મુંબઈ : તારક મહેતા કા ઉલટાહ ચશ્માના દરેક પાત્રની એક અલગજ ફેન ફોલોઇંગ હોય છે, જેમાં 'બબીતા જી' પણ શામેલ છે. સીરિયલમાં બબીતા જીનું પાત્ર જાણીતી અભિનેત્રી મુનમુન દત્તા ભજવી રહી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ચાહકો સાથે રસપ્રદ પોસ્ટ્સ શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં મુનમૂને એક વીડિયો પોસ્ટ કર્યા બાદ જબરદસ્ત હેડલાઇન્સમાં આવી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચાહકો સાથે પોતાનો એક મજેદાર વીડિયો શેર કર્યો છે. જેમાં ટોની કક્કડનું ગીત શોના શોના બેકગ્રાઉન્ડમાં વાગતુ સાંભળવા મળે છે.
મુનમુન દત્તાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મુનમૂન ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. ગુલાબી અને મસ્ટર્ડનો રંગનો સૂટ પહેરેલો છે અને કાનમાં ગુલાબી ઇયરિંગ પહેરીને જોવામાં આવી રહી છે. તે જ સમયે, તેના બ્રેકગ્રાઉન્ડમાં ટોની કક્કરનું ગીત શોના-શોના પણ સંભળાય છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મુનમૂન જ્યારે આ ગીત પર અભિનય કરી રહી છે, ત્યારે તે ખૂબ જ સુંદર શૈલીમાં પોતાની આંખો બતાવી રહી છે. અહીં મુનમુન દત્તા દ્વારા શેર કરેલો આ વિડિઓ જુઓ.
આ વીડિયોના કેપ્શનમાં, તેમણે 2020ના છેલ્લા દિવસ વિશે લખ્યું છે. મુનમુને કેપ્શનમાં કહ્યું, 'આજનો લૂક .. 2020ના છેલ્લા કામકાજના દિવસે. બધા માટે શુભ સવારની શુભેચ્છા પાઠવું છું '. તેમની પોસ્ટમાં, તેણે ખૂબ જ ખાસ રીતે 2020ને અલવિદા કહ્યું, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તેની આ પોસ્ટ પર જબરદસ્ત રિએક્શન મળી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર