું છે, જે ગોકુલધામ સોસાયટી (Gokuldham Society)માં નવો તહેલકો મચાવી શકે છે. બબીતા અને જેઠાલાલની વચ્ચે જોરદાર લડાઈ થવાની છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના દરેક એપિસોડની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોતા હોય છે. આગામી એપિસોડમાં જોવા મળશે કે જેઠાલાલ અને બબીતા વચ્ચે બહુ મોટો ઝઘડો થવાનો છે. મૂળે, બબીતા અને અય્યરને ઇમરજન્સીમાં કેટલાક ટેબલેટ્સ જોઈતા હતા. જેઠાલાલ જરૂર મદદ કરશે એવું વિચારીને બબીત જેઠાલાલને કેટલાક ટેબલેટ્સ લાવવાની વિનંતી કરે છે, પરંતુ જેઠાલાલ કેટલાક કારણોથી તે ટેબલેટ્સ સમયસર બબીતાને પહોંચાડી નથી શકતા.
આ વાતને લઈ બબીતાને જેઠાલાલ પર ખૂબ ગુસ્સો આવ્યો. ગુસ્સામાં લાલ બબીતાએ જેઠાલાલને ઘરેથી ગુસ્સે ભરાઈને કાઢી મૂક્યા. બબીતા માટે તે ટેબલેટ્સ સમયસર મળવા ખૂબ જરૂરી હતા. બબીતા અને અય્યરે જેઠાલાલને ગુસ્સામાં ન કહેવાના શબ્દો કહ્યા. આ ઉપરાંત જેઠાલાલે સોરી કહેવા માટે જે ફુલોનો બુકે બબીતાને આપ્યો હતો તે પણ બબીતાએ પોતાના ઘરની બહાર ફેંકી દીધો.
હવે આગામી એપિસોડ્સમાં એ સ્પષ્ટ થશે કે શું જેઠાલાલ અને બબીતાની વચ્ચે આ વિવાદ ઉકેલાશે ખરો? શું બબીતા અને અય્યર જેઠાલાલને માફ કરી દેશે? શું જેઠાલાલ ટેબલેટ્સ આપી શકશે?
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર