સુપર ડાંસર ચેપ્ટર-2માં આસામના રહેનાર બિશાલે વિનરની ટ્રોફી પોતાના નામે કરી છે. પોતાનો ચુલબુલ સ્વભાવ, ડાંસ અને એક્ટિંગના કારણે તેને દર્શકો અને ત્રણે જજનું દિલ જીતી લીધી હતું. અને પોતાના દરેક પરફોર્મસની મદદથી જે જીત સુધી પહોંચ્યો હતો. જેમાં તેના મેંટર અને ગુરૂ વૈભવનો ઘણો સપોર્ટ હતો. વૈભવે ન માત્ર એક મેંટર તરીકે ધ્યાન રાખ્યું પરંતુ એક વાલીની જેમ સંભાળ લીધી હતી.
વિનરના રૂપમાં બિશાલને ટ્રોફી સાથે સાથે 15 લાખ રૂપિયા મળ્યા છે. જ્યારે ગુરૂ વૈભવને 5 લાખ રૂપિયા મળ્યા છે. ફિનાલેમાં બિશાલનો મુકાબલો રિતિક દિવાકર, વૈષ્ણવી પ્રજાપતિ અને આકાશ થાપા સાથે હતો. પરંતુ છેલ્લી ઘડીએ વિશાલે બાજી મારી લીધી હતી. એક સામાન્ય પરિવારમાંથી આવતો બિશાલ માટે આ જીત ખુબ જ મહત્વની છે. કારણ કે બિશાલના પપ્પા દુધ વેચવાનો વ્યવસાય કરે છે. જેથી તે પોતાના પિતા માટે કંઈ કરવા માગતો હતો. જેથી આ જીત તેના નવા સપનાઓ લઈને આવી છએ.
ગઈ વખતની સીઝનને જેમ આ વખતે પણ વિનર સિવાયના બીજા અન્ય બાળકોને ગિફ્ટ આપવામાં આવી છે. જેથી બાળકોમાં ઘણો જ ઉત્સાહ જોવા મળ્યો હતો. તમને જણાવી દયે કે ફિનાલે બાદ 25 માર્ચ એટલે કે આજથી 8થી 9 વચ્ચે કપિલ શર્માનો શો 'ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા' શરૂ થઈ રહ્યું છે. કપિલ એક નવા અવતારમાં વાપસી કરી રહ્યું છે. સુનીલ ગ્રોવરને છોડીને જુની ટીમમાંથી ચંદન પ્રભાકર, કીકુ શારદા આ શોમાં ફરી આવી રહ્યાં છએ. આશા છે કે કપિલ એક વાર ફરીથી દર્શકોના દિલમાં જગ્યા બનાવવા માટે કામયાબ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર